ETV Bharat / opinion

બે જામીનની વાર્તા - એક જે પસાર થઈ, એક જે ન થઈ : વિરોધાભાસ વર્ણવતો ઋત્વિકા શર્માનો લેખ... - Supreme Court

author img

By ETV Bharat Gujarati Team

Published : May 17, 2024, 2:33 PM IST

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને દિપાંકર દત્તાની બેંચે અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી ચૂંટણી લડવા માટે વચગાળાના જામીન આપ્યા છે, આ બેંચે જ હેમંત સોરેનને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પંજાબના પૂર્વ વનપ્રધાન સાધુસિંહ ધરમસોતને લોકસભા ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન આપ્યા છે. જુઓ આ વિરોધાભાસને વર્ણવતો ઋત્વિકા શર્માનો લેખ...

બે જામીનની વાર્તા - એક જે પસાર થઈ, એક જે ન થઈ
બે જામીનની વાર્તા - એક જે પસાર થઈ, એક જે ન થઈ (ETV Bharat Desk)

હૈદરાબાદ : વર્ષ 2024 દરમિયાન એક સીટીંગ અને એક ભૂતપૂર્વ એમ બે મુખ્યપ્રધાનોને મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડનો સામનો કરવો પડ્યો હતો. ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની રાંચીમાં ભારતીય સેનાની જમીનના કથિત ગેરકાયદે વેચાણ અને ખરીદીમાં ભૂમિકા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જોકે, 31 જાન્યુઆરીના રોજ ધરપકડ પહેલાં જ હેમંત સોરેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની 21 માર્ચના રોજ દિલ્હી લિકર એક્સાઇઝ પોલિસીના સંબંધમાં ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ અને વિદેશી વિનિમય કાયદાના ઉલ્લંઘન સંબંધિત ગુનાઓની તપાસનું કામ કરતી કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના આદેશ પર આ બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

હાલમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2024 માં પ્રચાર કરવા માટે સોરેન અને કેજરીવાલે સુપ્રીમ કોર્ટ પાસે વચગાળાના જામીનની માંગણી કરી હતી. સંબંધિત હાઈકોર્ટ દ્વારા - ઝારખંડ અને દિલ્હી - બંનેની જામીન અથવા વચગાળાના રક્ષણ માટેની અરજી નકારી કાઢવામાં આવી હતી. આ બંને ધરપકડો વચ્ચે ઘણી બધી સમાનતા હોવા છતાં એક મહત્વપૂર્ણ મુદ્દો પણ છે - હાલમાં જ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે, જ્યારે સોરેનને હજુ સુધી જામીન મળ્યા નથી.

અરવિંદ કેજરીવાલને જામીન પર મુક્તિ કેમ મળી ?

10 મેના રોજ સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે કેજરીવાલને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ રાઉઝ એવન્યુ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા કેજરીવાલની ધરપકડને સમર્થન આપતા આદેશ અને ચુકાદાઓ સામેની અપીલમાં આપવામાં આવ્યો હતો. હાલમાં ચાલી રહેલી સામાન્ય ચૂંટણીઓ કેજરીવાલને જામીન આપવામાં કોર્ટના મગજ પર ભારે રમતી હતી. આ અસર માટે કોર્ટના અવલોકન પરથી સ્પષ્ટ થાય છે કે, લોકસભાની સામાન્ય ચૂંટણીઓ આ વર્ષની સૌથી મહત્વપૂર્ણ ઘટના છે, કારણ કે આ રાષ્ટ્રીય ચૂંટણી વર્ષ છે. સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું હતું કે અદાલત જામીન આપતી વખતે વ્યક્તિ સાથે સંકળાયેલી ખાસિયતોને ધ્યાનમાં લે છે અને તેની અવગણના કરવી એ અયોગ્ય ગણાશે. તે માટે કોર્ટે નોંધ્યું કે કેજરીવાલની પરિસ્થિતિ તુલનાત્મક નથી.

અરવિંદ કેજરીવાલ દિલ્હીના સીએમ છે અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ પણ છે. (AAP ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈન્ક્લુઝિવ એલાયન્સ અથવા I.N.D.I.A.નો પણ ભાગ છે) આ જોતાં સામાન્ય ચૂંટણીની પૃષ્ઠભૂમિ સાથે કેજરીવાલને વચગાળાના જામીન પર મુક્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ નિષ્કર્ષ પર પહોંચતી વખતે સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું હતું કે કેજરીવાલની કોઈ ગુનાહિત પૂર્વવર્તી નથી અને તેમની ધરપકડનો કેસ હજુ પડકાર હેઠળ છે.

કેજરીવાલને 1 જૂન સુધી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 2 જૂને આત્મસમર્પણ કરે તેવી શક્યતા છે. જે શરતોને આધીન કેજરીવાલને જામીન આપવામાં આવ્યા છે તેના ભાગરૂપે તેઓ મુખ્યમંત્રી કાર્યાલય અને દિલ્હી સચિવાલયની મુલાકાત નહીં લઈ શકે. ઉપરાંત કોઈ સત્તાવાર ફાઈલ પર સહી પણ નહીં કરી શકે છે. સાથે આ કેસમાં તેમની ભૂમિકા અંગે કોઈ ટિપ્પણી કરવી, કોઈ સાક્ષી સાથે વાતચીત કરવી અથવા કેસ સાથે જોડાયેલી કોઈપણ સત્તાવાર ફાઇલોને એક્સેસ કરવાની મંજૂરી નથી આપવામાં આવી.

હેમંત સોરેનની જામીન પર મુક્તિ કેમ અટકી ?

સરળ શબ્દોમાં કહીએ તો, કોઈ સીધો જવાબ નથી ! લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા દરમિયાન ઝારખંડમાં ત્રણ બેઠક પર 20 મેના રોજ મતદાન થશે. આ પૃષ્ઠભૂમિમાં એવી દલીલ કરવામાં આવી હતી કે કેજરીવાલના કેસમાં હકીકતની સ્થિતિ અને તેમના જામીનના આદેશમાં સુપ્રીમ કોર્ટનો તર્ક, ઝારખંડ મુક્તિ મોરચા અને ઝારખંડ રાજ્યમાં તેમના મહત્ત્વને જોતાં હેમંત સોરેનને પણ લાગુ પડશે.

કેજરીવાલને જામીનના આદેશ આપનાર જસ્ટિસ સંજીવ ખન્ના અને દિપાંકર દત્તાની બેંચે જ હેમંત સોરેનની જામીન અરજી ફગાવી દીધી હતી. ED ને જવાબ આપવા માટે નોટિસ આપતા બેન્ચ 20 મે માટે સોરેનની જામીન અરજીને સૂચિબદ્ધ કરવાનો ઇરાદો ધરાવતી હતી. જોકે ત્યાં સુધીમાં ઝારખંડમાં પાંચમા તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું હશે, આથી સોરેનના વકીલે આગ્રહ કર્યો અને કેસને 17 મેના રોજ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં સફળ થયા. આ કેસની સુનાવણી અને નિકાલ કરવામાં ઝારખંડ હાઈકોર્ટમાં થયેલા વિલંબને પણ ઉગ્રપણે ટાંક્યો હતો. જોકે આખરે 3 મેના રોજ જ જામીન માટેની સોરેનની અરજી નામંજૂર થઈ હતી.

અનિવાર્યપણે, એક રાજકારણીની ચૂંટણી પ્રચારમાં ભાગ લેવાની જરૂરિયાતના કારણે કેજરીવાલને જામીન મળ્યા, પરંતુ હેમંત સોરેનને મુક્તિ મળી નહીં. આ બે વ્યક્તિઓ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે અરવિંદ કેજરીવાલ ચૂંટાયેલા મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે, જ્યારે હેમંત સોરેન સીએમ પદ પરથી રાજીનામું આપી ચૂક્યા છે. જોકે, સુપ્રીમ કોર્ટે શા માટે સોરેનને વચગાળાના જામીન આપ્યા નથી તે સમજાવવું કે ન્યાયી ઠેરવવું મુશ્કેલ છે. એક કેસમાં ચૂંટાયેલા રાજકારણીને સ્વતંત્રતા આપવા માટે સર્વોચ્ચ અદાલતે શા માટે તેની વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો અને બીજા કેસમાં નહીં ? હવે જ્યારે હેમંત સોરેનની જામીન અરજી 17 મેના રોજ સુનાવણી માટે આવશે ત્યારે આ પ્રશ્નનો જવાબ મળી શકે છે.

આ દરમિયાન...

જોકે, રસપ્રદ વાત એ છે કે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પંજાબના પૂર્વ વનપ્રધાન સાધુસિંહ ધરમસોતને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે વચગાળાના જામીન આપ્યા છે. પંજાબના વન વિભાગમાં કથિત નાણાકીય અનિયમિતતાના સંબંધમાં જાન્યુઆરી 2024માં ધરમસોતની ધરપકડ કરવામાં આવી હતી. કહેવાની જરૂર નથી કે ધરમસોતના કેસમાં હાઈકોર્ટે કેજરીવાલને વચગાળાના જામીન આપવાના સુપ્રીમ કોર્ટના આદેશ પર આધાર રાખ્યો છે !

  1. સ્વાતિ માલીવાલ મુદ્દે NCW ચીફની બેફામ વાત - જો CM કેજરીવાલ આમાં સામેલ હશે તો કમિશન તેમની સામે કાર્યવાહી કરશે
  2. 51 દિવસ બાદ તિહાર જેલમાંથી બહાર આવ્યા 'આમ આદમી' અરવિંદ કેજરીવાલ, આપ સમર્થકોમાં અનોખો ઉત્સાહ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.