ગુજરાત

gujarat

કરજણના PIની પત્ની ગાયબ થવાનો મામલો, હાડકાં યુવાન વયના માનવ શરીરના હોવાનું FSL રિપોર્ટમાં ખુલાસો

By

Published : Jul 12, 2021, 3:39 PM IST

Updated : Jul 14, 2021, 9:38 AM IST

વડોદરા (Vadodara) જિલ્લાના SOG PI અજય દેસાઇના (Ajay desai) પત્નિ સ્વીટી પટેલ (Sweety Patel) છેલ્લા એક મહિનાથી ગુમ (Missing) થતા ભારે ચકચાર મચી ગઇ છે. PI અજય દેસાઇને કરજણ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. PI અજય દેસાઈનો ગાંધીનાગર FSL ખાતે પોલીગ્રાફિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પૂર્વે દહેજમાંથી મળી આવેલા હાડકા માનવ હાડકા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ હાડકા યુવાન વયની વ્યક્તિના હોવાનું સુરત FSL નું તારણ છે. જોકે હાડકાના DNA માટેની પ્રકિયા કરવામાં આવશે.

કરજણના PIની પત્ની ગાયબ મામલો
કરજણના PIની પત્ની ગાયબ મામલો

  • દહેજથી અવવારું જગ્યા પરથી હાડકાના ટુકડાઓ મળી આવ્યા
  • હાડકા પ્રાણીના છે કે માનવીના તેના માટે કરાશે રિપોર્ટ
  • સ્વીટી પટેલના પરિવારના DNA સાથે હાડકાના DNA ટેસ્ટ કરાશે

વડોદરા :જિલ્લામાં રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી પોલીસ તરીકે બજાવતા PI અજય દેસાઇના ( PI Ajay desai ) ની પત્નીને શોધવામાં પોલીસ અલગ અલગ થિયરી પર તપાસ કરી રહી છે, પરંતુ અત્યાર સુધી પોલીસને ગુમ મહિલા(Missing) ને શોધવામાં સફળતા મળી નથી, ત્યારે સ્વીટી પટેલ (Sweety Patel) ની તપાસ દરમિયાન પોલીસને દહેજથી હાડકાના બળેલા ટુકડા મળ્યા છે. આથી, આ હાડકા માનવ શરીરના છે કે પ્રાણીના છે, તે બાબતે હાડકાને FSLનો રિપોર્ટ કરવા મોકલવામાં આવ્યા છે. મળતી માહીતી મુજબ PI અજય દેસાઇને કરજણ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો.

પોલિગ્રાફ અને નાર્કોટેસ્ટ માટે મંજૂરી મળી

જે બાદ PI અજય દેસાઇનો સસ્પેક્ટ ટેસ્ટ બે વાર કરવામાં આવ્યો અને પોલિગ્રાફ અને નાર્કોટેસ્ટ માટે મંજૂરી આપવમાં આવી છે.PI અજય દેસાઇનો સસ્પેક્ટ ટેસ્ટ બે વાર કરવામાં આવ્યો અને પોલિગ્રાફ અને નાર્કોટેસ્ટ માટે મંજૂરી આપવમાં આવી છે.જે બાદ PI અજય દેસાઈનો ગાંધીનાગર FSL ખાતે પોલીગ્રાફિક ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ પૂર્વે દહેજમાંથી મળી આવેલા હાડકા માનવ હાડકા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ હાડકા યુવાન વયની વ્યક્તિના હોવાનું સુરત FSL નું તારણ છે. જોકે હાડકાના DNA માટેની પ્રકિયા કરવામાં આવશે.

આ પણ વાંચો:WIFE OF VADODARA DISTRICT SOG PI MISSING: ઉચ્ચકક્ષાએથી આદેશ બાદ તપાસમાં તેજી

પોલીસને હાડકાના ટુકડા મળ્યા

વડોદરા કરજણથી ગુમ PIની પત્ની સ્વીટી પટેલની તપાસ દરમિયાન પોલીસને દહેજથી હાડકાના બળેલા ટુકડા મળ્યા છે. હાલ હાડકાના ટુકડાઓની તપાસ માટે પોલીસે સુરત સિવિલ હોસ્પિટલના ફોરેન્સીક વિભાગને મોકલવામાં આવ્યા છે. દહેજથી મળેલા હાડકા માનવ શરીરના છે કે કેમ, તેના SFLના રિપોર્ટ પર પોલીસની મીટ મંડાયેલી છે. જો FSL દ્વારા આ હાડકા માનવ શરીરના હોવાનું સપાટી પર આવશે તો પોલીસ DNA પ્રોફાઈલિંગ માટે તેને ગાંધીનગર મોકલશે. આ સમગ્ર કામગીરીમાં 7થી 10 દિવસનો સમય થશે.

રહસ્યમય રીતે ગુમ થઇ PI ની પત્ની

વડોદરા કરજણની પ્રયોશા સોસાયટીમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયેલી PI દેસાઇની પત્ની સ્વીટીબેનની શોધખોળ પોલીસ માટે ચેલેન્જ બની ગઇ છે. પોલીસે વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને FSL દ્વારા PIના બન્ને ભાડાના ઘરોમાં ઊંડી તપાસ કરવામાં આવી હતી. પોલીસને હજી સુધી કોઇ ફળદાયી હકીકત મળી નથી. પોલીસ દ્વારા આજે પણ PI દેસાઇને ગાંધીનગર લઇ જઇને સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ (SDS) કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસને હજી સુધી કોઇ નક્કર વિગતો મળી નથી.

આ પણ વાંચો:સુરતના લવેટા ગામમાંથી ગુમ થયેલી યુવતી 3 મહિના પછી ઉત્તરપ્રદેશમાંથી મળી

છેલ્લા એક મહિના દરમિયાન મળેલા મૃતદેહોની વિગતો મેળવી

ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા આ ટેસ્ટનો હજી રિપોર્ટ આપવામાં આવ્યો નથી. આ રિપોર્ટ આવ્યા પછી PI દેસાઇની વર્તણૂંક અંગે વધુ માહિતી મળી શકશે. જો રિપોર્ટમાં PIની વર્તણૂંક શંકાસ્પદ લાગશે તો તે દિશામાં પોલીસ તપાસ કરશે. પોલીસે અત્યાર સુધી આજુબાજુના જિલ્લા અને રાજ્યમાં છેલ્લા એક મહિના દરમિયાન મળેલા મૃતદેહોની વિગતો મેળવી છે, પરંતુ કોઇ શંકાસ્પદ મૃતદેહ હજી સુધી મળ્યો નથી. નોંધનીય છે કે, કરજણના આ ચકચારભર્યા કેસમાં PI અજય દેસાઈ શંકાના દાયરામાં છે. પોલીસે 4 વખત અજય દેસાઈનો ટેસ્ટ કરાવ્યો છે. અજય દેસાઈના પોલિગ્રાફ અને નાર્કોટેસ્ટ માટે પોલીસને કોર્ટની 14 તારીખ મળી છે. ઉલ્લેખનીય છે કે, DNA ,પોલિગ્રાફ અને નાર્કોટેસ્ટના પરિણામ બાદ સ્વીટી પટેલના રહસ્ય પરથી પડદો ઉઠી શકે તેવી શક્યતાઓ છે.

પોલીસની સોશિયલ મીડિયા અને કોલ ડિટેલ પર તપાસ

આ મામલે પોલીસે હવે તપાસનો વ્યાપ વધાર્યો છે. ગુજરાતને અડીને આવેલા અન્ય રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ત્રણેય રાજ્યમાં છેલ્લા એક મહિના દરમિયાન મળેલા મૃતદેહોની વિગતો પોલીસે મંગાવી તેનો અભ્યાસ શરૂ કર્યો છે. PI દેસાઇ અને તેમના પત્ની સ્વીટીબેનના સોશિયલ મીડિયાના એકાઉન્ટ અને કોલ ડિટેલ પણ પોલીસ તપાસી રહી છે. સ્વીટીબેન છેલ્લા 6 મહિનાથી કોની સાથે સંપર્કમાં હતા ? કોની સાથે વાત કરતા હતા ? તેમજ PI દેસાઇએ એક મહિનાથી ગુમ પત્નીની વિગતો કેમ જાહેર ન કરી તે પણ એક રહસ્ય છે.

Last Updated :Jul 14, 2021, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details