કેનેડાએ મોસ્ટ વોન્ટેડ લિસ્ટ કર્યુ જાહેર, જાણો ભારતમાંથી કોનો થયો સમાવેશ

author img

By

Published : Aug 4, 2022, 6:51 PM IST

કેનેડાએ મોસ્ટ વોન્ટેડ લિસ્ટ કર્યુ જાહેર, જાણો ભારતમાંથી કોનો થયો સમાવેશ

કેનેડાએ મોસ્ટ વોન્ટેડ ગુનેગારોની યાદી જાહેર કરી(Canada announced the most wanted list) છે. આ યાદીમાં 11માંથી 9 ગુનેગારો ભારતીય મૂળના(CANADA MOST WANTED LIST IN 9 CRIMINALS ARE OF INDIAN ORIGIN ) છે. ચોંકાવનારી વાત એ છે કે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાના માસ્ટરમાઇન્ડ કહેવાતા ગોલ્ડી બ્રારનું નામ આમાં સામેલ નથી.

પંજાબ : કેનેડાએ હવે ગેંગસ્ટર્સને લઈને ચેતવણી જાહેર કરી(Canada announced the most wanted list) છે. બ્રિટિશ કોલંબિયાના જોઈન્ટ ફોર્સ સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ યુનિટે 11 ગેંગસ્ટર્સની યાદી જાહેર કરી છે(CANADA MOST WANTED LIST IN 9 CRIMINALS ARE OF INDIAN ORIGIN ). સૌથી ચોંકાવનારી વાત એ છે કે આમાંથી 9 ગેંગસ્ટર પંજાબી છે. બ્રિટિશ કોલંબિયાના જોઈન્ટ ફોર્સ સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ યુનિટે આ અંગે ટ્વિટ કર્યું છે.

કેનેડાએ વોન્ટેડનું લિસ્ટ જાહેર કર્યુ - એક ટ્વિટમાં, બ્રિટિશ કોલંબિયાના જોઈન્ટ ફોર્સીસ સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ યુનિટે કહ્યું કે તેણે વાનકુવરપીડી સાથે ભાગીદારીમાં જાહેર સલામતી ચેતવણી જારી કરી છે. BCRCMP એ 11 વ્યક્તિઓની ઓળખ કરી છે જેઓ સામૂહિક સંઘર્ષ અને હિંસામાં સામેલ છે. આ લોકો જાહેર સલામતી માટે ખતરો છે. ઉપરોક્ત તમામ વ્યક્તિઓ લોઅર મેઇનલેન્ડ ગેંગ વોર સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.

યાદીમાં આ ગેંગસ્ટરોના નામ - બ્રિટિશ કોલંબિયાના જોઈન્ટ ફોર્સ સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ યુનિટ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં 9 લોકો ભારત સાથે સંબંધિત છે. જેમાં શકીલ બસરા, અમરપ્રીત સમરા, જગદીપ ચીમા, રવિન્દર સરમા, બરિન્દર ધાલીવાલ, ગુરપ્રીત ધાલીવાલનો સમાવેશ થાય છે. આ સિવાય રિચાર્ડ જોસેફ વ્હિટલોક અને એન્ડી સેન્ટ પિયર પણ છે જેઓ જાહેર સુરક્ષા માટે જોખમી હોવાનું કહેવાય છે.

ગોલ્ડી બ્રાર, લખબીરનું નામ યાદીમાં નથી - બ્રિટિશ કોલંબિયાના જોઈન્ટ ફોર્સ સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ યુનિટે તેમનાથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે તેઓ તમામ વિસ્તારોમાં ફરી રહ્યા છે. લોકોની સુરક્ષા માટે શક્ય તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ તેમના પર નજર રાખી રહી છે. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસના માસ્ટરમાઇન્ડ ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને મોહાલી બ્લાસ્ટ કેસમાં લખબીર સિંહ લાંડાનું નામ આ યાદીમાં સામેલ નથી.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.