ETV Bharat / international

World bank New Chief Ajay Banga : અજય બંગા હશે વિશ્વ બેંકના નવા ચીફ, બાઈડેન દ્વારા નામાંકિત

author img

By

Published : Feb 24, 2023, 7:54 PM IST

World bank New Chief Ajay Banga : અજય બંગા હશે વિશ્વ બેંકના નવા ચીફ, બાઈડેન દ્વારા નામાંકિત
World bank New Chief Ajay Banga : અજય બંગા હશે વિશ્વ બેંકના નવા ચીફ, બાઈડેન દ્વારા નામાંકિત

યુએસમાં ભારતીય મૂળના અજય બંગાને રાષ્ટ્રપતિ જો બાઈડેને વિશ્વ બેંકના વડા તરીકે નામાંકિત કર્યા છે. અગાઉ ડેવિડ માલપાસ આ પદ સંભાળતા હતા. તેમણે ગયા અઠવાડિયે રાજીનામાની જાહેરાત કરી હતી. યુએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) એ અજય બંગાને અભિનંદન પાઠવ્યા છે.

વોશિંગ્ટન : યુએસ પ્રમુખ જો બાઈડેને ભારતીય-અમેરિકન બિઝનેસ ટાયકૂન અજય બંગાને વર્લ્ડ બેંકના વડા તરીકે નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ બાઈડેને નિવેદનમાં કહ્યું છે કે, અજય બંગાને વૈશ્વિક કંપનીઓ સાથે કામ કરવાનો સારો અનુભવ છે. તેમણે કહ્યું કે, અજય વિશ્વ બેંકનું નેતૃત્વ કરવા માટે યોગ્ય છે. હાલમાં અજય બંગા જનરલ એટલાન્ટિકમાં વાઇસ ચેરમેન છે.

જો બાઈડેને કહ્યું બંગા વિશ્વ બેંકનું નેતૃત્વ કરવા સક્ષમ છે : જો બાઈડેને કહ્યું કે, બંગા વિશ્વ બેંકનું નેતૃત્વ કરવા સક્ષમ છે. તેમણે વૈશ્વિક કંપનીઓના નિર્માણ અને સંચાલનમાં 30 વર્ષથી વધુ સમય પસાર કર્યો છે. આ કંપનીઓ વિકાસશીલ અર્થતંત્રોમાં નોકરીઓનું સર્જન કરે છે. બાઈડેને કહ્યું કે, બંગા પાસે લોકો અને સિસ્ટમોનું સંચાલન કરવાનો અને સારા પરિણામો આપવાનો સારો ટ્રેક રેકોર્ડ છે.

વર્ષ 2016માં મળ્યો હતો પદ્મશ્રી : અજય બંગાને 2016માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. બંગાને વિશ્વ બેંકના પ્રમુખ તરીકે નામાંકિત કરવા પર, યુએસ ઉપાધ્યક્ષ કમલા હેરિસે કહ્યું છે કે બંગા એક પરિવર્તનશીલ રાષ્ટ્રપતિ સાબિત થશે. યુએસ ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) એ પણ અજય બંગાને અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો : North Korea Test Missiles : ઉત્તર કોરિયાએ લાંબા અંતરની ક્રૂઝ મિસાઈલનું પરીક્ષણ કર્યું

વિશ્વ બેંકના વડા ડેવિડ માલપાસે પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી : યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (યુએસઆઈએસપીએફ) ના પ્રમુખ અને સીઈઓ મુકેશ અઘીએ કહ્યું છે કે, અજય યુએસ-ભારત સંબંધોની મજબૂતાઈમાં અને સંબંધોને વધુ મજબૂત કરવામાં માને છે. બાંગાએ USISPF ના સ્થાપક બોર્ડ સભ્ય તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. છેલ્લા પાંચ વર્ષમાં અમારી સફળતાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ. તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે વિશ્વ બેંકના વડા ડેવિડ માલપાસે પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : Turkey Earthquake : ત્રણ દિવસમાં બીજી વખત હલી તુર્કીની ધરા, 5ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ગભરાટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.