ગુજરાત

gujarat

વડોદરામાં નાયબ મામલતદારે એજન્ટ ઉપર હુમલો કર્યો, હક કમીની અરજીને લઇ નોટિસનો આગ્રહ ભારે પડ્યો

By

Published : Sep 8, 2022, 2:30 PM IST

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીમાં (Vadodara Collector Office ) દસ્તાવેજ નોંધણી માટે લાઇઝનિંગનું કામ કરતા એજન્ટ પર નાયબ મામલતદારે હુમલો ( Clash between deputy mamlatdar and agent ) કર્યો હતો. હક કમીની અરજીને લઇ નોટિસ કાઢવાના આગ્રહ કરતાં એજન્ટ પર નાયબ મામલતદારે એજન્ટ પર હુમલો કરી દેતાં ( Deputy Mamlatdar Attacked on Agent ) એજન્ટને સયાજી હોસ્પિટલે દાખલ કરવો પડ્યો હતો.ફરિયાદ થતાં રાવપુરા પોલીસ (Ravpura Police ) દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ છે.

વડોદરામાં નાયબ મામલતદારે એજન્ટ ઉપર હુમલો કર્યો, હક કમીની અરજીને લઇ નોટિસનો આગ્રહ ભારે પડ્યો
વડોદરામાં નાયબ મામલતદારે એજન્ટ ઉપર હુમલો કર્યો, હક કમીની અરજીને લઇ નોટિસનો આગ્રહ ભારે પડ્યો

વડોદરા વડોદરા શહેરના નર્મદા ભુવનના પહેલા માળે ઇ ધરા કેન્દ્રમાં દસ્તાવેજ બાદ નોટિસ કાઢવા મુદ્દે એક એજન્ટ અને નાયબ મામલતદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા નાયબ મામલતદારે ટેબલ ઉપર પડેલા પોકરથી એજન્ટ ઉપર હુમલો ( Clash between deputy mamlatdar and agent ) કરતા એજન્ટ ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્તને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગેની રાવપુરા પોલીસ મથકમાં (Ravpura Police ) ફરિયાદ નોંધાતા રાવપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્તે નાયબ મામલતદારે નાણાં માગ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

મામલો શું હતોરાવપુરા પોલીસ મથકમાં ઇજાગ્રસ્ત નીલેશ મનુભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અનુસાર તેઓ પટેલ એડવોકેટ સાથે કામની મદદ કરે છેં. જે સંદર્ભે સંજય હીરાભાઇ પટેલની હક કમીની અરજી લઇને નર્મદા ભુવનના પ્રથમ માળે ઇ-ધારા કેન્દ્રમાં રૂમ નંબર 111 માં ગયાં હતાં. ત્યાં ફરજ ઉપરના નાયબ મામલતદાર રમેશભાઇ પી પટેલે ફરિયાદીને કહ્યું તેણેે અરજી લઇને આવવું નહી અને અપશબ્દો ઉચ્ચાર્યા હતાં. મામલતદારે બહાર નીકળી જવા માટે જણાવ્યું હતું તેથી રૂમમાંથી બહાર નીકળતાં હતાં.

દસ્તાવેજ નોંધણી માટે લાઇઝનિંગનું કામ કરતા એજન્ટને હક કમીની અરજીને લઇ નોટિસનો આગ્રહ ભારે પડ્યો

મામલતદાર વિરૂધ્ધ ગુનો દાખલ દરમિયાન નાયબ મામલતદારે ટેબલ ઉપર પડેલ પોકરથી હુમલો ( Clash between deputy mamlatdar and agent ) કર્યો હતો. જેમાં એજન્ટ નીલેશ પટેલને છાતીની ડાબી બાજુ અને ડાબા હાથે ઇજા થઇ હતી. જેના કારણે તેઓ નીચે પડી ગયાં હતાં. વકીલને જાણ કરતા તેઓએ 108 એમ્બ્યુલન્સ મોકલી સયાજી હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. રાવપુરા પોલીસે (Ravpura Police ) ફરિયાદના આધારે નાયબ મામલતદાર વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

હક કમીની અરજીને લઇ નોટિસનો આગ્રહ પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા કલેક્ટર કચેરી તેમજ તેને સંલગ્ન કચેરીઓ અને દસ્તાવેજ નોંધણી કચેરીઓ (Vadodara Collector Office ) સહિતની રેવન્યૂ કચેરીઓમાં લાઇઝનિંગનું કામ કરતો નીલેશ પટેલ પોતાના પરિચિત સંજયભાઇ પટેલના કરેલા ખેતીના દસ્તાવેજ તેમજ તેને લગતા કાગળો જમા કરાવવા માટે નર્મદા ભવન ખાતે પ્રથમ માળ પર આવેલી ઇધરા કચેરીમાં ગયા હતાં અને માલિકી હકની નોંધણી કરાવવા માટે નાયબ મામલતદારને મળી તેઓ 135 ડીની નોટિસ આજે કાઢો તેવો આગ્રહ કર્યો હતો.

હોબાળો મચતા લોકોટોળા એકઠા થયા દરમિયાન નાયબ મામલતદારે મારે કામ કેવી રીતે કરવું તે સમજાવવાની જરૂર નથી તેમ કહ્યા બાદ મામલો ગરમ બન્યો હતો અને બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ વખતે ઇ ધરા કેન્દ્રમાં હાજર ઓપરેટરો સહિત અનેક અરજદારો ભેગા થઇ ગયા હતાં. ઝઘડો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કેરાટમાં આવીને નાયબ મામલતદારે નીલેશ પટેલ કાગળોને કાણાં પાડવા માટે વપરાતું પોકર મારી દેતાં તેને ઇજા ( Clash between deputy mamlatdar and agent ) થઇ હતી. આ બનાવે નર્મદા ભુવનમાં ભારે ચકચાર ( Deputy Mamlatdar Attacked on Agent ) જગાવી મૂકી હતી.

ABOUT THE AUTHOR

...view details