ગુજરાત

gujarat

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા પાણીનો વેડફાટ

By

Published : Jul 27, 2020, 7:18 PM IST

વડોદરા શહેરમાં અવારનવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડવાના બનાવો સામે આવતા રહે છે. સોમવારે આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં વડોદરાના કિશનવાડી વિસ્તારમાં વુડાના મકાનો પાસે છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતા પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જેને કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે.

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં

વડોદરાઃ વડોદરા શહેરમાં દરરોજ પાણીની લાઈનમાં ભંગાણ પડવાના બનાવો વધી રહ્યા છે. એક તરફ શહેરમાં પાણીની અછતનો કકળાટ ચાલી રહ્યો છે તો બીજી તરફ પાણીની લાઈનમાં થતા ભંગાણ દ્વારા લાખો લિટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. જેના કારણે સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે અને શિવસેનાના પ્રવક્તા તેજસ બ્રહ્મભટ્ટ સહિત કાર્યકરો દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટર અધિકારીઓ સામે પગલા ભરવાની માગ ઉઠી રહી છે.

સ્થાનિક રહીશો દ્વારા અવારનવાર આ મામલે રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા હજી સુધી લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી જેના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details