ગુજરાત

gujarat

Project K: પ્રભાસે 'પ્રોજેક્ટ કે'માં પોતાની ભૂમિકા વિશે ખુલાસો કર્યો, જાણો ફિલ્મનું નવું ટાઈટલ

By

Published : Jul 21, 2023, 11:41 AM IST

Updated : Jul 21, 2023, 3:45 PM IST

'પ્રોજેક્ટ કે'ના ફિલ્મ નર્માતાઓએ ફિલ્મ અંગેની માહિતી ગુપ્ત રાખી હતી. ચાહકોમાં ફિલ્મ જોવા માટેની જિગ્નાશા ખુબ જ વધી ગઈ છે. આખરે ફિલ્મ મેકર્સે સાન ડીએગો કોમિક કોન 2023માં ફિલ્મનું ટીઝર લોન્ચ કર્યું છે. આ દરમિયાન પ્રથમ વખત ફિલ્મના સ્ટાર પ્રભાસે પોતાના રોલ વિશે વાત કરી છે. પ્રભાસે ફિલ્મમાં પોતાની ભૂમિકા વિશે શું વાત કરી તે જાણવા માટે આગળ વાંચો.

Prabhas reveals interesting aspect of his character from Project K aka Kalki 2898 AD
Prabhas reveals interesting aspect of his character from Project K aka Kalki 2898 AD

હૈદરાબાદ: ફિલ્મ 'પ્રેજેક્ટ કે'ની ટીમે શુક્રવારે વહેલી સવારે સાન ડીએગો કોન ખાતે ફિલ્મની પ્રથમ ઝલક અને શીર્ષકનું લોન્ચિગ કર્યું છે. 'પ્રજેક્ટ કે', જેનું નામ હવે 'કલ્કી 2898 એડી' છે. સુપરહીરોની ભૂમિકામાં પ્રભાસની આ પ્રથમ ફિલ્મ હંશે. કોમિક-કોન 2023માં પ્રભાસે આગામી ફિલ્મના પ્રચાર કાર્યક્રમમાં પોતાની ભૂમિકા અંગે ખુલાસો કર્યો છે.

પ્રભાસે કર્યો ખુલાસો: મીડિયા સાથેના ઈન્ટરવ્યુમાં વાત કરતા બાહુબલી સ્ટારે ખુલાસો કર્યો કે, ''પ્રેજેક્ટ કે ફિલ્મમાં મારું પાત્ર રમુજી છે.' SDCC 2023માં 'પ્રેજેક્ટ કે'માં તેમની ભૂમિકા વિશે વાત કરતા કહ્યું કે, 'ફિલ્મમાં મારી ભૂમિકા સુપરહીરોની છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે, તે ખરેખર રમુજી છે.' નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત ફિલ્મનુ ટીઝર 1 મિનિટ અને 16 સેકન્ડનું છે.

પ્રભાસ સુપરહીરોની ભૂમિકામાં: ટ્વિટર પર એક ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં 43 વર્ષીય અભિનેતાએ 'કલ્કિ 2898 એડી'ના નિર્દેશક નાગ અશ્વિનની પણ પ્રશંસા કરી છે. પ્રભાસે કહ્યું કે, 'હું સુપરહીરોની ભૂમિકા ભજવતો હોવા છતાં, પાત્રમાં મારા માટે એક રમુજી લક્ષણ છે અને તે ખરેખર ફિલ્મમાં એકમાત્ર રમુજી વ્યક્તિ છે.' આગળ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 'નાગ અશ્વિન દ્વારા સંચાલિત સાય-ફાઈ ડ્રામા તેન મુળમાં શુદ્ધ લાગણીઓ ધરાવે છે.'

ફિલ્મના કાલકાર: અશ્વિને ભાવિ તત્ત્વોને વાર્તા કહેવા અને સ્પેલબાઈન્ડિગ વિઝ્યુઅલ્સ સાથે મિશ્રિત કરી ને એક ઈમર્સિવ સિનેમેટિક અનુભવ પ્રદાન કરવાનાો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મ લગભગ 600 કરોડ રુપિયામાં બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રભાસ સહિત અમિતાભ બચ્ચન, કમલ હાસન, દીપિકા પાદુકોણ અને દીશા પટની સામેલ છે. પ્રભાસની ફિલ્મ તારીખ 12 જાન્યુઆરી 2024માં સિનેમાઘરોમાં જોવા મળશે.

  1. Manipur Violence: આ સેલેબ્સે મણિપુરમાં 2 મહિલાઓની છેડતી પર આપી પ્રતિક્રિયા, ઉર્મિલા માતોંડકરનું ટ્વિટ 'હું ડરી ગઈ છું'
  2. Filmfare MoU : જાન્યુઆરી 2024માં ગુજરાતમાં યોજાશે ફિલ્મ ફેર એવોર્ડઝ, સરકારનું આવું છે આયોજન
  3. 3 Ekka trailer: મલ્હાર ઠાકર-યશ સોની સ્ટારર '3 એક્કા'નું ટ્રેલર આઉટ, ફિલ્મ 18 ઓગસ્ટે રિલઝ થશે
Last Updated : Jul 21, 2023, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details