ગુજરાત

gujarat

Communal violence in Vadodara: રાવપુરામાં મોડી રાત્રે પથ્થરમારો થતા મંદિરની મૂર્તિને થયું નુકસાન, પોલીસનો કાફલો તહેનાત

By

Published : Apr 18, 2022, 11:50 AM IST

વડોદરામાં શહેરમાં (Communal Violence in Vadodara) રવિવારે મોડી રાત્રે પથ્થરમારાની (Stone throwing in Vadodara) ઘટના બની હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં તંગદિલી સર્જાતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે પોલીસે વણસી ઉઠેલી પરિસ્થિતિ પર કાબુ મેળવી સ્થિતિ સામાન્ય બનવા પામી હતી.

Communal violence in Vadodara: રાવપુરામાં મોડી રાત્રે પથ્થરમારો થતા મંદિરની મૂર્તિને થયું નુકસાન, પોલીસનો કાફલો તહેનાત
Communal violence in Vadodara: રાવપુરામાં મોડી રાત્રે પથ્થરમારો થતા મંદિરની મૂર્તિને થયું નુકસાન, પોલીસનો કાફલો તહેનાત

વડોદરા : વડોદરા શહેરના રાવપુરા મેઇન રોડ પરના ટાવરથી અમદાવાદી પોળ વચ્ચે બે વાહનો ટકરાતા (Communal Violence in Vadodara) મામલો ગરમાયો હતો. સામાન્ય અકસ્માતની આ ઘટનાએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પથ્થરમારો થયો હતો. જેમાં રસ્તા પરથી પસાર થઇ રહેલા સામાન્ય રાહદારીઓ પણ તેનો ભોગ (Stone throwing in Vadodara) બને તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. પથ્થમારાની ઘટનામાં અનેક વાહનોની તોડફોડ (Night vandalism in Vadodara) કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ બનાવને પગલે રાવપુરા ટાવર ખાતે મોટી સંખ્યામાં લોક ટોળા એકત્ર થયા હતા.

વડોદરામાં મોડી રાત્રે પથ્થરમારાથી મંદિરની મૂર્તિને નુકશાન થતાં પોલીસનો કાફલો તૈનાત

આ પણ વાંચો :Communal violence in Savli: સાવલીના ગોઠડા ગામે કોમી અથડામણ કરનારા 8 અસામાજિક તત્વોની ધરપકડ, પોલીસે રાયોટિંગનો ગુનો નોંધ્યો

સાંઇબાબાના મંદિરમાં તોડફોડ - તો બીજી તરફ અમદાવાદી પોળ પાસે લોક ટોળા એકત્ર થતાં ભારે પથ્થરમારો (stone pelting in gujarat) થયો હતો. તેમજ અસામાજિક તત્વો દ્વારા કોઠી પોળ ખાતેના સાંઇબાબાના મંદિરમાં તોડફોડ કરી મૂર્તિ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સાંઇબાબાના મંદિરમાં તોડફોડ કરતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ધાર્મિક સ્થળને નુકસાન થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે.

આ પણ વાંચો :Communal Violence In Himmatnagar: હિંમતનગરમાં હિંસા ફેલાવનારાઓને રાજેન્દ્રસિંહની ચેતવણી, રાજ્ય સરકાર કોઈપણ અસામાજિક તત્વોને નહીં છોડે

અસામાજિક તત્વોને ઝડપી પાડવા કવાયત - જોકે આ સમગ્ર ઘટના વાયુ વેગની જેમ શહેરમાં પ્રસરતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો પણ ઘટના સ્થળે આવી પહોંચી હતા. આ દરમિયાન પોલીસને બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતો. શહેરમાં શાંતિ જળવાઈ રહે અને પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે શહેર પોલીસ કમિશનર ડો. શમસેરસિંહ પણ મોડી રાતે સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ આ ઘટનાએ કઇ બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું તે અંગે હજી ચોક્કસ માહિતી મળી શકી નથી. બનાવને પગલે પોલીસે સમગ્ર વિસ્તારમાં નાઈટ કોમ્બિંગ (Combing operation in Vadodara) હાથ ધરી શાંતિનો ભંગ કરનાર અસામાજિક તત્વોને ઝડપી પાડવા કવાયત શરૂ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details