ગુજરાત

gujarat

Turkey Syria earthquake update: તુર્કી-સીરિયા ભૂકંપમાં મૃત્યુઆંક 50 હજારને પાર

By

Published : Feb 25, 2023, 8:49 AM IST

તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીના રોજ આવેલા ડેડલી ભૂકંપથી મોતની સંખ્યા વધીને 50,000 થઈ ગઈ છે. ડિઝાસ્ટર એન્ડ ઇમર્જન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (એએફએડી) એ શુક્રવારે રાત્રે કહ્યું હતું કે ભૂકંપને કારણે તુર્કીમાં મૃત્યુઆંક વધીને 44,218 થઈ ગયો છે.

turkey-syria-earthquake-update-death-toll-crosses-50000/
turkey-syria-earthquake-update-death-toll-crosses-50000/

અંકારા:સીરિયામાં આવેલા મહાવિનાશકારી ભૂકંપથી તુર્કી-સીરિયામાં મૃતકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. હાલ તૂટી ગયેલી ઇમારતોમાં રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. બચાવ કામગીરી દરમિયાન લાખો બેઘર લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવી રહ્યા છે. મૃત્યુઆંકમાં વધારો થઈને 50 હજારને પર થઇ ચુક્યો છે.

મૃત્યુઆંક 50 હજારને પાર:મળેલી માહિતી અનુસાર તુર્કી અને સીરિયામાં 6 ફેબ્રુઆરીએ ભૂકંપને કારણે મૃત્યુઆંક વધીને 50,000 થી વધુ થઈ ગયો છે. આ ક્ષેત્રમાં 1,60,000 થી વધુ ઇમારતો તૂટી ગઈ છે અથવા ભારે નુકસાન થયું છે. આ ભૂકંપમાં લગભગ 5,20,000 એપાર્ટમેન્ટ્સનો નાશ કરવામાં આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પહેલેથી જ આશરે 50 હજાર લોકોના મૃત્યુની સંભાવના વ્યક્ત કરી હતી. તુર્કીમાં 44 હજાર લોકો માર્યા ગયા છે.

તુર્કીમાં ફક્ત 44 હજાર લોકોના મોત:ડિઝાસ્ટર એન્ડ ઇમર્જન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (એએફએડી) એ શુક્રવારે રાત્રે કહ્યું હતું કે ભૂકંપને કારણે તુર્કીમાં મૃત્યુઆંક વધીને 44,218 થઈ ગયો છે. સીરિયામાં તાજેતરના ડેટા અનુસાર, 5,914 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, બંને દેશોમાં સંયુક્ત મૃત્યુની સંખ્યા વધીને 50 હજારને પાર થઇ ચુક્યો છે.

આ પણ વાંચોRussia Ukraine war resolution: UNGAમાં યુક્રેન યુદ્ધ પર કરાયો ઠરાવ પસાર, ભારત-ચીન સહિત 32 દેશોએ રાખ્યું અંતર

તુર્કીમાં પાંચ લાખ મકાનોની જરૂર:તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તાયિપ એર્દોગને કહ્યું કે હવે સરકારની પ્રારંભિક યોજના ઓછામાં ઓછી 15 અબજના ખર્ચે બનાવવામાં આવશે અને 200,000 એપાર્ટમેન્ટ્સ અને 70,000 ગ્રામીણ મકાનો બનાવવાની છે. અમેરિકન બેંક જેપી મોર્ગને એવો અંદાજ લગાવ્યો હતો કે ઘરોના પુનર્નિર્માણ અને માળખાગત સુવિધાઓ પર 25 અબજ ડોલર ખર્ચ કરવામાં આવશે.

આ પણ વાંચોWorld bank New Chief Ajay Banga : અજય બંગા હશે વિશ્વ બેંકના નવા ચીફ, બાઈડેન દ્વારા નામાંકિત

તંત્ર સામે સવાલ:એર્દોગનની સરકારે વિનાશને ધ્યાનમાં રાખીને નવા નિર્માણની ગુણવત્તા પર ભાર મૂક્યો હતો. જો કે, તેના કોઈપણ પ્રતિસાદનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાહત બચાવ માટે પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) એ જણાવ્યું હતું કે વિનાશક ભૂકંપને કારણે 1.5 મિલિયન લોકો બેઘર થઈ ગયા છે. 500,000 નવા ઘરો પણ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details