ગુજરાત

gujarat

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પગલે વડોદરામાં 200 મકાનોને વહીવટી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી

By

Published : Jan 22, 2021, 5:19 PM IST

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લઇને વડોદરામાં પંડ્યા બ્રિજ આજુ બાજુમાં નીચે આવેલી વસાહતો અને 200 મકાનોને વહીવટી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. વડોદરા રેલ્વે સ્ટેશનની સાત નંબર પ્લેટ ફોર્મ પાસેથી મુખ્ય બુલેટ ટ્રેનની લાઈન છાપવામાં આવશે, જેથી કલેક્ટર જમીન સંપાદન વહીવટી દ્વારા કામગીરી હાથ ધરાઇ છે.

વડોદરામાં 200 મકાનોને વહીવટી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી
વડોદરામાં 200 મકાનોને વહીવટી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી

  • અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન અંતર્ગત વડોદરાના પંડ્યા બ્રિજ પાસે જમીન સંપાદન કાર્યવાહી શરૂ
  • દુકાનદારો જમીન-મિલકત ધારી અને ૨૦૦ મકાન ધારકોને નોટિસ ફટકારાઈ
  • 1902માં બાંધકામ કરવામાં આવેલું નાણાવટી મનશન બંગ્લોસ પણ તોડવામાં આવશે

વડોદરાઃ શહેરમાં પંડ્યા બ્રિજ આજુ બાજુમાં નીચે આવેલી વસાહતો અને 200 મકાનોને વહીવટી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લઇને નોટીસ ફટકારવામાં આવી છે. વડોદરા રેલ્વે સ્ટેશનની સાત નંબર પ્લેટ ફોર્મ પાસેથી મુખ્ય બુલેટ ટ્રેનની લાઈન છાપવામાં આવશે, જેથી કલેક્ટર જમીન સંપાદન વહીવટી દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. આ નોટિસમાં દાદાગીરી પૂર્વક લખાણ અને ધમકીઓ આપવામાં આવી છે. વડોદરા સર્ચ નંબર પ્લેટ ફોર્મ બાજુમાંથી હાઇસ્પીડ રેલ્વે ટ્રેકનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં આશરે 1902માં બાંધકામ કરવામાં આવેલું નાણાવટી મનશન બંગ્લોસ પણ તોડવામાં આવશે, જેને લઇને કલેકટર જમીન સંપાદનના વહીવટી દ્વારા વસાહતમાં આવતી જગ્યાઓ અને 200 મકાનનોને નોટિસ આપી છે. જે નોટિસમાં નક્કી કરેલા ભાવ વસાહતોને જમીનના આપવામાં આવશે. જો દુકાનદાર કે મિલકત ધારી આ સરકારી નિયમોનુસાર કરેલા ભાવની મંજૂરી નહીં આપે તો તેમની સામે પોલીસ કાર્યવાહી કરી કાયદેસરના પગલા લઈ જમીનનો કબજો કરી લેવામાં આવશે.

વડોદરામાં 200 મકાનોને વહીવટી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી

નોટિસમાં ધમકીભર્યા શબ્દો લખવામાં આવતા સ્થાનિક રહીશોમાં રોષ
આ નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, હાઈ સ્પીડ રીયલ કોર્પોરેશન અને જમીન સંપાદન અધિકારી જમીનનું જે વળતર નક્કી કરે તેમાં રહીશો સંમતિ એવોર્ડ નહીં કરો અને રેગ્યુલર એવોર્ડ કરીશું અને જે રકમ નક્કી કરીએ તે પ્રમાણે રકમ સ્વીકારવામાં નહીં આવે તો તમારી સામે પોલીસ કાર્યવાહી કરીને પણ મકાનો અને દુકાનોનો કબજો લઈ લેવામાં આવશે. નોટિસમાં ધમકીભર્યા શબ્દો લખવામાં આવતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો હતો અને તેમણે તાજેતરમાં એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના પ્રમુખની આગેવાનીમાં એક બેઠક યોજી હતી. જેમાં નોટિસ અને જમીનના વળતર અંગેની ચર્ચા-વિચારણા કરી તારીખ 21ના રોજ બપોરે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવાનું નક્કી થયું હતું. બેઠકમાં વળતર અંગે સરકાર અને હાઇ સ્પીડ રેલા કોર્પોરેશન પ્રતિ ચોરસ ફૂટના રૂપિયા 3000 નો ભાવ આપવા માગે છે અને તેની ઉપર સો ટકા વધારો મળી પ્રતિ ચોરસ ફૂટના 3.6000 આપવા માગે છે. તેની સામે હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમીનની હરાજી કરીને વેચાણ કરવાનો ભાવ નક્કી કર્યો છે. તે ભાવ આપવા માગણી કરી છે.

ABOUT THE AUTHOR

...view details