ગુજરાત

gujarat

Surat GSRTC Bus Depot Parking: સુરત GSRTC બસ ડેપોના પાર્કિંગની નજીક ઝાડીમાંથી મળ્યો યુવકનો મૃતદેહ

By

Published : Mar 29, 2022, 9:56 PM IST

સુરત શહેરના GSRTC બસ ડેપો (Surat GSRTC Bus Depot Parking)ના પાર્કિંગની નજીક ઝાડીમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસ CCTVના આધારે યુવક વિશે માહિતી મેળવીને હત્યા છે કે આત્મહત્યા તે વિશે તપાસ કરી રહી છે.

Surat GSRTC Bus Depot Parking: સુરત GSRTC બસ ડેપોના પાર્કિંગની નજીક ઝાડીમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Surat GSRTC Bus Depot Parking: સુરત GSRTC બસ ડેપોના પાર્કિંગની નજીક ઝાડીમાંથી મળ્યો યુવકનો મૃતદેહ

સુરત: સુરત શહેરના ST બસ ડેપો (Surat GSRTC Bus Depot Parking)ની સામે આવેલા ખુલ્લા મેદાનની ઝાડીમાંથી એક અજાણ્યા યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા સ્થાનિક પોલીસ દોડતી થઇ ગઇ છે. પોલીસ યુવકે આત્મહત્યા (Suicide In Surat) કરી કે હત્યા(Murder In Surat) કરવામાં આવી એ દિશામાં તપાસ કરી રહી છે. શહેરના GSRTC બસ ડેપોના પાર્કિંગમાં આવેલા ખુલ્લા મેદાનની ઝાડીઓમાંથી આજે બપોરે એક અજાણ્યા યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મૃતદેહ (Dead Body Found In Surat) મળી આવ્યો હતો.

અજાણ્યા યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મૃતદેહ મળ્યો.

આ પણ વાંચો:Suicide In Surat: સુરતમાં મહિલાની આત્મહત્યા,ત્રણ મહિનાનું બાળક બન્યું માતાવિહોણું

જીન્સના પેન્ટ વડે ફાંસો ખાધો? - આ વાતની જાણ થતાં જ ST કર્મચારીઓ (ST employees surat)નું ટોળું ભેગું થઇ ગયું હતું. પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. યુવકના મૃતદેહને જોતા એમ લાગી રહ્યું હતું કે, યુવકે જીન્સનું પેન્ટ બાંધી તેના વડે ફાંસો ખાધો હોય. યુવકે વ્હાઇટ શર્ટ અને બ્લેક જીન્સ પહેર્યું હતું.

આ પણ વાંચો:Surat Suicide Case: હોટેલના માલિક સાથે પ્રેમ સંબંધમાં રીસેપ્શનીસ્ટએ આત્મહત્યાનું પગલું ભર્યું

ઘટનાસ્થળેથી બેગ મળી આવી- પોલીસે આ બનાવને લઇને આજુબાજુ પણ તપાસ કરી હતી. ST બસ ડેપો પાસે આવેલા તમામ બિલ્ડિંગ અને દુકાનોમાં લગાવામાં આવેલા CCTV પણ ચેક કરવામાં આવી રહ્યા છે. આ મામલે મહિધરપુરા પોલીસ (mahidharpura police station)ને ઘટનાસ્થળેથી યુવકની બેગ મળી આવી હતી. આ બેગ આ યુવકની છે કે, કેમ એ પણ તપાસ કરવામાં આવી રહ્યું છે. પોલીસને અંદરથી યુવકની ઓળખ થાય તેવું કશું મળ્યું નથી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details