ગુજરાત

gujarat

કોરોના મહામારી ભારતીય નદીઓ માટે વેન્ટિલેટર સમાન, જાણો કેમ?

By

Published : Sep 27, 2020, 7:33 PM IST

કોવિડ-19ની મહામારી ભારતની ઘણી નદીઓ માટે વેન્ટિલેટર સાબિત થઇ છે. એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે  ગંગા, કાવેરી, સતલજ અને યમુના સહિતની ભારતની નદીઓના પાણીના ગુણવત્તામાં સુધારો થયો છે. જેનુ પ્રાથમિક કારણ  નદીઓમાં પ્રવેશતા ઔધોગિક પ્રવાહમાં થયેલો ઘટાડો છે.

covid-19-lockdown-a-ventilator-for-rivers
કોરોના મહામારી ભારતીય નદીઓ માટે વેન્ટિલેટર સાબિત

ન્યૂઝ ડેસ્કઃ કોવિડ-19ની મહામારી ભારતની ઘણી નદીઓ માટે વેન્ટિલેટર સાબિત થઇ છે. એક અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે ગંગા, કાવેરી, સતલજ અને યમુના સહિતની ભારતની નદીઓના પાણીના ગુણવત્તામાં સુધારો થયો છે. જેનુ પ્રાથમિક કારણ નદીઓમાં પ્રવેશતા ઔધોગિક પ્રવાહમાં થયેલો ઘટાડો છે.

  • વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે હરિદ્વાર ઘાટ પર પાણીની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે જે પીવાના ધોરણોનાસંમાતર છે.
  • પાણીમાં પવિત્ર સ્નાન કરવા માટે અથવા તેમાં ફૂલો અને અન્ય કચરો નાખતા લોકો માટે પણ આ ઘાટ બંધ છે. જેના પરિણામે જળચર જીવન આસપાસ ફરતા પાણીને દૃષ્ટિકોણથી સાફ દેખાઈ રહ્યું છે.
  • દાયકાઓ પછી ગંગા નદીનું પાણી પીવાના હેતુઓ માટે પૂરતુ,સાબિત થયુ છે. , તેમ ભારતીય ટેકનોલોજી, રુકી દ્વારા તાજેતરમાં કરાયેલા સંશોધનથી બહાર આવ્યું છે.
  • દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં પણ યમુના નદી વર્ષો પછી સ્પષ્ટ, વાદળી અને મૂળ દેખાઈ રહી છે. દક્ષિણપૂર્વી દિલ્હીના કાલિન્દી કુંજમાં ડિટર્જન્ટ, ઉદ્યોગો અને કેમિકાનું કેમિકલના મિશ્રણના કારણે થતાં ઝેરી ફીણ હવે સ્પષ્ટરૂપે ખતમ થઇ ગયા છે.
  • કર્ણાટક રાજ્ય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા મુજબ કાવેરી, હેમાવતી, શિમસા અને લક્ષ્મનાર્થિર્થ જેવી નદીઓના પાણીની ગુણવતા પહેલા દાયકાઓ જેવી થઇ ગઇ.
  • આ લોકડાઉન દરમિયાન બુદ્ધ નુલ્લામાં પ્રદૂષણ વિસર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જે 2423 ઓધૌગિક એકમોમાંથી પંજાબના સુતલજ નદીમાં જાય છે.

ભારતમાં નદીઓ માટે લડત ચલાવનાર લોકો

1. રાજેન્દ્રસિંહ વોટરમેન

રાજેન્દ્રસિંહ જે વોટરમેનરાજેન્દ્ર સિંઘ તરીકે જાણીતા છે અને જળ બચાવવા માટેની તેમની લડત એક બળ સમાન છે.. 1984માં આયુર્વેદિક તબીબ તરીકેની સલામત સરકારી નોકરી છોડી અને જળસંગ્રહ માટે તેમનું જીવન સમર્પિત કર્યું .તેમણે તરુણ ભારત સંઘની શરૂઆત કરી. જેમાં સ્વયંસેવકો અને સહયોગીઓની મદદથી, 8,600 થી વધુ જળ સંગ્રહસ્થાન ટાંકી અને અન્ય જળ રોકવા માટે બંધ બનાવ્યા. તે સઘર્ષથી 1000 થી વધુ ગામોમાં જળ સંસાધન પાછું લાવ્યા અને રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 12 નદીઓને જીવંત બનાવી છે. રાજેન્દ્રએ તેના સહયોગી પ્રોફેસર જી.ડી. અગ્રવાલ સાથે મળીને, પછી યમુના અને ગંગા નદીઓમાં થતા પ્રદુષણ અંગે પણ ધ્યાન દોર્યુ.. જોકે, તેમને લાગે છે કે વિવિધ સરકારો દ્વારા નદીઓના બચાવ માટે પૂરતું કામ કરવામાં આવી રહ્યું નથી.. રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા હાલમાં 60 દેશોમાં વર્લ્ડ વોટર વોકનું આયોજન કરી રહ્યા છે.. જેમાં પાણીની તંગી, તેના પરિણામ અને તેનાથી બચવા માટેના રસ્તાઓ અંગે લોકોને સમજાવવમાં આવી રહ્યા છે.

2. મેધા પાટકર

મેધા પાટકર નર્મદા બચાવો આંદોલન (એનબીએ)ના કેન્દ્રીય આયોજક અને આંદોલનકાર રહી ચૂક્યા છે, જે ભારતની સૌથી મોટી પશ્ચિમ દિશામાં વહેતી નદી નર્મદા માટે બંધાયેલા શ્રેણીબદ્ધ બંધનું નિર્માણ અટકાવવા માટે મોટા પાયે આંદોલન કર્યુ હતુ.સરદાર સરોવર નર્મદા વેલી પ્રોજેક્ટ વિશ્વ બેંકના નાણાંકીય સહાયની દ્રષ્ટિએ ખુબ મહત્વનો છે. તે વિશ્વ બેંકના નાણાકીય રીતે સરદાર સરોવર ડેમ નર્મદા વેલી ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો મુખ્ય પથ્થર છે, જે વિશ્વના સૌથી મોટા નદી વિકાસ પ્રોજેક્ટોમાંનો એક છે. સરદાર સરોવર તૈયાર થતા 37 હજાર હેક્ટરથી વધુ જંગલ અને ખેતીની જમીન પાણીમાં ડુબી જશે. ડેમ અને તેની સાથે સંકળાયેલી નહેરના કારણે 3 લાખ 20 હજાર જેટલા ગ્રામજનો વિસ્થાપિત થશે. આ મોટાભાગની આદિજાતિ સમુદાયોની આજીવિકા કુદરતી સંસાધનો પર આધારીત છે. 1985માં, પાટકરે આ પ્રોજેક્ટ વિરુદ્ધ વિશાળ કૂચ અને રેલીઓ કરી હતી. અને વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ હોવા છતાં, પોલીસે તેમને વારંવાર માર માર્યો અને અનેકવાર પણ ધરપકડ કરી. 1991માં 22 દિવસની ભૂખ હડતાલ દરમિયાન લગભગ તેમનો જીવ જોખમમાં મુકાઇ ગયો હતો. તેમ છંતાય, 1993 અને 1994માં વઘુ બે લાંબા ઉપવાસ કર્યા હતા. ત્યારબાદ ચોમાસા દરમિયાન ડેમના સ્થળ નજીક પુરની સ્થિતિનો ડર હોવાને કારણે પાટકર આદીવાસીઓ સાથે જોડાયેલા રહ્યા નદીઓ પાણી આપીને આપણને જીવન આપે છે. તેઓ યુગથી માનપૂર્વક માનવીનું કલ્યાણ કરે છે. તેમનું પાણી જમીનની ફળદ્રુપતા વધારવામાં વિશેષ ભૂમિકા ભજવે છે . ડેમ પર વીજળી બનાવવા, સિંચાઈના નવા માધ્યમો વગેરે જેવા માનવોના આધુનિકીકરણમાં તેમણે પૂર્ણ સમર્થન આપ્યું છે, તેનું પાણી માત્ર માણસો માટે જ નહીં, પ્રાણીઓ, પક્ષીઓ, ઝાડ અને છોડ વગેરે માટે પણ ખૂબ મહત્વનું છે. નદીઓની કલ્પના હોવા છતાં પ્રદૂષિત પાણી જેવા ઝેર, ગંદા રસાયણો, પાણી ધોવા, પ્રાણીઓનાં સ્નાન અને અન્ય કચરાથી નદી પ્રદુષિત થાય છે.

ABOUT THE AUTHOR

...view details