ETV Bharat / bharat

આજે જાહેર થશે રાજસ્થાન બોર્ડ ધોરણ 12 પરિણામ, આ રીતે ચેક કરો... - RBSE 12th Result

author img

By ETV Bharat Gujarati Team

Published : May 20, 2024, 12:24 PM IST

રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 12 વિજ્ઞાન, વાણિજ્ય અને આર્ટસ પ્રવાહનું પરિણામ આજે 20 મે, સોમવારે બપોરે 12:15 વાગ્યે જાહેર કરવામાં આવશે. જુઓ સંપૂર્ણ માહિતી

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

રાજસ્થાન : રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 12 વિજ્ઞાન, વાણિજ્ય અને આર્ટસ પ્રવાહનું પરિણામ આજે 20 મે, સોમવારે બપોરે 12:15 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ માટે બોર્ડ પ્રશાસને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પરીક્ષામાં કુલ 8 લાખ 66 હજાર 270 ઉમેદવારો નોંધાયા હતા. આ સાથે સિનિયર ઉપાધ્યાયની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે. પરિણામ બોર્ડની વેબસાઇટ www.rajeduboard.rajasthan.gov.in પર જોઈ શકાશે.

ધોરણ 12 બોર્ડ પરિણામ : રાજસ્થાન બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની સિનિયર સેકન્ડરી પરીક્ષાનું પરિણામ આજે સોમવારની બપોરે જાહેર થવા જઈ રહ્યું છે. રાજ્યના 8 લાખ 66 હજાર 270 ઉમેદવારો પરીક્ષાના પરિણામની રાહ જોઈ રહ્યા છે. બોર્ડના સચિવ કૈલાશચંદ્ર શર્માએ જણાવ્યું કે, ડિવિઝનલ કમિશનર અને બોર્ડ એડમિનિસ્ટ્રેટર મહેશચંદ્ર શર્મા સોમવારે બપોરે 12:15 વાગ્યે બોર્ડ ઓફિસમાંથી પરીક્ષાના પરિણામો જાહેર કરશે. આ વખતે ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ સ્ટ્રીમ્સની પરીક્ષાનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવશે.

ત્રણેય પ્રવાહના એકસાથે પરિણામ : તમને જણાવી દઈએ કે, પહેલા વિજ્ઞાન અને વાણિજ્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવતું હતું અને બાદમાં આર્ટસ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ ત્રણેય ફેકલ્ટીની પરીક્ષાના પરિણામની સાથે બોર્ડ સિનિયર ઉપાધ્યાયની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરશે. તેમાં કુલ 3 હજાર 671 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.

ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ ક્યારે ? બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત એક મહિનામાં તમામ પરિણામ જાહેર થવા જઈ રહ્યા છે. ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટસ સ્ટ્રીમ અને સિનિયર ઉપાધ્યાયની પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર થશે. બીજી તરફ ધોરણ 10 બોર્ડ અને પ્રવેશ પરીક્ષાનું પરિણામ પણ આ મહિનામાં જ જાહેર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધોરણ 10માં 10 લાખ 62 હજાર 341 ઉમેદવાર નોંધાયેલા છે અને લગભગ 3.5 હજાર ઉમેદવારો પ્રવેશ પરીક્ષામાં નોંધાયેલા છે.

  1. JEE MAIN 2024: પેપર-2 B.Arch અને B.Planning નું પરિણામ જાહેર, 4 વિદ્યાર્થી 100 ટકા લાવીને બન્યા ટોપર
  2. CBSE 12માં બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, જાણો તમારું પરિણામ - CBSE Results 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.