ગુજરાત

gujarat

બ્રિટિશ ભારતીય સંજીવ સહોતાનું પુસ્તક 'ચાઇના રૂમ' બુકર પુરસ્કારના દાવેદારોમાં શામેલ

By

Published : Jul 27, 2021, 7:56 PM IST

બ્રિટિશ ભારતીય સંજીવ સહોતા(SANJEEV SAHOTA)ની પુસ્તક 'ચાઇના રૂમ' નો સમાવેશ બુકર પુરસ્કારના દાવેદારોની યાદીમાં કરવામાં આવ્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો ...

બ્રિટિશ ભારતીય સંજીવ સહોતા
બ્રિટિશ ભારતીય સંજીવ સહોતા

  • 2017માં સાહિત્ય માટે યૂરોપીય સંઘ પુરસ્કાર મળ્યો હતો
  • 40 વર્ષિય સહોતાના દાદા-દાદી 1960ના વર્ષમાં પંજાબમાંથી અહીં આવી ગયા હતા
  • સંજીવ સહોતાની પુસ્તકને 'ચાઇના રૂમ'માં આ વર્ષે બુકર પુરસ્કારના દાવેદારોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો

લંડન: ભારતીય મૂળ બ્રિટિશ ઉપન્યાસકાર સંજીવ સહોતા(SANJEEV SAHOTA) એ 13 લેખકોમાં શામેલ છે, જેમનું પુસ્તકને 'ચાઇના રૂમ'માં આ વર્ષે બુકર પુરસ્કારના દાવેદારોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 40 વર્ષિય સહોતાના દાદા-દાદી 1960ના વર્ષમાં પંજાબમાંથી અહીં આવી ગયા હતા. સહોતાએ પહેલા પણ 'ધ ઇયર ઓફ ધ રનવેજ' માટે 2015માં બુકર પુરસ્કારના દાવેદારોમાં જગ્યા મેળવી હતી અને તેમને 2017માં સાહિત્ય માટે યૂરોપીય સંઘ પુરસ્કાર મળ્યો હતો.

આ પણ વાંચો- વાપીમાં રોફેલ MBA કોલેજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને એવોર્ડ આપી સન્માનિત કરાયા

જાપાની લેખક કાજુઓ ઇશિગુરો અને પુલિત્જર પુરસ્કાર વિજેતા રિચર્ડ પોવર્સ પ્રતિષ્ઠિત બુકર પુરસ્કારની દોડમાં શામેલ છે

તેમના ઉપન્યાસ 'ચાઇના રૂમ' ને બ્રિટિશ અથવા આયરલેન્ડમાં ઓક્ટોબર 2020 અને સપ્ટેમ્બર 2021 વચ્ચે પ્રકાશિત 158 ઉપન્યાસમાંથી સીલેક્ટ કરવામાં આવ્યા હતા. અંગ્રેજીમાં લખાયેલા અને બ્રિટેન અથવા આયરલેન્ડમાં પ્રકાશિત પુસ્તક માટે કોઇ પણ રાષ્ટ્રીયતાના લેખક આ પુરસ્કાર જીતવા પાત્ર છે. બુકર પુરસ્કારના પસંદગીકારોએ કહ્યું, 'ચાઇના રૂમ' એ બે કાળ અને બે મહાદ્વીપોને એક સાથે જોડતા પ્રવાસી અનુભવ પર આધારિત કહાનીનો એક જોરદાર વળાંક સાથે અમને પ્રભાવિત કર્યો. સહોતા ઉપરાંત નોબેલ પુરસ્કાર વિજેતા જાપાની લેખક કાજુઓ ઇશિગુરો અને પુલિત્જર પુરસ્કાર વિજેતા રિચર્ડ પોવર્સ પ્રતિષ્ઠિત બુકર પુરસ્કારની દોડમાં શામેલ છે.

ઇશિગુરોને આ પુરસ્કાર માટે ચોથીવાર નામાંકિત કરવામાં આવ્યા છે

2017માં સાહિત્ય માટે નોબલ પુરસ્કાર જીતનાર બ્રિટનના ઇશિગુરો પ્રેમ અને માનવતા પર આધારિત ઉપન્યાસ 'ક્લારા એન્ડ ધ સન' માટે 50,000 પાઉન્ડના બુકર પુરસ્કાર માટે મંગળવારે ઘોષિત દાવેદારોની લાંબી યાદીમાં જગ્યા બનાવવામાં કામયાબ રહ્યા છે. ઇશિગુરોને આ પુરસ્કાર માટે ચોથીવાર નામાંકિત કરવામાં આવ્યા છે. તેમને આ પહેલા 'ધ રીમેન્સ ઓફ ધ ડે' માટે 1989માં આ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

અમેરિકી લેખક પોવર્સને 'બિવિલ્ડમેંટ' માટે નામાંકિત કરવામાં આવ્યા છે

અમેરિકી લેખક પોવર્સને 'બિવિલ્ડમેંટ' માટે નામાંકિત કરવામાં આવ્યા છે. પોવર્સે 2019માં 'ધ ઓવરસ્ટોરી' માટે પુલિત્જર પુરસ્કાર મેળવ્યો હતો અને આ પુસ્તકે બુકર પુરસ્કારના અંતિમ દાવેદારોમાં પણ જગ્યા બનાવી હતી. આ વર્ષની યાદીમાં દક્ષિણ આફ્રિકાના ડૈમોન ગેલકટનો ઉપન્યાસ 'ધ પ્રોમિસ ', કનાડાઇ લેખક મેરી લોસનને 'ધ ટાઉન કોલ્ડ સોલેસ' માં જગ્યા મળી છે. બુકર પુરસ્કારની શરૂઆત 1969માં કરવામાં આવી હતી.

શ્રીલંકાઇ લેખક અનુક અરુદપ્રગસમની 'અ પેસેજ નોર્થ' પણ શામેલ છે

આ ઉપરાંત અમેરિકી પૈટ્રીશિયા લોકવુડે 'નો વન ઇઝ ટોકિંગ અબાઉટ ધીસ' અને તેમના તેમના દેશબંધન નાથન હેરિસને 'ધ સ્વીટનેસ ઓફ વોટર' માટેની સૂચિમાં સ્થાન મળ્યું. યાદીમાં અમેરિકી લેખક મૈગી શિપસ્ટેડની 'ગ્રેટ સર્કલ', બ્રિટાની ઉપન્યાસકાર ફ્રાંસિસ સ્પફર્ડની 'લાઇટ પરપેચુઅલ', બ્રિટાની-સોમાલિયાઇ લેખક નાદિફા મોહમ્મદની 'ધ ફોર્ચ્યૂન મેન', બ્રિટાની-કનાડાઇ લેખક રશેલ કસ્કની 'સેકન્ડ પ્લેસ', દક્ષિણ આફ્રિકી ઉપન્યાસકાર કારેન જેનિંગ્સની 'એન આઇલેન્ડ' અને શ્રીલંકાઇ લેખક અનુક અરુદપ્રગસમની 'અ પેસેજ નોર્થ' પણ શામેલ છે.

આ પણ વાંચો- Exclusive : બાળકો આપણી પ્રાથમિકતા કેમ નથી? આવું કેમ કહ્યું નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થીએ જુઓ

પુસ્તકની ઘોષણા 14 સપ્ટેમબરે કરવામાં આવશે

સૂચીમાં અંતિમ 6માં જગ્યા બનાવનારી પુસ્તકની ઘોષણા 14 સપ્ટેમબરે કરવામાં આવશે અને વિજેતાને 3 નવેમ્બરે લંડનમાં એક સમારોહ દરમિયાન પુરસ્કૃત કરવામાં આવશે. આ પહેલા 2020નો બુકર પુરસ્કાર સ્કોટિશ-અમેરિકી ડગલસ સ્ટુઅર્ટે પોતાના પ્રથમ ઉપન્યાસ 'શુગી બૈન ' માટે મેળવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details