ગુજરાત

gujarat

સુરત: રંગોળી કલાકાર હેમંતી ચંદ્રેશ જરદોશ પાસેથી પાણી નીચે રંગોળી બનાવતા શીખો

By

Published : Nov 7, 2020, 4:36 PM IST

Updated : Nov 7, 2020, 5:29 PM IST

શ્રીનાથજીની રંગોળી
શ્રીનાથજીની રંગોળી

દિવાળી હોય તો ફટાકડા, મીઠાઈ, રોશની, આનંદ-ઉલ્લાસ અને સાથે સાથે સાથિયા પણ હોય જ છે. દર વર્ષે પરંપરા મુજબ આપણે આંગણામાં સાથિયા બનાવીએ છીએ. રંગોળીની સજાવટ દિવાળીની સુંદરતા વધારે છે. સમય સાથે તેના રૂપ રંગ બદલાયા છે અને સુરતના રંગોળી કલાકાર હેમંતી ચંદ્રેશ જરદોશે પાણી નીચે શ્રીનાથજીની રંગોળી બનાવી છે.

  • દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી
  • સમય સાથે રંગોળીના રૂપ રંગ બદલાયા
  • રંગોળી કલાકાર હેમંતી ચંદ્રેશ જરદોશે પાણી નીચે શ્રીનાથજીની રંગોળી બનાવી

સુરત: દિવાળી હોય તો ફટાકડા, મીઠાઈ, રોશની, આનંદ-ઉલ્લાસ અને સાથે સાથે સાથિયા પણ હોય જ છે. દર વર્ષે પરંપરા મુજબ આપણે આંગણામાં સાથિયા બનાવીએ છીએ. રંગોળીની સજાવટ દિવાળીની સુંદરતા વધારે છે. સમય સાથે તેના રૂપ રંગ બદલાયા છે અને સુરતના રંગોળી કલાકાર હેમંતી ચંદ્રેશ જરદોશે પાણી નીચે શ્રીનાથજીની રંગોળી બનાવી છે.

શ્રીનાથજી બનાવ્યા બાદ તેના પર સ્ટોન, ટીકી અને હીરાનું આર્ટવર્ક

આ રંગોળી જરા હટકે છે અને તમે તેને કાયમ માટે સાચવી શકો છો. દૂરથી તમને રંગોળી નહીં પણ પેઇન્ટિંગ જ લાગશે, જે તેની વિશિષ્ટતા છે. શ્રીનાથજી બનાવ્યા પછી તેના પર સ્ટોન, ટીકી અને હીરાના આર્ટવર્કથી શણગાર્યા બાદ પાણી નાખ્યા બાદ તેનો નિખાર ખૂબ જ વધી જશે.

રંગોળી કલાકાર હેમંતી ચંદ્રેશ જરદોશ પાસેથી પાણી નીચે રંગોળી બનાવતા શીખો

રંગોળી પર શણગાર યથાવત રહેશે

રંગોળી કલાકાર હેમંતી ચંદ્રેશ જરદોશે જણાવ્યું કે, તેલ લગાડેલું હોવાથી રંગોળી પર શણગાર યથાવત રહેશે. તો આ વર્ષે તમે પણ સૌ આવી સુંદર રંગોળી પાણી નીચે બનાવો અને ભારતની આ સાંસ્કૃતિક પરંપરા અને લોક કલા તમારા બાળકોને પણ શીખવાડી શકો છો.

પાણી નીચે રંગોળી બનાવવાની રીત

  • કાચ અથવા પ્લાસ્ટિક અથવા મોટી સ્ટીલની ડીશ લો.
  • તેમાં દિવેલ અથવા કોઈપણ તેલનો સ્પ્રે કરો અને પછી જે રીતે તમે જમીન પર રંગોળી બનાવો છો તે જ રીતે બનાવો.
  • જે બાદ એક કલાક રહેવા દો જેથી તેલ અને કરોઠીના કલર એકબીજા સાથે ભળી જાય.
  • બાદમાં સાઇડ ઉપરથી પાણી ધીમે ધીમે નાંખો.
  • બે ત્રણ દિવસ બાદ પાણીને ધીરેથી કાઢી નાંખો.
  • બરાબર સુકાઈ ગયા બાદ પ્લાસ્ટિકથી કવર કરો અને કાયમ માટે તેને સાચવી રાખો.
  • ચારથી પાંચ વર્ષ સુધી આ રંગોળી જરા પણ બગડતી નથી.
Last Updated :Nov 7, 2020, 5:29 PM IST

ABOUT THE AUTHOR

...view details