ગુજરાત

gujarat

New Insta Post: રશ્મિકા મંદન્ના-દેવરકોન્ડાની તસવીર થઈ વાયરલ, યુઝર્સોએ કરી કોમેન્ટ

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 2:16 PM IST

રશ્મિકા મંદન્નાની તાજેતરની ઈન્સ્ટાગ્રામ પોસ્ટે વિજય દેવરકોન્ડા સાથેના તેમના સંબંધો વિશે અફવાઓ ફરી શરુ કરી છે. આ તસવીરો ઓનલાઈન સામે આવી છે, જેનાથી ચાહકો તેમના અફવાવાળા સંબંધો વિશે ઉત્સાહિત થઈ ગયા છે.

રશ્મિકા મંદન્ના-દેવરકોન્ડાની તસવીર થઈ વાયરલ, યુઝર્સોએ કરી કોમેન્ટ
રશ્મિકા મંદન્ના-દેવરકોન્ડાની તસવીર થઈ વાયરલ, યુઝર્સોએ કરી કોમેન્ટ

હૈદરાબાદ: અભિનેત્રી રશ્મિકા મંદન્ના અને વિજય દેવરકોન્ડાએ ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ પ્રિય અને લોકપ્રિય રુમર્ડ કપલમાંથી એક છે. મંગળવારે રશ્મિકાએ કેટલીક તસવીરો શેર કરી હતી. વિજય સાથેની અફવાઓ ફરી પાછી શરુ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાહકોના એકાઉન્ટ્સ પર ઘણી તસવીર શેર કરવામાં આવી હતી. થોડી વારમાં આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.

રશ્મિકા મંદન્ના નવી ઇન્સ્ટા પોસ્ટ: રશ્મિકાના ચાહકો દ્વારા શેર કરવામાં આવેલી તસવીર પરથી લાગે છ કે, અભિનેત્રી વિજય સાથે લિવ ઈન છે. રેડ્ડીટ પરની એક પોસ્ટ મુજબ, રશ્મિકાની સૌથી તાજેતરની ઈન્સ્ટાગ્રામ તસવીર હૈદરાબાદમાં વિજયના ઘરની ટેરેસ પર લેવામાં આવી હતી. ચિત્રમાં રશ્મિકા તેમની સાથે જોવા મળે છે. અભિનેત્રી યલો સાડીમાં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીર વિજયની એક પોસ્ટ સાથે એકદમ મળતી આવે છે, જેના પર ચાહકોનું ધ્યાન ગયું હતું.

યુઝર્સોએ કરી કોમેન્ટ: X એકાઉન્ટ જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું, જેના પર એક પ્રશંસકે વિજય અને રશ્મિકાની તસવીરો શેર કરી હતી. શેર કરવામાં આવેલી તસવીરમાં વિજય અને રશ્મિકાની એક તસવીર મળતી આવે છે. આ કપલની તસવીર વિજયના બંગલાના ટેરેસ ગાર્ડનની છે. તસવીરો શેર થયા બાદ સોશિયલ મીડિયા પર એક યુઝરે કોમેન્ટ કરી છે કે, ''આ ટેરેસ્ટ ક્યાંક સોનેરી લાગે છે.'' અન્ય એકે લખ્યું છે કે, ''મને ખાતરી હતી કે, તેઓ ફક્ત મિત્રો જ છે. પરંતુ તાજેતરની તસવીરો જોતા રશ્મિકા વિજય એક સાથે હોય એવું લાગે છે.''

રશ્મિકા-વિજયની મિત્રતા ક્યારથી થઈ: રશ્મિકા અને વિજય અવારનવાર તેમના સંબંધોની અફવાઓને કારણે હેડલાઈન્સમાં આવે છે. તેઓ ગીત ગોવિંદમ અને ડિયર કોમરેડ જેવી ફિલ્મોમાં સહ-અભિનેતા હતા. ત્યારથી તેમની નિર્વિવાદ કેમિસ્ટ્રી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. બંનેએ સંબંધોના દાવાઓને નકારી કાઢ્યા હોવા છતાં અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેઓ માત્ર સારા મિત્રો છે. તેઓ મોટાભાગે એરપોર્ટ, ડેટ નાઈટ અને જુદા જુદા પ્રસંગોએ જોવા મળે છે.

  1. Dharmendra Jawan: 'જવાન'ની રિલીઝ પહેલા ધર્મેન્દ્રએ શાહરુખ ખાન પર પ્રેમ વરસાવ્યો, જુઓ અહીં તસવીર
  2. Rakesh Roshan Birthday: રિતિક રોશનના પિતા રાકેશ રોશનનો 74મો જન્મદિવસ, જાણો નિર્દેશક સાથે જોડાયેલી ખાસ વાતો
  3. Jawan Advance Booking: શાહરુખ ખાનની 'જવાન' ફિલ્મે બનાવ્યો નવો રેકોર્ડ, 7 લાખથી વધુ ટિકિટો વેચાઈ

ABOUT THE AUTHOR

...view details