ગુજરાત

gujarat

ગણેશોત્સવને લઈને થયા લોકો ઉત્સાહિત, શું છે શ્રીજી ગણપતિનો મહિમા

By

Published : Sep 8, 2022, 4:34 PM IST

ગણેશોત્સવને લઈને થયા લોકો ઉત્સાહિત, શું છે શ્રીજી ગણપતિનો મહિમા
ગણેશોત્સવને લઈને થયા લોકો ઉત્સાહિત, શું છે શ્રીજી ગણપતિનો મહિમા

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીની વચ્ચે લોકોને ઉત્સાહભેર તહેવારોને ઉજવવાનો મોકો મળી શક્યો ના હતો. જયારે આ વર્ષે કોરોનનો દબદબો ઓછો થયો છે. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં SVPC ટ્રસ્ટ 2 વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિની સ્થાપના કરી છે. Vadodara Raopura area SVPC Trust, Vadodara Raopura area, Ashirwad Ganpati Sthapana

વડોદરાકોરોનાકાળમાં બે વર્ષ સુધી સરકારની ગાઈડલાઈનને (Corona Pandemic Guidelines) અનુસરવા તહેવારોની ઉજવણી પર પણ ગ્રહણ લાગ્યું હતું. બે વર્ષ બાદ હવે ફરી એકવાર વડોદરાવાસીઓ તહેવાર માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં (Vadodara Raopura area) આશીર્વાદ ગણપતિની સ્થાપના (Ashirwad Ganpati Sthapana) કરવામાં આવી છે. આ ગણપતિની ખાસ વાત એ છે કે તેને સૌથી વધુ શ્રીમંત ગણપતિ માનવામાં આવે છે. તેના કારણે ન ફ્કત વડોદરાવાસીઓ પણ ગુજરાતભરમાંથી અને વિદેશમાંથી પણ લોકો આ ગણપતિના દર્શન કરવા માટે આવે છે.

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં શ્રીમંત SVPC ટ્રસ્ટ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.

આશિર્વાદ ગણપતિના આશીર્વાદવડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં SVPC ટ્રસ્ટ (Vadodara Raopura area SVPC Trust) દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. માનવામાં આવે છે કે આ શ્રીજી મહારાજ દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરી તેમને આશીર્વાદ આપે છે. તેથી જ આ ગણપતિને આશીર્વાદ ગણપતિ કહેવામાં આવે છે. શહેરના સૌથી શ્રીમંત ગણપતિ તરીકે જાણીતા આશીર્વાદ ગણપતિ પંડાલમાં (Ashirwad Ganapati Pandal) ટ્રસ્ટ દ્વારા છપ્પન ભોગ, નૃત્ય મહોત્સવ, તેમજ ફુલફાગનું આયોજન પણ કરવામાં આવે છે. આશિર્વાદ ગણપતિના આશીર્વાદ લેવા રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. એટલુ જ નહી પરંતુ આ ગણપતિના દર્શન કરવા મોટા મોટા સેલિબ્રિટી પણ અહીં આવતા હોય છે.

ગણપતિ પંડાલના 42 વર્ષનો પડાવ આ ગણપતિના સ્થાપનાની 1998 થી શરૂઆત થઇ છે. અહીં ગણપતિની સ્થાપના ગૌરી મહારાજ થકી કરવામાં આવે છે. એવુ કહેવામાં આવે છે કે, તેમને ગણપતિનો સાક્ષાત્કાર થયો હતો. તેમના થકી આ ગણપતિની સ્થાપના થઇ છે. તેમની આ પરંપરા અને પવિત્રતાને અહિ જાળવી રાખવામાં આવી છે. આજે આ આશીર્વાદ ગણપતિ પંડાલે 42 વર્ષનો મોટો પડાવ પાર કર્યો છે. હવે તેની જાહોજલાલીનો પ્રભાવ વડોદરા, ગુજરાત અને તેની બહાર પહોંચી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details