ગુજરાત

gujarat

વડોદરા-હાલોલ ટોલનાકાના મેનેજરે તલવારબાજીના કરતબ બતાવ્યા બાદ કેક કાપી

By

Published : Aug 8, 2021, 7:58 PM IST

વડોદરા-હાલોલ રોડ પર ટોલનાકાના મેનેજરે તલવારથી બર્થડે કેક કાપી હતી. આ કેપ કાપતા હરણી પોલીસે મેનેજર તેમજ અન્ય 9 કર્મચારીઓ મળી ટોલનાકાના 10 કર્મીઓની અટકાયત કરી હતી. તલવારથી બર્થ ડે કેક કાપવાના બનાવો અંગે પોલીસ દ્વારા વારંવાર કેસ કરવામાં આવતા હોવા છતાં આવા તત્વોમાં કોઇ ફેર પડયો નથી અને આ પ્રકારના વીડિયો પણ વાઇરલ કરવામાં આવી રહ્યા છે.

ટોલનાકાના મેનેજરે તલવારબાજીના કરતબ બતાવ્યા બાદ કેક કાપી
ટોલનાકાના મેનેજરે તલવારબાજીના કરતબ બતાવ્યા બાદ કેક કાપી

  • વડોદરા-હાલોલ ટોલ પ્લાઝાના મેનેજરની શરમજનક અને બેજવાબદારી પૂર્ણ હરકત આવી સામે
  • વડોદરા-હાલોલ રોડ ટોલ પ્લાઝાના મેનેજરે જાહેરમાં તલવારથી કેક કાપી જન્મદિવસ ઉજવ્યો
  • હાઇવે પર ટોલ પ્લાઝા નજીક જાહેરમાં તલવારથી કેક કાપતો વીડિયો થયો વાઇરલ

વડોદરા: હાલોલ ટોલનાકા પર મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતના બર્થ ડે નિમિત્તે તલવારથી કેક કાપવાનો વીડિયો વાઇરલ થતાં હરણી પોલસે ગુનો નોંધી મેનેજર સહિત ટોલનાકાના 10 કર્મચારીઓની ધરપકડ કરી હતી. કેક કટિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો અને ઉજવણી કરનારાઓએ માસ્ક પણ પહેર્યા ન હતા. આ ઉપરાંત કેક કાપવા માટે તલવારનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી પોલીસે તલવાર કબજે કરી કાર્યવાહી શરૂ કરી છે.

વડોદરા-હાલોલ ટોલનાકાના મેનેજરે તલવારબાજીના કરતબ બતાવ્યા બાદ કેક કાપી

આ પણ વાંચો- સુરતમાં ફરીથી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો વાઇરલ થયો

વડોદરા-હાલોલ ટોલનાકા પર મેનેજરના બર્થ ડે નીમિત્તે કેક કાપવાના બનાવમાં પકડાયેલા આરોપીઓના નામ

  • શૈલેન્દ્રસિંહ બળવંતસિંહ રાજપૂત
  • રાકેશ અમૃતભાઇ રાઠોડ
  • કૌશિક દલાભાઇ પરમાર
  • વિકેશ શિવાભાઇ વણકર
  • અનિલ રવિન્દ્રભાઇ પાટિલ
  • રમેશ સુકાભાઇ પરમાર
  • ભલા જેસિંગભાઇ બારીયા
  • રાજપાલસિંહ ધીરજસિંહ રાજપૂત
  • રાશીદખાન અલીહસન ખાન પઠાણ
  • ગૌરાંગ મહેન્દ્રભાઇ ભટ્ટ

ABOUT THE AUTHOR

...view details