ગુજરાત

gujarat

કોવિડ-19: ભારતમાં ઓવર ધ ટોપ (ઓટીટી) સામગ્રી, શૈક્ષણિક, તંદુરસ્તી સાથે સંકળાયેલી મોબાઇલ એપ્લીકેશનની માંગ

By

Published : Apr 10, 2020, 4:45 PM IST

કોવિડ-19ના લોકડાઉનના કારણે મોટાભાગના લોકો પોતાની જાતને ઘરમાં જ રાખે છે... અને ત્યારે ભારતીયો હવે પહેલા કરતા વધારે સમય ઓવર-ધ-ટોપ ( ઓટીટી) ની મિડીયા સેવા, શૈક્ષણિક અને શારિરીક માવજતની વિગતો ધરાવતી એપ્લીકેશનો પર વઘારે સમય વિતાવે છે. તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે. ભારતમાં કોવિડ-19ની બિમારીને કારણે ઝુમ, હેંગ આઉટ, ગુગલ ડ્યુઓ અને હાઉસ પાર્ટી જેવી વિડીયો કોન્ફરન્સ એપ્લીકેશનોના વપરાશમાં 104 ગણો વઘારો થયો છે અને પહેલા કરતા 71 ટકા વધારે સમય આ એપ્લીકેશન પર પસાર કરે છે. તેમ ગુરુગ્રામમાં આવેલી ટેકનીકલ કંપની બોબલ એઆઇના હેડ ક્વાટર્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે.

Demand for OTT
ભારતમાં ઓવર ધ ટોપ

કંપનીએ જણાવ્યુ કે ભારતમાં કોવિડ-19 ફેલાતા બોબલે એઆઇ પ્લેટ ફોર્મ આવેલા તારણો છે.

જ્યારે ડેસ્કટોપ અને મોબાઇલ એપ્લીકેશન હાઉસ પાર્ટીના વપરાશ પર ખર્ચાતા સમયમાં ખુબ જ મોટો એટલે કે 215.97 ટકાનો વધારો થયો છે.. તો કાર્યરત વપરાશ કર્તાઓમાં 8142 ટકાનો વધારો થયો છે.. ઝુમ એપ્લીકેશનમાં સમય પસાર કરવામાં 141.69 ટકાનો વધારો થયો છે.. તેમાં સતત કાર્યરત રહેવાનો દર 85.43 ટકાનો વધારો થયો છે.. અને કાર્યરત વપરાશ કર્તાઓમાં 2542.23 ટકાનો વઘારો થયો છે.

હોટ સ્ટાર, એમેઝોન પ્રાઇમ અને નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મ્સ પર ખર્ચવામાં આવતા સમયમાં 62.33 ટકાનો વધારો જોવા મળ્યાનો અહેવાલ છે..

બોબલે એઆઇ ડેટા ઇન્ટેલિજન્સ અને વિશ્લેષણમાં એમ પણ જાણવા મળ્યુ છે કે ફિટનેસ એપ્લીકેશન જેવી કે લોસ વેઇટ એટ હોમ, ક્યોર, ફીટ, હોમ વર્ક આઉટ જેવી એપ્લીકેશન પાછળ સમય પસાર કરવાના દરમાં 39.50 ટકાનો વધારો થયો છે. તો તેમાં સતત કાર્યરત રહેવાના દરમાં 14.72 ટકાનો અને કાર્યરત વપરાશ કર્તાઓમાં 104.53 ટકાનો વઘારો થયો છે..

' લુઝ વેઇટ એટ હોમ' એપ્લીકેશનના સક્રિય વપરાશકર્તાઓમાં 49.98 ટકાની વૃધ્ધિ થઇ છે.. અને તેના પર પસાર થતા સમયગાળામાં 46.33 ટકાનો વધારો થયો છે.

તેવી જ રીતે ઇ લર્નીગ પ્લેટફોર્મ જેમ કે ઉડેમી, યુનાકેડેમી અને બાયજુસ પર સમય પસાર કરવાના દરમાં 82.73 ટકાનો વધારો નોંધાયો છે. તો એન્ગેજમેન્ટ દરમાં 122.62 ટકાનો વધારો થયો છે. અને સક્રિય વપરાશકર્તાઓમાં 25.12 ટકાનો વધારો થયો છે. તેમ અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે.

સંપૂર્ણ લોકડાઉન સાથે સોશિયલ મિડીયા અને મેસજિંગ એપ્લીકેશના વપરાશમાં મોટાપ્રમાણમાં વધારો જોવા મળ્યો છે.

એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વ્હોટ્સ એપ અને ટ્વીટર જેવી એપ્લીકેશન પર પસાર થતા સમયમાં 46.23 ટકાનો વધારો થયો છે. તો તેમાં વ્યસ્ત રહેવાના સમયમાં 49.23 ટકાનો વધારો થયો છે.. અને દૈનિક વપરાશકર્તાઓની સંખ્યામાં 29.55 ટકાનો વધારો થયો છે.

વોટ્સપરનો ઉપયોગ કરવાના સમયમાં 57.64 ટકાનો વધારો થયો છે.. તો તેમાં વ્યસ્ત રહેવાના સમયમાં 49 ટકાનો વઘારો થયો છે.. જ્યારે ઇન્સ્ટાગ્રામમાં વ્યસ્ત રહેવાનું પ્રમામ 50.30 ટકા વધ્યુ છે...

ABOUT THE AUTHOR

...view details