ગુજરાત

gujarat

દાઉદ ગૅંગનો કુખ્યાત સલીમ ફ્રુટ ઝડપાયો, મોટા ટાર્ગેટ માટેની હતી તૈયારી

By

Published : Aug 5, 2022, 5:55 PM IST

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગુરુવારે તેના સભ્ય સલીમ કુરેશી ઉર્ફે 'સલિમ ફ્રુટ'ની (Salim Fruit Arrested From Mumbai) આતંકવાદી ગતિવિધિઓમાં દાઉદ ઈબ્રાહિમ ગેંગને (Dawood Ibrahim group Gang) મદદ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. દાઉદ ઈબ્રાહિમ ગૅંગને લઈ ફરી કોઈ ક્નેક્શન સામે આવતા ફરી કોઈ શંકાના દાયરામાં આવે એવા એંધાણ મળી રહ્યા છે.

દાઉદ ગૅંગનો કુખ્યાત સલીમ ફ્રુટ ઝડપાયો, મોટા ટાર્ગેટ માટેની હતી તૈયારી
દાઉદ ગૅંગનો કુખ્યાત સલીમ ફ્રુટ ઝડપાયો, મોટા ટાર્ગેટ માટેની હતી તૈયારી

મુંબઈ: ગુરુવારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તેના સભ્ય સલીમ કુરેશી (Salim Fruit Arrested From Mumbai) ઉર્ફે 'સલિમ ફ્રૂટ'ની આતંકવાદી પ્રવૃત્તિઓમાં મદદ કરવાના મુદ્દે ધરપકડ કરી છે. આ કેસ સંબંધીત NIAએ એક યાદીમાં કહ્યું કે, ભાગેડુ કુરેશી ગેંગસ્ટર છોટા શકીલનો નજીકનો સહયોગી છે. એજન્સીએ દાવો કર્યો હતો કે કુરેશીએ "ડી કંપનીની (Dawood Ibrahim group Gang) આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે ભંડોળ (Dawood Ibrahim in Mumbai Fund) એકત્ર કરવા માટે પ્રોપર્ટી ડીલ અને વિવાદના સમાધાન દ્વારા શકીલના નામે મોટી રકમની ઉચાપત કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી".

આ પણ વાંચો: કેનેડાએ મોસ્ટ વોન્ટેડ લિસ્ટ કર્યુ જાહેર, જાણો ભારતમાંથી કોનો થયો સમાવેશ

ઈનપુટ હતા:તારીખ 3 ફેબ્રુઆરીના રોજ, NIAને એવી સૂચના મળી હતી કે દાઉદ ઇબ્રાહિમ આતંકવાદી ભંડોળ એકત્ર કરી રહ્યો છે. લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ કાયદા સાથે કામ કરી રહ્યો છે, ભારતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે નજીકના સહયોગીઓ થકી નિયંત્રણ કરી રહ્યો છે. આ વર્ષે તારીખ 3 ફેબ્રુઆરીએ આતંકવાદીઓ અને ગુનાહીત ગતિવિધિઓ સંબંધિત કેસ નોંધવામાં આવ્યો હતો. NIAએ આ કેસ સંબંધીત દરોડા પાડીને પગલાં લીધા છે. ખાસ કરીને દાઉદ ઈબ્રાહિમ ક્નેક્શનને લઈને ઊંડી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: હત્યાના કેસમાં કોર્ટે 19 મહિલાઓને આજીવન કેદની સજા ફટકારી

આવો પણ આરોપ: 90ના દાયકામાં ફરાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલા લોકો મની લોન્ડરિંગમાં સામેલ હોવાનો આરોપ છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીને અંડરવર્લ્ડના પંજાબ કનેક્શનની માહિતી મળી હતી. પંજાબમાં અસ્થિરતા ફેલાવવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અંડરવર્લ્ડનો સહારો લઈ રહી હોવાનું બહાર આવ્યું હતું. આ દરમિયાન મળતી માહિતી મુજબ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકો મુંબઈથી પંજાબમાં મોટી માત્રામાં પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details