ગુજરાત

gujarat

Boiler Blast In Vadodara: પોલીસે કેન્ટોન લેબોરેટરીઝ કંપનીના 2 ડાયરેકટરો સામે માનવ વધનો ગુનો નોંધ્યો

By

Published : Dec 25, 2021, 10:51 PM IST

વડોદરાના મકરપુરા ખાતે GIDC (makarpura gidc vadodara)માં આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપની(canton company gidc vadodara)માં બોઇલર બ્લાસ્ટમાં 4 લોકોના મોત અને 15 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના (Boiler Blast In Vadodara)ને લઇને પોલીસે કંપનીના 2 ડાયરોક્ટરો સામે માનવ વધનો ગુનો નોંધ્યો છે.

Boiler Blast In Vadodara: પોલીસે કેન્ટોન લેબોરેટરીઝ કંપનીના 2 ડાયરેકટરો સામે માનવ વધનો ગુનો નોંધ્યો
Boiler Blast In Vadodara: પોલીસે કેન્ટોન લેબોરેટરીઝ કંપનીના 2 ડાયરેકટરો સામે માનવ વધનો ગુનો નોંધ્યો

વડોદરા: મકરપુરા GIDC (makarpura gidc vadodara) સ્થિત વડસર બ્રીજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ પ્રા. લિ. કંપની (canton company gidc vadodara)ના એક પછી એક 2 બોઇલરમાં બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટ (Boiler Blast In Vadodara) એટલો ભયાનક હતો કે તેનો અવાજ 5 કિ.મી. સુધી ગુંજ્યો હતો. જ્યારે 1 કિમી વિસ્તારમાં મોટું નુકશાન થવા પામ્યું હતુ. આ દુર્ઘટનામાં 15 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. જ્યારે માતા-પુત્રી સહિત કુલ 4 લોકોના મોત નિપજ્યા હતા.

બોઇલરની નજીકની ઓરડી કામદારોને રહેવા આપી હતી

માંજલપુર પોલીસે (manjalpur police vadodara) આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા કંપનીની ગંભીર બેદરકારી સામે આવી હતી. કંપનીના 2 ડાયરેક્ટરો સામે માનવ વધનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. કેન્ટોન લેબોરેટરીઝ પ્રા. લિ. કંપનીના બોઇલરમાં ગત રોજ પ્રચંડ ધડાકા સાથે ભયાનક બ્લાસ્ટ (boiler blast in canton company vadodara) થયો હતો. જે બોઇલરમાં બ્લાસ્ટમાં થયો તેની નજીકમાં જ કામદારોને રહેવા માટે ઓરડી આપવામાં આવી હતી, જેથી નજીકમાં રહેતા વર્ષાબેન અને તેમની 5 વર્ષની માસૂમ પુત્રી રિયાનુ બોઇલર બ્લાસ્ટમાં કરૂણ મોત નિપજ્યું હતુ.

1 કિમી દૂર સુધી ઊડ્યા બોઇલરના ટૂકડા

આ દુર્ઘટનામાં કુલ 15 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી, જેમાં બોઇલર પ્લાન્ટના ઓપરેટર સતીષભાઇ જોષીનું પણ મોત નિપજ્યુ હતું. કંપનીમાં કામ કરતા રવી વસાવાનું પણ આ બ્લાસ્ટમાં મોત થયું હતું. બોઇલર બ્લાસ્ટની ઘટના એટલી ભયાનક હતી કે 1 કિમીના વિસ્તારમાં આવેલા રહેણાંક મકાન તેમજ દુકાનો સુધી બોઇલરના ટૂકડા ઊડીને પડતા ભારે નુકશાન પહોંચ્યું હતુ. જે માતા-પુત્રીનુ મોત થયુ તેની પોલીસે ગંભીર નોંધ લીધી હતી અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.

કંપનીના લે-આઉટ પ્લાનમાં બોઇલર નજીક સામાન મુકવા માટેનું સ્ટોરેજ રૂમ

પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કેન્ટોન લેબોરેટરીઝ પ્રા.લિ. કંપનીના લે-આઉટ પ્લાનમાં બોઇલર નજીક સામાન મુકવા માટેનો સ્ટોરેજ રૂમ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ સ્ટોરેજ રૂમની જગ્યાએ કંપની માલિકો દ્વારા બોઇલર નજીક કામદારોને રહેવા માટેની ઓરડી આપવામાં આવી હતી. કંપનીના માલિક ખુબ સારી રીતે આ બાબત જાણતા હતા કે, બોઇલરની નજીક કામદારોને રહેવાની જગ્યા આપવામાં આવી છે અને જો બોઇલરમાં કોઇપણ ખામી સર્જાય તો તે જીવલેણ સાબિત થઇ શકે છે અને ગતરોજ એજ થયું. આ મામલે માંજલપુર પોલીસે કેન્ટોન્ટ લેબોરેટરીંઝ પ્રા. લિ. કંપનીના ડાયરેક્ટર તેજસ વિનોદભાઇ પટેલ અને અંકિત હરીશભાઇ પટેલ સામે આઇ.પી.સી કલમ 304, 308 અને 114 હેઠળ માનવ વધ (case of homicide in vadodara)નો ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: Boiler Blast In Vadodara: પોલીસે કેન્ટોન કંપનીના માલિકની કરી ધરપકડ, શ્રમ વિભાગની બોઇલર ટીમ પણ એક્શનમાં

આ પણ વાંચો: Boiler Blast in Vadodara 2021 : પુરાવા એકત્ર કરવા પોલીસે FSLની મદદથી શરૂ કરી તપાસ

ABOUT THE AUTHOR

...view details