ETV Bharat / city

Boiler Blast In Vadodara: પોલીસે કેન્ટોન કંપનીના માલિકની કરી ધરપકડ, શ્રમ વિભાગની બોઇલર ટીમ પણ એક્શનમાં

author img

By

Published : Dec 25, 2021, 7:34 PM IST

Updated : Dec 25, 2021, 7:54 PM IST

વડોદરામાં મકરપુરા GIDCમાં આવેલી કેન્ટોન કંપની (canton company gidc vadodara)માં બોઇલરમાં બ્લાસ્ટ (Boiler Blast In Vadodara) થતા 5 લોકોના મોત થયા હતા અને 10 જેટલા લોકો ઘવાયા હતા. આ ઘટનાને લઇને પોલીસે કંપનીના માલિક (owner of canton company vadodara) તેજસ પટેલ અને અંકિત પટેલની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Boiler Blast In Vadodara: પોલીસે કેન્ટોન કંપનીના માલિકની કરી ધરપકડ, શ્રમ વિભાગની બોઇલર ટીમ પણ એક્શનમાં
Boiler Blast In Vadodara: પોલીસે કેન્ટોન કંપનીના માલિકની કરી ધરપકડ, શ્રમ વિભાગની બોઇલર ટીમ પણ એક્શનમાં

વડોદરા: ગતરોજ વડોદરા શહેરની મકરપુરા GIDCમાં આવેલી કેન્ટોન કંપની (canton company gidc vadodara)માં બોઈલર ફાટતા (Boiler Blast In Vadodara) સમગ્ર વિસ્તાર ધ્રુજી ઊઠયો હતો. આ ઘટનામાં તંત્ર દોડતું થયું છે, ત્યારે બોઇલર વિભાગ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય (industrial safety and health gujarat) કચેરી અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરાઇ છે.

Boiler Blast In Vadodara: પોલીસે કેન્ટોન કંપનીના માલિકની કરી ધરપકડ, શ્રમ વિભાગની બોઇલર ટીમ પણ એક્શનમાં

કંપનીના માલિકની પૂછપરછ

ગતરોજ મકરપુરા GIDC (makarpura gidc vadodara)માં આવેલી કેન્ટોન કંપનીમાં વહેલી સવારે અચાનક બોઈલરમાં વિસ્ફોટ થયો હતો. આ બોઇલર વિસ્ફોટમાં 10 જેટલા લોકો ઘવાયા હતા અને જેમાં 5 લોકોના મૃત્યુ થયા હતા. ઘાયલ લોકો સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. આ ઘટનાને લઇને પોલીસ પણ એક્શનમાં આવી હતી. પોલીસે કંપનીના માલિક તેજસ પટેલ અને અંકિત પટેલ સહિત કંપનીના ડાયરેક્ટરની પૂછપરછ હાથ ધરી હતી.

કયા કારણોસર બોઇલરમાં બ્લાસ્ટ થયો તેની તપાસ શરૂ

પોલીસે આજે તેજસ પટેલ અને અંકિત પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ શ્રમ વિભાગની બોઇલર ટીમ (labor department boiler team gujarat) પણ એક્શનમાં આવી છે અને આજરોજ બોઇલર વિભાગના અધિકારીઓએ કેન્ટોન કંપનીમાં પહોંચી તપાસ હાથ ધરી હતી, જ્યાં અધિકારીઓએ કંપનીના હાજર કર્મચારીઓ અને ડાયરેક્ટરોના નિવેદન લીધા હતા. પોલીસે કયા કારણોસર બોઈલરમાં વિસ્ફોટ થયો છે તે દિશામાં ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે. અધિકારીઓ દ્વારા બોઇલરના છૂટા પડેલા કેટલાક ભાગો એકત્ર કરીને તેની તપાસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર અને લેબર કમિશ્નરને ગાંધીનગરનું તેડું

વિશ્વસનીય સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર આવતીકાલે શ્રમ વિભાગ ગાંધીનગર (labor department gandhinagar) દ્વારા વડોદરા શહેરના બોઇલર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર (director boiler department vadodara city), ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના ડાયરેક્ટર અને લેબર કમિશ્નરને આ તમામ ઘટનાની માહિતી આપવા ગાંધીનગર હાજર થવા ફરમાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Christmas in the country: વડોદરામાં મૂર્તિકારે શાન્તા ક્લોઝની અનોખી મૂર્તિ બનાવી

આ પણ વાંચો: Rajendra Trivedi Surprise Visit: માંજલપુર દક્ષિણ ઝોન મામલતદાર-સબ રજિસ્ટ્રાર કચેરીની કરોડોની સ્ટેમ્પ ડ્યુટીની ચોરી પકડી

Last Updated : Dec 25, 2021, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.