ગુજરાત

gujarat

દક્ષિણી સમુદ્રમાં ચીને લડાકુ વિમાન તૈનાત કર્યા, વિયતનામે ભારતને ચેતવ્યું

By

Published : Aug 23, 2020, 11:31 AM IST

ભારત-ચીનની વચ્ચે તણાવભર્યો માહોલ છે, ત્યારે વિયતનામે પણ ચિંતા વ્યક્ત કરી છે. કહેવાઈ રહ્યું છે કે, ચીને વિયતનામ સાથે જોડાયેલી સરહદ નજીક દક્ષિણ ચીન સમુદ્રમાં લડાકુ વિમાન તૈનાત કરી દીધાં છે. આ અંગે ચિંતિત વિયતનામે ભારતને જાણકરી આપી છે. ભારતમાં વિયતનામનાં રાજદૂત ફેમ સન ચાઉએ આ જાણકારી ભારતીય વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાને એક મુલાકાત દરમિયાન જણાવી છે.

Vietnam briefs India over situation in South China Sea
દક્ષિણી સમુદ્રમાં ચીને લડાકુ વિમાન તૈનાત કર્યા, વિયતનામે ભારતને ચેતવ્યું

નવી દિલ્હીઃ ભારત-ચીનની વચ્ચે તણાવભર્યો માહોલ છે, ત્યારે વિયતનામે પણ ચિંતા વ્યક્ત કરી છે. કહેવાઈ રહ્યું છે કે, ચીને વિયતનામ સાથે જોડાયેલી સરહદ નજીક દક્ષિણ ચીન સમુદ્રમાં લડાકુ વિમાન તૈનાત કરી દીધાં છે. આ અંગે ચિંતિત વિયતનામે ભારતને જાણકરી આપી છે. ભારતમાં વિયતનામનાં રાજદૂત ફેમ સન ચાઉએ આ જાણકારી ભારતીય વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાને એક મુલાકાત દરમિયાન જણાવી છે.

હાલ ભારત-ચીનની વચ્ચે તણાવભર્યો માહોલ છે, ત્યારે વિયતનામની આ ચિંતા ભારત માટે માથાનો દુઃખાવો છે. કારણ કે, દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાના લડાકુ વિમાનથી ભારત પર હુમલો કરી શકે છે. જેથી વિયતનામની આ ચિંતા ભારત માટે વિચારવા લાયક છે. ભારતની દક્ષિણે હિંદ મહાસાગર છે, જેથી દક્ષિણ સમુદ્રમાં ચીન દ્વારા લડાકુ વિમાન તૈનાત કરવા ભારત માટે ખતરારૂપ સાબિત થઈ છે.

મળતી માહિતી મુજબ, એક બેઠકમાં વિયતનામના રાજદૂત અને ભારતીય વિદેશ સચિવ વચ્ચે દક્ષિણી ચીન સાગરમાં ચીનના કારણે પેદા થતી તણાવ ચર્ચા કરી હતી. વિયતનામે ભારત સાથે મજબૂત રણનીતિક ભાગીદારીને આગળ વધારવાની તૈયારી પણ દર્શાવી છે. આ અંગે ફેમ સન ચાઉએ જણાવ્યું કે, ચીને H6J બોમ્બરને વૂડી આઈલેન્ડ પર તૈનાત કરી રાખ્યું છે. જે વિવાદિત પૈરાસેલ દ્વીપોનો એક ભાગ છે, જેના પર ચીનની સેવા પીપલ્સ લિબરેશન આર્મીએ કબ્જો જમાવી રાખ્યો છે. ચીને આ દ્વીપ પર એટલા માટે તૈનાતી કરી રાખી છે. જેથી દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાની ગતિવિધિઓને રોકી શકાય.

વિયતનામે ભારતને કહ્યું કે, ચીન પોતાની હરકતોથી સમગ્ર વિસ્તારમાં વિવાદ ઉભો કર્યો છે. વિયતનામ ઈચ્છે છે કે, ભારતની સાથે તેના રણનીતિક સંબંધ વધુ મજબૂત બને, દક્ષિણી ચીન સાગરમાં તેલ અને ગેસ ભારત તરફથી ભાગીદારી ઈચ્છે છે. જેથી દક્ષિણ ચીન સાગરમાં ભારતના હસ્તક્ષેપથી ચીનને તકલીફ વધશે. મહત્વનું છે કે, આ અગાઉ પણ ભારતે વિયતનામને 100 મિલિયન ડોલર્સની પેટ્રોલ બોટ્સ ખરીદવામાં મદદ કરી હતી. આ બોટ્સ લાઈન ઓફ ક્રેડિટ્સ પર તૈનાતી માટે વિયતનામે ખરીદી હતી. ભારતે હનોઈ માટે 500 મિલિયન ડોલર્સના પેટ્રોલ બોટ્સ ખરીદવામાં મદદ કરવાનું વચણ પણ આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details