ગુજરાત

gujarat

ગરબામાં કકળાટ, ગરબા ગ્રાઉન્ડ પર નારા બાદ પાસના પૈસા પરત મંગાયા

By

Published : Sep 29, 2022, 12:01 PM IST

વડોદરાના પ્રખ્યાત (Navratri in Vadodara) યુનાઈટેડ વે ના ગરબા સતત બીજા દિવસે વિવાદ જોવા મળ્યા હતા. ખેલૈયાઓ ફરી પગમાં કાંકરી લાગતા કકળાટ જોવા મળ્યા હતો. ઈન્ટરવલ બાદ રોષે ભરાયેલા ખેલૈયાઓએ મોંઘા પાસના પૈસા પરત માંગ્યા હતા. (United Way Garba ground controversy)

ગરબામાં કકળાટ, ગરબા ગ્રાઉન્ડ પર નારા બાદ પાસના પૈસા પરત મંગાયા
ગરબામાં કકળાટ, ગરબા ગ્રાઉન્ડ પર નારા બાદ પાસના પૈસા પરત મંગાયા

વડોદરાશહેરના વિશ્વવિખ્યાત યુનાઇટેડ વે ના (Navratri 2022 in Vadodara) ગરબામાં સતત બીજા દિવસે પથ્થર પથ્થરના નારા લાગ્યા હતા. જેને કારણે ગરબા ગ્રાઉન્ડ પર પથ્થર વાગવાનો વિવાદ સતત બીજા દિવસે વકર્યો છે. ખેલૈયાઓએ ઇન્ટરવલ બાદ ગરબા રોકીને પાસના પૈસા પરત માંગ્યા હતા. આ પહેલા દિવસે પણ ગરબા ગ્રાઉન્ડમાં સાફ સફાઈના અભાવે મોટી મોટી કાંકરીઓ વાગતા ખેલૈયાઓએ લયબદ્ધ નારા લાગ્યા હતા. (Vadodara United Way Garba ground)

ગ્રાહક કોર્ટમાં કેસ વડોદરાના ગરબા વિશ્વવિખ્યાત છે તે નવું નથી. પણ આજકાલ વડોદરાના ગરબા બીજા (United Way Garba ground Court case) કારણોસર ચર્ચામાં છે. ગઈકાલે યુનાઇટેડ વે ના ગરબામાં પથ્થરોને કારણે ખેલૈયાઓને ભારે મુશ્કેલી પડી હતી. જે બાદ આજે એક વકીલે ગરબા પાસના પૈસા તથા વળતર મેળવવા માટે ગ્રાહક કોર્ટમાં અરજ કરી છે. જોકે આજે મોડી સાંજે યુનાઇટેડ વે સંચાલકો દ્વારા એક વિડીયો જારી કરવામાં આવ્યો હતો. જેમાં મેદાનની સફાઈ જોવા મળતી હતી. જે બાદ આજે યુનાઇટેડ વેમાં ક્યારેય ન સર્જાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.(Navratri in Vadodara)

પથ્થર પથ્થરના નારા મળતી માહિતી મુજબ ગ્રાઉન્ડ પર ખેલૈયાઓને પથ્થર નડ્યા હતા. જોકે ગઈકાલે ખેલૈયાઓ લડી લેવાના મૂડમાં હતા. જેથી આજે પણ પથ્થર પથ્થરના નારા લાગ્યા હતા. આસપાસ સિક્યુરિટીના જવાનોને અવગણી વિરોધ ચાલ્યો હતો. આખરે ઈન્ટરવલ બાદ રોષે ભરાયેલાખેલૈયાઓએ મોંઘા પાસના પૈસા પરત માંગ્યા હતા. આ દરમિયાન સામાન્ય ઝપાઝપી થઈ હોવાનું પણ સામે આવ્યું હતું. હાલ સ્થળ પર પોલીસે પહોંચીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. (United Way Garba ground controversy)

ABOUT THE AUTHOR

...view details