ETV Bharat / bharat

CBSE 12માં બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, જાણો તમારું પરિણામ - CBSE Results 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 12:47 PM IST

આજે દેશભરમાં CBSEનું ધોરણ 12ના પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગત વર્ષ કરતા આ વર્ષેનું પરિણામ 0.65% થી વધ્યું છે. જાણવા જેવી વાત એ છે કે છોકરીઓ 6.40% ટકાથી છોકરાઓથી આગળ છે અને 91% થી વધુ છોકરીઓએ પરીક્ષા પાસ કરી. - CBSE Results 2024

CBSE 12મા બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર
CBSE 12મા બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર (Etv Bharat)

નવી દિલ્હી: આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE પરિણામ 2024) એ 12મા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં આપી હતી તેઓ સીબીએસઈની સત્તાવાર વેબસાઈટ પર તેમના પરિણામો જોઈ શકે છે. આ વર્ષે કુલ 87.98% વિદ્યાર્થીઓએ 12માની પરીક્ષા આપી છે. સીબીએસઈની 12મા ધોરણની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ દરમિયાન લેવામાં આવી હતી. પરીક્ષામાં લગભગ 39 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

CBSE અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં આ વખતે 0.65% વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં સફળ થયા છે. આ વખતે પણ દીકરીઓએ છોકરાઓને ટક્કર આપી છે અને 6.40% ના ટકાવારીથી તેઓ આગળ છે. અહીં નોંધનીય છે કે, 91% થી વધુ છોકરીઓ આ વર્ષે CBSEની પરીક્ષામાં પાસ થયા છે.

તમે નીચે દર્શાવેલ વેબસાઇટ્સ પર પરિણામો તપાસી શકો છો

  • cbseresults.nic.in
  • results.cbse.nic.in
  • cbse.gov.in

ડિજીલોકરમાંથી પરિણામ તપાસવાની પદ્ધતિ

  1. સૌથી પહેલા digilocker.gov.in સાઈટ પર જાઓ અથવા DigiLocker એપ ઓપન કરો.
  2. તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને સાઇન ઇન કરો અથવા નોંધણી કરો.
  3. CBSE વર્ગ 12 નું પરિણામ 2024 પસંદ કરો.
  4. પૂછવામાં આવેલ જરૂરી માહિતી ભરો.
  5. તમારું પરિણામ જોવા માટે સબમિટ પર ક્લિક કરો, અને તમારું પરિણામ ચકાસો.
  1. ગોધરામાં NEET પરીક્ષામાં ગેરરીતિના આરોપીઓ સામે ગુનો નોંધાયો, પરશુરામ રોય સહિત બે ફરાર આરોપીઓની ધરપકડ - NEET Exam 2024
  2. લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કાનું મતદાન, યુપીના 13 બેઠકોની મતદાનની ટકાવારીની અપડેટ - LOK SABHA ELECTION 2024
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.