ગુજરાત

gujarat

કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ કૃષિ વિષયક કાયદાના ફેરફાર મુદ્દે આપી માહિતી

By

Published : Oct 6, 2020, 11:01 PM IST

કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા ગુજરાતભરમાં પ્રવાસ કરીને નવા કાયદા વિષેની સાચી સમજ આપી રહ્યા છે, ત્યારે મંગળવારે વડોદરામાં પત્રકારો સાથે સંવાદ કરીને નવા કાયદાથી ખેડૂતને થનારા ફાયદા વિશે જણાવ્યું હતું.

કેન્દ્રીય કૃષિ પ્રધાન
કેન્દ્રીય કૃષિ પ્રધાન

વડોદરા : કેન્દ્ર સરકાર દ્વારા ખેડુતોને સમૃદ્ધ કરવાં માટેના પ્રયાસોને ભાગરૂપે કૃષિ વિષયક કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા ગુજરાતભરમાં પ્રવાસ કરીને નવા કાયદા વિષેની સાચી સમજ આપી રહ્યા છે, ત્યારે મંગળવારે વડોદરામાં પત્રકારો સાથે સંવાદ કરીને નવા કાયદાથી ખેડૂતને થનારા ફાયદા વિશે જણાવ્યું હતું.

કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ કૃષિ વિષયક કાયદાના ફેરફાર મુદ્દે આપી માહિતી

કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા મંગળવારે વડોદરાની ટૂંકી મુલાકાતે આવ્યા હતા. વડોદરા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ વિષયક બીલને કારણે ખેડૂતો થનારા ફાયદા વિશે જાણકારી આપતા પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, નવા કૃષિ બીલથી ખેડૂતો જમીન વિહોણા થશે તે વાત તદ્દન ખોટી છે. વિપક્ષ નવા કૃષિ બીલ અંગે અપ-પ્રચાર કરીને ખેડૂતોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details