ગુજરાત

gujarat

હોંશે હોંશે મતદાન કરવા પહોંચેલી મહિલાનું મતદાન બીજું કોઈ કરી ગયું... !

By

Published : May 12, 2019, 4:51 PM IST

આણંદ: સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં પણ 23 એપ્રિલે લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું. અહીં તમામ 26 સીટ પર મતદાન થયું હતું પણ આણંદની સોજીત્રા વિધાનસભામાં આવતા ધર્મજ મતદાન મથક પર થયેલી ગરબડીને ધ્યાને રાખી આજે આ મતદાન કેન્દ્ર પર ફરી વાર મતદાન થઈ રહ્યું છે. અહીં લોકોમાં ફરી વખત પણ મતદાન કરવામાં સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યા છે. પણ અહીં એક એવી ઘટના સામે આવી છે જેના પર તંત્ર અને ચૂંટણી પંચ બંને પર સવાલો ઊભા થઈ રહ્યા છે.

spot

આણંદ લોકસભામાં આવતી 112 સોજીત્રા વિધાનસભાના 8 ધર્મજના 239 બૂથ પર ચૂંટણી પંચ દ્વારા પુનઃ મતદાન કરવાનો આદેશ કર્યો હતો, જેને લઈ આજે વહેલી સવારથી ધર્મજમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પુનઃ મતદાન યોજાયું હતું.

હોંશે હોંશે મતદાન કરવા પહોંચેલી મહિલાનું મતદાન બીજું કોઈ કરી ગયું

આજે વહેલી સવારથી જ મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પરંતુ તંત્રની બેદરકારી પુનઃ જોવા મળી છે. અહીં એક મહિલા જ્યારે વોટ આપવા આવ્યા ત્યારે મતદાન સહાય કેન્દ્ર પરથી તેમનું મતદાન થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આ મહિલાએ જણાવ્યું ત્યારે જાણ થઈ કે, તેમના નામનું મતદાન તો અગાઉ કોઈ કરી ગયું છે.

આ ઘટનાને લઈ ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ, અપક્ષ ઉમેદવાર અને કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાન્ય હોબાળો માચાવવામાં આવ્યો હતો અને મહિલા સાથે ન્યાય થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ અંગે વધુ તપાસ કરતા મતદાન સહાયતા કેન્દ્ર પર બે સરખા નામ હોવાના કારણે આવી ભૂલ થઈ હોય તેવું જાણમાં આવતા મહિલાને મતદાન કરવાની મંજૂરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details