ગુજરાત

gujarat

Hu aneTu New Release Date: 'હું અને તું' ગુજરાતી ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ, નવી તારીખ જાહેર

By

Published : Aug 20, 2023, 11:35 AM IST

ઢોલિવુડ અભિનેતા અને હાસ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ફિલ્મ 'હું અને તું' ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ તવાની તૈયારીમાં છે. ત્યારે હવે આ ફિલ્મની રિલીઝ ડેટ મોકુફ રાખવામાં આવી છે અને નવી રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાણવા માટે આગળ વાંચો.

'હું અને તું' ગુજરાતી ફિલ્મની રિલીઝ ડેટ મોકુફ, નવી તારીખ જાહેર
'હું અને તું' ગુજરાતી ફિલ્મની રિલીઝ ડેટ મોકુફ, નવી તારીખ જાહેર

અમદાવાદ: ઢોલિવુડ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા અને પુજા જોશી અભિનીત ફિલ્મ 'હું અને તું'ની નવી રિલીઝ ડેટ આવી સામે. અગાઉ ફિલ્મ તારીખ 30 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ હાલમાં ફિલ્મની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. રિલીઝ ટેડ અંગેની માહિતી ફિલ્મની અભિનેત્રી પુજા જોશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો સાથે શેર કરી છે.

ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર: પુજા જોશીએ પોતાની આગામી ફિલ્મ 'હું અને તું' ની નવી રિલીઝ ડેટની સાથે આકર્ષક અને સુંદર તસવીર પણ શેર કરી છે. અભિનેત્રીએ 4 અદભૂત તસવીર ઈન્સાગ્રામ પર શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''15 સપ્ટેમ્બર, વેટિંગ ફોર યુ.'' આ તસવીરમાં પુજા જોશીએ એક ડ્રેસમાં એક કરતા વધુ પોઝ આપ્યા છે. અભિનેત્રીએ ઓરેન્જ સ્મોકેડ કોટોન ડ્રેસમા પરી જેવી લાગી રહી છે.

સિદ્ધાર્થ રાંદેરિયાની પોસ્ટ: પોનોરમા સ્ટુડિયો અને સિદ્ધાર્થ રાંદેરિયા દ્વારા પણ એક સુંદર પોસ્ટ શેર કરવામાં આવી છે. આ પોસ્ટ સાથે નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે. પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''કૃપા કરીને જનૈયાઓ ધ્યાન આપે. 'હું અને તું' નું નવું શુભ મુહૂર્ત તારીખ 15 સપ્ટેમ્બર 2023 છે. બાપ-દીકરાના લગ્નનાં હાસ્યની ધમાચકડી અને ફુલ ઓન એન્ટરટેન્મેન્ટ માટે થઈ જાઓ તૈયાર.''

ફિલ્મની સ્ટાર કાસ્ટ: 'હું અને તું' મનન સાગર દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, સિદ્ધાર્થ રાંદેરિયા ઉપરાંત સોનાલી દેસાઈ, પરીક્ષિત તામલિયા, પુજા જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. 'હું અને તું' ગુજરાતી ફિલ્મની તારીખ 30 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી. પરંતુ હાલમાં નિર્મતાઓએ આ ફિલ્મની રિલીઝ ડેટ 15 સપ્ટેમ્બર જાહેર કરી છે.

  1. Gadar 2 300 Cr: 'ગદર 2' ફિલ્મે 300 કરોડના ક્લબમાં કર્યો પ્રવેશ, સની દેઓલ-અમિષા પટેલે કરી ઉજવણી
  2. Rajinikanth Video: અભિનેતા રજનીકાંતે CM યોગીના ચરણ સ્પર્શ કર્યા
  3. Hema Malini Watched Gadar 2: ડ્રીમ ગર્લ એક્ટ્રેસ હેમા માલિનીએ જોઈ 'ગદર 2', સની દેઓલના કર્યા વખાણ

ABOUT THE AUTHOR

...view details