ગુજરાત

gujarat

એક તરફી 'લવ' બાદ મળ્યું 'મોત' !

By

Published : May 5, 2022, 11:33 AM IST

Updated : May 5, 2022, 4:04 PM IST

સુરતની કોર્ટ ગ્રીષ્મા હત્યા કેસમાં ચૂકાદો (Surat Grishma Murder Case Verdict) આપ્યો છે. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે. તેમ છતાં આરોપીના ચહેરા પર કોઈ અફસોસ જોવા મળ્યો નહતો.

એક તરફી લવ બાદ મળ્યું મોત
એક તરફી લવ બાદ મળ્યું મોત

સુરતઃ ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આજે કોર્ટ ચૂકાદો (Surat Grishma Murder Case Verdict) આપ્યો છે. કોર્ટે આરોપી (Grishma Murder Case) ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે શ્લોક બોલીને સુનાવણી શરૂ કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, આ હત્યા પૂર્વનિર્ધારિત અને કાવતરું (Grishma Assassination Predetermined and Conspiracy) હતું. સાથે જ ગ્રીષ્મા નિઃસહાય અને ભયભીત હતી. આરોપીએ ગ્રીષ્માના કાકા અને ભાઈ પર પણ હુમલો કર્યો હતો. ત્યારબાદ ગ્રીષ્માની ઘાતકી હત્યા કરી હતી. મૃતક ગ્રીષ્મા નિઃશસ્ત્ર હતી. આરોપીને હાથ નીચે દબાયેલી સ્ત્રીનું રૂદન ન દેખાયું અને ન તો તેની પર દયા આવી.

આ પણ વાંચો- Grishma Murder Case: કોર્ટે ફેનીલને કહ્યું, તમે એક નિર્દોષ યુવતીનો ચપ્પુથી વધ કર્યો છે, તમારો વધ કલમથી કેમ ન થાય?

આરોપીના ચહેરા પર કોઈ અફસોસ ન દેખાયો -કોર્ટે કહ્યું (Surat Grishma Murder Case Verdict) હતું કે, લાઈવ હત્યાના દ્રશ્ય કદાચ લોકોએ પ્રથમ વખત જોયા હશે. આરોપીના મોઢા પર આ જઘન્ય કૃત્યનો કોઈ અફસોસ પણ નથી જણાતો. સાથે જ કોર્ટે સુનાવણી દરમિયાન આતંકવાદી અજમલ કસાબનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કેસમાં દાર્શનિક પૂરાવા છે. આરોપીએ પ્રોફેશનલ ગુનેગારની જેમ જ ગુનો કર્યો છે.

શું હતી ઘટના -સુરત જિલ્લાના પોસાદરા ગામમાં 12 ફેબ્રુઆરીએ આરોપી ફેનિલ ગોયાણીએ ગ્રીષ્મા વેકરીયાનું (Grishma Murder Case) તેના જ ઘર પાસે જાહેરમાં ગળું કાપી નાખી હત્યા કરી હતી. આ હત્યા પહેલાં આરોપી ફેનિલે ગ્રીષ્માના કાકા અને ભાઈને પણ ચાકુથી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ગ્રીષ્માનું ગળું કાપ્યું હતું. આ ઘટના પછી આરોપી ફેનિલ ગોયાણીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બચી ગયો હતો. આ ચકચારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર એવો વાઈરલ થયો હતો કે, સુરત જ નહીં, સમગ્ર રાજ્ય અને દેશના લોકો હચમચી ગયા હતા. આ કેસમાં રાજ્ય સરકારે પણ તાત્કાલિક તપાસનો દોર શરૂ કર્યો હતો. જ્યારે કામરેજ પોલીસે આરોપી ફેનિલ ગોયાણીની ધરપકડ કરી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

Last Updated : May 5, 2022, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details