ગુજરાત

gujarat

House Caught fire: પૂનમ પાંડેના ઘરમાં લાગી ભિષણ આગ, પાલતુ કુતરો બચી ગયો

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2023, 12:33 PM IST

બોલિવુડ એક્ટ્રેસ પૂનમ પાંડેના ઘરમાં અચાનક આગ ફાટી નિકળી હતી. આગ લાગી ત્યારે અભિનેત્રી ઘરે ન હતી. આગ લાગી ત્યારે તેમનો પાલતુ કુતરો સીઝર ઘરમાં હતો. પરંતુ ઘરના સ્ટાફે તેને બચાવી લીધો હતો. તેમણે પોતાના ઈન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો અને તસવીર પણ શેર કરી છે.

પૂનમ પાંડેના ઘરમાં લાગી ભિષણ આગ, પાલતુ કુતરો બચી ગયો
પૂનમ પાંડેના ઘરમાં લાગી ભિષણ આગ, પાલતુ કુતરો બચી ગયો

મુંબઈ:બોલિવુડ એક્ટ્રેસ પૂનમ પાંડેના ઘરમાં આગ લાગી હતી. આ સમાચાર બાદથી પૂનમના ચાહકો જાંણવા માંગે છે કે તે ઠીક છે કે નહીં. અભિનેત્રી પૂનમના ઘરે આગ લાગી હતી, ત્યારે તેમનો પાલતુ કુતરો સીઝર ત્યાં હતો. સીઝર મોટા અકસ્માતમાંથી બચી ગયો છે. સીઝરના ઘરના સ્ટાફે બચાવી લીધો હતો. અભિનેત્રીના ઘરમાં લાગેલી આગનો વીડિયો વાયરલ ભયાણી દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

પૂનમ પાંડેના ઘરમાં અચાનક આગ લાગી: વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આગને કારણે અભિનેત્રીનું ઘર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ લાગવાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. જો પૂનમ પાંડેની વાત કરીએ તો તે બોલિવુડની જાણીતી અભિનેત્રી છે. આ સિવાય તે એક મોડલ પણ રહી ચુકી છે. પૂનમ પાંડેની બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી વર્ષ 2013માં ફિલ્મ 'નશા'થી થઈ હતી.

અભિનેત્રીના શો અને ફિલ્મ પર એક નજર: બોલિવુ સિવાય અભિનેત્રીએ સાઉથ અને ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમની ફિલ્મોની વાત કરીએ તો, તે 'ધ જર્ની ઓફ કર્મ', 'માલિની એન્ડ કંપની', 'આ ગયા હીરો', 'લવ ઈઝ પોયઝન' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત અભિનેત્રી રિયલિટી શોમાં પણ જોવા મળી છે. વર્ષ 2011માં તે ખતરો કે ખિલાડી સીઝન 4માં પણ જોવા મળી હતી. આ સિવાય તે લોક અપમાં પણ જોવા મળી હતી.

પૂનમ પાંડેના ઘરમાં લાગી ભિષણ આગ, પાલતુ કુતરો બચી ગયો
પૂનમ પાંડેના ઘરમાં લાગી ભિષણ આગ, પાલતુ કુતરો બચી ગયો
  1. Tollywood Drug Case: 3 નાઈજિરિયન નાર્કોટિક્સ પેડલર, ફિલ્મ ડાયરેક્ટર સહિત 5 ડ્રગ યુઝરની હૈદરાબાદમાં ધરપકડ
  2. Jawan Success Meet: 'જવાન' સક્સેસ મિટમાં કિંગ ખાન સાથે તમામ સ્ટાર્સે કર્યો ધમાકેદાર ડાન્સ, ચાહકો થાય મંત્રમુગ્ધ
  3. Jawan Success Meet: દીપિકાએ કિંગ ખાનને કરી કિસ, પછી પતિ રણવીર સિંહની આવી કોમેન્ટ

ABOUT THE AUTHOR

...view details