ETV Bharat / entertainment

Jawan Success Meet: દીપિકાએ કિંગ ખાનને કરી કિસ, પછી પતિ રણવીર સિંહની આવી કોમેન્ટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2023, 10:47 AM IST

બોલિવુડના કિંગ ખાનની 'જવાને' બોક્સ ઓફિસ પર સફળતાના નવા રેકોર્ડ બનાવ્યા છે. આ ઉજવણીના કારણે તારીખ 15મી સપ્ટેમ્બરની સાંજના કાર્યક્રમનું નામ 'જવાન સક્સેસ મિટ' રાખવામાં આવ્યું હતું. જેમાં 'જવાન'ના તમામ સ્ટાર્સે પોતાની હજરી નોંધાવી હતી. 'જવાન'માં પોતાના શાનદાર કેમિયોથી લાઈલાઈટમાં રહેનારી દીપિકા પાદુકોણે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે સ્ટેજ પર શાનદાર પરફોર્મન્સ કર્યું હતું. 'જવાન' સક્સેસ મિટ દરમિયાનની કેટલીક સુંદર તસવીરો દીપિકા પાદુકોણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

દીપિકાએ કિંગ ખાનને કરી કિસ, પછી પતિ રણવીર સિંહની આવી કોમેન્ટ
દીપિકાએ કિંગ ખાનને કરી કિસ, પછી પતિ રણવીર સિંહની આવી કોમેન્ટ

મુંબઈ: બોલિવુડના બેતાજ બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. તારીખ 7 સપ્ટેમ્બરના રોજ વૈશ્વિક સ્તરે બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી ફિલ્મે જોરદાર કમાણી કરી છે. રિલીઝના 7 દિવસમાં જ ફિલ્મે 600 કરોડનો આકડો પાર કરી લીધો હતો. આ સફળતાની ઉજવણી કરવા માટે 'જવાન'ના નિર્માતાઓએ YRF સ્ટુડિયો, મુંબઈ ખાતે એક 'જવાન' સક્સેસ મિટનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 'જવાન'ના તમામ કલાકારોએ ભાગ લીધો હતો. સક્સેસ મિટમાં શાહરુખ ખાનના લુકથી લઈને દરેકના પર્ફોર્મન્સની ખૂબ જ ચર્ચા થઈ હતી. ફિલ્મમાં સ્પેશિયલ કેમિયો કરનાર અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ તેમના સુંદર સાડી લુકમાં સૌને આકર્ષિત કર્યા હતા.

દીપિકાએ કિંગ ખાનને કરી કીસ, પછી પતિ રણવીર સિંહની આવી કોમેન્ટ
દીપિકાએ કિંગ ખાનને કરી કીસ, પછી પતિ રણવીર સિંહની આવી કોમેન્ટ

દીપિકાએ જવાન સક્સેસ મિટની તસવીર પોસ્ટ કરી: 'જવાન'ની સક્સેસ મિટમાં દીપિકાએ વ્હાઈટ સાડી પહેરી હતી. આ ઈવેન્ટમાં શાહરુખ ખાનની હેરસ્ટાઈલ આકર્ષણનું કેન્દ્ર બની હતી. દીપિકાએ પોતાના ઈવેન્ટ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીર જોઈ ચાહકો ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. પોતાની તસવીર સાથે દીપિકાએ શાહરુખ ખાન સાથેની એક તસવીર પણ શેર કરી હતી. આ તસવીરમાં દીપિકા શાહરુખ ખાનને કિસ કરતી જોવા મળી રહી છે. તસવીરની સાથે દીપિકાએ કેપ્શનમાં લખ્યું છે કે, ''It’s the last one for me.'' દીપિકા પાદુકોણ અને શાહરુખની આ તસવીર પર ચાહકો ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. એક ચાહકે કોમેન્ટ કરી છે કે, ''Queen and King'', બીજાએ લખ્યું છે કે, ''Oh wow, love so much Depuuuu'', ત્રીજાએ લખ્યું, ''king and queen of Bollywood''.

રણવીરે કરી ક્યૂટ કોમેન્ટ: ફેન્સની સાથે દીપિકાના પતિ અને એક્ટર રણવીર સિંહે પણ દીપિકાની આ તસવીર પર ક્યૂટ કોમેન્ટ કરી છે. તેમણે લખ્યું, ''ઈશ્ક મેં દિલ બના હૈ, ઈશ્ક મેં દિલ ફના હૈ.'' 'જવાન સક્સેસ મિટ'માં શાહરુખ ખાનની સાથે ફિલ્મના અન્ય સ્ટાર્સ સાન્યા મલ્હોત્રા, રિદ્ધી ડોગરા, સુનીલ ગ્રોવર, દીપિકા પાદુકોણ અને ડાયરેક્ટર એટલીએ પણ ડાન્સ કર્યો હતો. 'જવાન' ફિલ્મની ટીમે સ્ટેજ પર શાનદાર ડાન્સ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા.

  1. India Vs Bharat Controversy: 'ઈન્ડિયા કે ભારત' ચર્ચા પર અનુરાગ કશ્યપે કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું ?
  2. Tollywood Drug Case: 3 નાઈજિરિયન નાર્કોટિક્સ પેડલર, ફિલ્મ ડાયરેક્ટર સહિત 5 ડ્રગ યુઝરની હૈદરાબાદમાં ધરપકડ
  3. Jawan Success Meet: 'જવાન' સક્સેસ મિટમાં કિંગ ખાન સાથે તમામ સ્ટાર્સે કર્યો ધમાકેદાર ડાન્સ, ચાહકો થાય મંત્રમુગ્ધ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.