ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલની વરણી

author img

By

Published : Dec 14, 2022, 6:52 PM IST

ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલની વરણી

ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે યોગેશ પટેલની વરણી(Yogesh Patel became Protem Speaker) કરવામાં આવી છે. 19 અને 20 ડિસેમ્બરે વિધાનસભાનું સત્ર મળશે. 19 ડિસેમ્બરે તમામ નવા ધારાસભ્યો શપથ લેશે.(All new MLAs will take oath 19 December) 20 ડિસેમ્બરે નવા સ્પીકરની નિમણુક થશે.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં બાદ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર બની ગઈ છે, જેના ભાગરૂપે વિધાનસભાના પ્રોટેમ સ્પીકર તરીકે (Yogesh Patel became Protem Speaker) વડોદરાની માંજલપુર સીટના વિજેતા ઉમેદવાર યોગેશ પટેલની વરણી(Yogesh Patel win manjalpur seat) કરવામાં આવી છે. નવા સ્પીકરની વરણી ન થાય ત્યાં સુધી વર્તમાન અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્ય 20 ડિસેમ્બર સુધી તેમના પદ પર યથાવત્ રહેશે. 19 ડિસેમ્બરે તમામ નવા ધારાસભ્યો શપથ લેશે.(All new MLAs will take oath 19 December) 20 ડિસેમ્બરે નવા સ્પીકરની નિમણુક થશે.

કોણ છે યોગેશ પટેલ:

ભાજપ દ્વારા વડોદરાની માંજલપુર બેઠક પર 8મી વખતના ધારાસભ્ય યોગેશ પટેલને રિપીટ(Yogesh Patel win Manjalpur seat) કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમનો 1 લાખ કરતાં વધુ મતથી વિજય થયો હતો. યોગેશ પટેલ વિદ્યાર્થીકાળથી જ તોફાની અને આંદોલનકારી હતા. જ્યાં સુધી તેઓ આંદોલનમાં જીત ન મળે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખતા હતા. દૂધના આંદોલન સમયે તેઓ સખત દાઝી ગયા હતા. મરણપથારીએ હતા. એ સમયે સાવલીના સ્વામીજીએ મોકલેલા જ્યૂસની એક ચમચી પીધા બાદ તેઓ 15 મિનિટમાં મરણપથારીમાંથી ઊભા થઈ ગયા હતા.

આ પણ વાંચો- સત્તા સંભાળ્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલની અમદાવાદને સૌપ્રથમ ભેટ

વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના નેજા હેઠળ આંદોલન કર્યા બાદ યોગેશ પટેલે વડોદરા વિકાસ મંચ જેવા વિવિધ પક્ષોની રચના કરી હતી. આ પક્ષોના નેજા હેઠળ વડોદરા કોર્પોરેશનની ત્રણ વખત ચૂંટણી લડ્યા હતા, પરંતુ ત્રણે વખત તેમનો પરાજય થયો હતો. દરમિયાન દેશના વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી હતા. ત્યારે વી.પી. સિંહ તેમનાથી છૂટા પડ્યા હતા અને જનતા પાર્ટી બનાવી હતી. એ પાર્ટીમાં જોડાયા હતા. 1990માં આવેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ રાવપુરા બેઠક પરથી પ્રથમ ચૂંટણી લડ્યા હતા અને જીતી આવ્યા હતા.

શું હોય છે પ્રોટેમ સ્પીકરનો રોલ?

જો આખી વિધાનસભાની ચૂંટણી થઈ હોય તો પહેલી બેઠકમાં વિજેતા ઉમેદવાર સભાના સંચાલન માટે એક વ્યક્તિની વરણી કરે છે, જેને પ્રોટેમ સ્પીકર કહેવામાં આવે છે, જેઓ વિજેતા ઉમેદવારને ધારાસભ્ય પદના શપથ લેવડાવે છે. પેટાચૂંટણીમાં આ કામ વિધાનસભા અધ્યક્ષના ફાળે આવે છે. શપથ બાદ વિધાનસભા સચિવાલયના દસ્તાવેજ પર સહી કરતાં જ જે-તે વ્યક્તિ સત્તાવાર રીતે ધારાસભ્ય બને છે. જ્યાં સુધી કોઈ વિજેતા ઉમેદવાર શપથ ન લે ત્યાં સુધી તેને ધારાસભ્ય તરીકેના લાભ મળતા નથી. વિધાનસભામાં પ્રોટેમ સ્પીકરનો રોલ સોગંદવિધિ માટે હોય છે. પ્રોટેમ સ્પીકર ધારાસભ્યોને તેમના ધારાસભ્યપદ માટે સોગંધ લેવડાવે છે તેમજ મળનારા સત્રમાં રાજ્યપાલનું સંબોધન પણ તેમના અધ્યક્ષસ્થાને જ થાય છે. આ ઉપરાંત નવા સ્પીકરની વરણી પણ તેમના વડપણ હેઠળ જ થાય છે. ચૂંટણી બાદ જેવા નવા અધ્યક્ષ ચૂંટાય કે પ્રોટેમ સ્પીકર તેમની જગ્યા ખાલી કરી નવા અધ્યક્ષને સોંપે છે.

આ પણ વાંચો- સત્તા સંભાળ્યા બાદ CM ભૂપેન્દ્ર પટેલની અમદાવાદને સૌપ્રથમ ભેટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.