ETV Bharat / entertainment

Gadar 2 300 Cr: 'ગદર 2' ફિલ્મે 300 કરોડના ક્લબમાં કર્યો પ્રવેશ, સની દેઓલ-અમિષા પટેલે કરી ઉજવણી

author img

By

Published : Aug 19, 2023, 3:09 PM IST

સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2'એ બોક્સ ઓફિસ પર હાહાકાર મચાવ્યો છે. આ ફિલ્મની ચર્ચા ચોતરફ થઈ રહી છે. આ ફિલ્મે 8માં દિવસે બોક્સ ઓફિસ પર 300 રુપિયાથી પણ વધુની કમાણી કરી છે. આ સાથે ફિલ્મના કલાકારો ઉજવણી કરી રહ્યાં છે, જુઓ વીડિયો.

'ગદર 2' ફિલ્મે 300 કરોડના ક્લબમાં કર્યો પ્રવેશ, સની દેઓલ-અમિષા પટેલે કરી ઉજવણી
'ગદર 2' ફિલ્મે 300 કરોડના ક્લબમાં કર્યો પ્રવેશ, સની દેઓલ-અમિષા પટેલે કરી ઉજવણી

હૈદરાબાદ: ફિલ્મ'ગદર 2'એ બોક્સ ઓફિસ પર આઠમાં દિવસે 20 કરોડનુ કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 300 કરોડ રુપિયા થઈ ગયું છે. તારીખ 11 ઓગસ્ટના રોજ થિયેટરોમાં રિલીઝ થેયેલી ફિલ્મે એક સપ્તાહમાં લગભગ 283 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે 300 કરોડના ક્લબમાં પ્રવેશ કર્યો હોવાના લીધે ઢોલ નગારા સાથે ઉજવણી કરી છે.

300 કરોડ ક્લબમાં પ્રવેશવાની ખુશીમાં ઉજવણી: એવું કહેવામાં આવી રહ્યું છે કે, 'ગદર 2' શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'ના સ્થાનિક બોકસ ઓફિસ કલેક્શનનો રેકોર્ડ તોડશે. આ દરમિયાન ફિલ્મ નર્મતાઓ બોક્સ ઓફિસ કલેક્શનથી ખુબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન નિર્માતાઓ ફિલ્મ 300 કરોડ ક્લબમાં પ્રવેશ કરવાની ખુશીમાં ધમાકેદાર ઉજવણી કરી રહ્યાં છે. ફિલ્મ 'ગદર 2'એ આઠમાં દિવસે બોક્સ ઓફિસ પર 20.50 કોરડનું કલેક્શન કર્યું હતું. આ સાથે ફિલ્મનું કુલ કલેકશન 305.13 કરોડ રુપિયા થઈ ગયું છે. આ ફિલ્મે એક સપ્તાહમાં લગભગ બોક્સ ઓફિસ પર લગભગ 283 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો.

ગદર 2નો જાદુ બીજા સપ્તાહમાં યથાવત: હવે આ ફિલ્મ તેના બીજા સપ્તાહમાં પ્રવેશી ચૂકી છે. આ ફિલ્મ ફરીથી બીજા શનિવાર અને રવિવારના રોજ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરતી જોવા મળશે. અભિષેક બચ્ચન અને સૈયામી ખેર સ્ટારર ફિલ્મ ઘૂમર પણ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ઘૂમર તારીખ 18 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, પરંતુ દર્શકોને આકર્ષિત કરવામાં સફળ થઈ નથી.

  1. Jailer Screening: UPના ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મૌર્ય આજે રજનીકાંત સાથે 'જેલર' સ્ક્રીનિંગમાં હાજરી આપશે
  2. Amit Bhatt Birthday: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના જાણીતા કલાકાર ચંપક ચાચાજીનો આજે જન્મદિવસ
  3. Bollywood Box Office: 'ગદર 2'ની 300 કરોડના ક્લબમાં એન્ટ્રી, 'omg 2' 100 કરોડની નજીક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.