Grishma Murder Case: કોર્ટે ફેનીલને કહ્યું, તમે એક નિર્દોષ યુવતીનો ચપ્પુથી વધ કર્યો છે, તમારો વધ કલમથી કેમ ન થાય?

author img

By

Published : Apr 21, 2022, 12:04 PM IST

Updated : Apr 22, 2022, 12:11 PM IST

Grishma Murder Case: કોર્ટે ફેનીલને કહ્યું, તમે એક નિર્દોષ યુવતીનો ચપ્પુથી વધ કર્યો છે, તમારો વધ કલમથી કેમ ન થાય?

સુરત ચકચારી ગ્રીષ્મા હત્યા મામલે (Grishma Murder Case 2022 ) સુરત કોર્ટે આરોપી ફેનિલને દોષી જાહેર કર્યો છે. આ ઘટનાના 63 બાદ આખરે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે. હવે હત્યારાને શું સજા થશે તે અંગે દલીલ કરવામાં આવશે

સુરતઃ શહેરના ચકચારી ગ્રીષ્મા હત્યા મામલે (Grishma Murder Case) ઘટનાના 63 દિવસ બાદ આરોપી ફેનિલ દોષી જાહેર થયો છે. સુરત કોર્ટે તેને આજે દોષી જાહેર કર્યો છે. હવે હત્યારા ફેનિલને શું સજા થશે. તેની ઉપર દલીલ કરવામાં આવશે અને કોર્ટ સજા ફટકારશે. આરોપી કલમ 302 સહિતના અન્ય કલમો માટે દોષી જાહેર થયો છે. આ કેસમાં આરોપી ફેનિલ ગ્રીષ્માના પરિવાર પર જીવલેણ હુમલો કરે છે. તે વીડિયો પણ વાઈરલ થયો હતો.

Grishma Murder Case: કોર્ટે ફેનીલને કહ્યું, તમે એક નિર્દોષ યુવતીનો ચપ્પુથી વધ કર્યો છે, તમારો વધ કલમથી કેમ ન થાય?

આ પણ વાંચો- MLA Kandhal Jadeja convicted : કુતિયાણા MLA કાંધલ જાડેજાને દોઢ વર્ષની સજા અને 10000નો દંડ, જેલમાં નહીં જવું પડે

ગ્રીષ્મા હત્યા કેસમાં (Grishma Murder Case) આવતીકાલે (શુક્રવારે) સજા પર દલીલ થશે. જજે કહ્યું હતું કે, તમને ત્રણ વાર પૂછવામાં આવે છે. તમે જે ગુનો કર્યો છે. તેમાં ઓછામાં ઓછી આજીવન કારાવાસ અને વધુમાં વધુ મૃત્યુ દંડની જોગવાઈ છે. તમે એક નિઃસહાય અને નિર્દોષ યુવતીનું ચપ્પુથી વધ કર્યો છે. તમારો વધ કલમથી કેમ ન થાય?

ફાંસીની સજા થાય આ માટે અમે દલીલ કરીશું - સરકારી વકીલ નયન(Grishma Vekaria murder case) સુખડવાલાએ જણાવ્યું હતું કે કોર્ટે કહ્યું છે કે આ સુનિયોજીત હત્યા છે. અમે ફાંસીની સજાવામાં માટે દલીલો કરીશું. જે પણ કલમ લગાડવામાં આવી છે તમામ માટે દોષી જાહેર થયો છે. આ ક્રૂર હત્યા હત્યા છે. શુક્રવારથી ફેનીલને સજા થાય આ માટે દલીલો થશે. દોષી ફેનીલને ફાંસીની સજા થાય આ માટે અમે દલીલ કરીશું.

આ પણ વાંચો- Murder in Vadodara: મેં હત્યા કરીને આવ્યો છું, વડોદરામાં જાહેરમાં હત્યા બાદ હત્યારો પોલીસ સ્ટેશન પહોંચ્યો

25 ફેબ્રુઆરીએ ઝડપાયો હતો આરોપી ફેનિલ - સુરતમાં 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા હત્યા કાંડનો (Grishma Murder Case) બનાવ બન્યો હતો. ત્યારબાદ આ મામલે કામરેજ પોલીસે ગ્રીષ્માની હત્યા કરનારા આરોપી ફેનિલ ગોયાણીની ધરપકડ (Grishma Murder Case accused Fenil Goyani) કરી હતી. ત્યારબાદ 25 ફેબ્રુઆરીએ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ સૌપ્રથમ સેશન ટ્રાયબલ હોવાથી કઠોર કોર્ટમાંથી આ કેસ કમી થઈને સુરતની કોર્ટમાં (Surat fast track court) ટ્રાન્સફર થયો હતો.

પોલીસે દાખલ કરી 2,500 પાનાની ચાર્જશીટ - આ કેસમાં પોલીસે 2,500 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. અને 23 પંચનામા કરવામાં આવ્યા હતા. 190 જેટલા સાક્ષીઓ અને 188 દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ ઉપરાંત ડોક્ટરના, ઈજાગ્રસ્ત વ્યક્તિ, મેડિકલ, સીસીટીવી, ઘટના પેહલાનો વીડિયો, ઘટના બાદની ઓડિયો ક્લિપ આમ તમામ પુરાવાઓ રજૂ કર્યા હતા. તેને લઈને ગત 6 એપ્રિલે આ મામલે કોર્ટમાં બંન્ને પક્ષોની દલીલો પૂર્ણ થઈ હતી.

આરોપીને 900થી વધારે સવાલો કરવામાં આવ્યા હતા - આરોપી ફેનિલે 12 ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની હત્યા (Grishma Murder Case) કરી હતી. તે કેસની સુનાવણી સુરત કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિમલ કે. વ્યાસના કોર્ટમાં પૂર્ણ થઈ હતી. આ ટ્રાયલ કેસ ઉપર ચલાવવામાં આવ્યું હતું. જ્યારે ફરિયાદ પક્ષ તરફથી 100થી વધુ દસ્તાવેજો અને મૌખિક જૂબાની રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીને આ દરમિયાન 900થી વધારે સવાલો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને પક્ષોની દલીલો પૂર્ણ એક અઠવાડિયા સુધી ચાલી હતી. આ કેસમાં 6 એપ્રિલે નામદાર કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિમલ કે. વ્યાસએ આ કેસમાં આરોપી સે મિલને દોષી જાહેર કર્યા છે.

આરોપી ફેનિલે હત્યા કરવા વેબસિરીઝ પણ જોઈ હતી- આ કેસ પૂરવાર કરવા ફરિયાદ પક્ષે નજરે જોનારાના સાહેદો મેડિકલ એવિડન્સ ઘટના બન્યા બાદ જે DNA પૂરાવો, અન્ય પૂરાવાઓ, પંચોના પૂરાવાઓ, આ બધા પુરાવાથી કેસ પૂરવાર કર્યો છે. જ્યારે ફરિયાદ પક્ષ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં ઈરાદાપૂર્વક હત્યા (Grishma Murder Case) કરવામાં આવી હતી. હત્યા પહેલા આરોપીએ ડિમાર્ટમાંથી ચાકુ ખરીદ્યું હતું. તેનો પૂરાવો પણ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આરોપીને લાગ્યું કે, એક ચાકુથી કામ નહીં ચાલે. એટલે તેણે બીજું ચાકું પણ લીધું હતું. તે ચાકુ તેણે સુભાષના પેટમાં માર્યું, જેના કારણે સુભાષના પેટના આંતરડામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, હત્યા (Grishma Murder Case) માટે તે વેબસિરીઝ પણ જોતો હતો અને ઓનલાઈન એકે- 47 પણ સર્ચ કર્યું હતું.

ઘટનાના દિવસે આરોપી ફેનિલ ગ્રીષ્માની કોલેજમાં પણ ગયો હતો - આ ઘટનાના દિવસે સવારે આરોપી ફેનિલ ગોયાણી ગ્રીષ્માની કોલેજમાં ગયો હતો, પરંતુ ગ્રીષ્મા તે દિવસે ક્લાસમાં હતી. એટલે કોલેજમાં આ ઘટના નહતી બની. આરોપી ફેનિલે ગ્રીષ્માનો પીછો કરી તેના ઘરે ગયો હતો. ત્યાં જઈને તેણે ગ્રીષ્માના કાકા સુભાષભાઈ પર હુમલો કર્યો હતો. તેમ જ તેમના પેટમાં ચાકુ માર્યું હતું. ત્યારબાદ ગ્રીષ્માના ભાઈને પણ માથા પર ઈજા પહોંચાડી હતી. તો ગ્રીષ્મા ભાગતી હતી. ત્યારે જ આરોપી ફેનિલે તેને પકડી તેના ગળા પર ચાકુ ફેરવી તેની હત્યા (Grishma Murder Case) કરી હતી.

Last Updated :Apr 22, 2022, 12:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.