ગુજરાત

gujarat

હવે ખારા પાણીને બનાવાશે પીવાલાયક, યુવા એન્જિનિયર્સે કર્યું નવું સંશોધન

By

Published : May 23, 2022, 2:53 PM IST

સુરતના 5 યુવાનઓએ ખાસ રિસર્ચ કર્યું છે. તેના કારણે રાજસ્થાનના 700 ગામોને પીવાનું શુદ્ધ પાણી (Pure drinking water in a village in Rajasthan) મળશે. એટલું જ નહીં દક્ષિણ ગુજરાતના વોટર જેટ ઉદ્યોગોને પણ પાણીની અછત હવે (Benefit to Water Jet Industries of South Gujarat) નહીં સર્જાય. તો આવો જોઈએ આ યુવાનોએ એવું તે શું કર્યું છે.

હવે ખારા પાણીને બનાવાશે પીવાલાયક, યુવા એન્જિનિયર્સે કર્યું નવું સંશોધન
હવે ખારા પાણીને બનાવાશે પીવાલાયક, યુવા એન્જિનિયર્સે કર્યું નવું સંશોધન

સુરતઃ પાણીની અછતને પહોંચી વળવા માટે તેમ જ દરિયાના ખારા પાણીનો ઉપયોગ કરીને તેને પીવાલાયક બનાવવા માટે સુરત પાંચ યુવાઓએ હવે કમર કસી છે. આ યુવાનોઓ 5 વર્ષ સુધી ખાસ રિસર્ચ કર્યું છે. તેના કારણે હવે રાજસ્થાનના બાડમેર જિલ્લાના 700 જેટલા ગામને શુદ્ધ પાણી (Pure drinking water in a village in Rajasthan) પીવા મળશે. એટલું જ નહીં દક્ષિણ ગુજરાતના વોટર જેટ ઉદ્યોગોને પણ પાણીની અછત નહીં (Benefit to Water Jet Industries of South Gujarat) સર્જાય. યુવાનોના કારણે રોજે દરિયાના 1,500 લીટર ખારા પાણીને પીવાલાયક કરવામાં આવે છે.

યુવાનોએ પોતાના રિસર્ચને પેટર્ન કરાવ્યું

યુવાનોએ પોતાના રિસર્ચને પેટર્ન કરાવ્યું -સુરતના 5 યુવાનોએ જે રિસર્ચ કર્યું છે. તે આગામી દિવસોમાં ક્રાંતિ સાબિત થઈ શકે છે. યશ તરવાડી, ભૂષણ પર્વતે, જ્હાન્વી રાણા, નિલેશ શાહ, ચિંતન શાહ તમામ એન્જિનિયરિંગના વિદ્યાર્થી હતા. તેમણે દેશમાં જે રીતે પાણીની અછત સર્જાઈ (Water scarcity in India) રહી છે અને દેશ મોટાભાગે દરિયાકાંઠાથી ઘેરાયેલો છે. ત્યારે તેને કઈ રીતે ખારા પાણીથી શુદ્ધ કરી પીવાલાયક (Pure drinking water in a village in Rajasthan) બનાવી શકાય. આ માટે આ પાંચેય યુવાઓએ 5 વર્ષ સુધી મહેનત કરી અને રિસર્ચને પેટર્ન કરાવ્યું છે. તેને સાંભળીને લોકો પણ આશ્ચર્યમાં મૂકાઈ જશે.

આ પણ વાંચો-Ayurved Medicine Export Industry : વિશ્વમાં વધતી આયુર્વેદિક દવાઓની માંગ, ખાનગી કંપનીઓએ શરુ કર્યું આ કામ

રાજસ્થાનની સરકાર ડિવાઈસથી થઈ પ્રભાવિત - એન્જિનિયરોના ગૃપ દ્વારા સોલરથી ચાલતું ડિવાઈસ (Engineers create solar powered device) બનાવાયું છે. મહત્વની વાત એ છે કે, ખારા પાણીમાંથી મીઠુ બનતું આ પાણી મિનરલયુક્ત છે અને પાણીજન્ય રોગોને દૂર કરવામાં મદદરૂપ છે. તેમના આ રિસર્ચથી પ્રભાવિત રાજસ્થાન સરકાર પણ છે. ટૂંક સમયમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના 700 ગામ ટેક્નિકના (Pure drinking water in a village in Rajasthan) કારણે પીવાલાયક પાણી મેળવી શકશે.

આ પણ વાંચો-Research on Sparrow : ચકલીમાં વાઇરસ ખેંચવાની ક્ષમતા હોય છે!

રોજ 1,500 લિટર ખારા પાણીને પીવાલાયક બનાવાઈ રહ્યું છે -સુરતના 5 એન્જિનિયરે એવું ડિવાઈસ તૈયાર (Engineers create solar powered device) કર્યું છે, જે સંપૂર્ણ રીતે સોલાર સિસ્ટમથી ચાલે છે.જેનાથી દરિયાના ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતરિત કરી શકાય છે. આ ડિવાઈસ થકી હાલમાં ઓલપાડ તાલુકામાં દરરોજ 1500 લિટર ખારા પાણીને પીવાલાયક બનાવવામાં આવી રહ્યું છે જેનો લાભ આસપાસના ગામના લોકો લઇ રહ્યા છે.

વેસ્ટ પાણીનું શુદ્ધિકરણ -આ પ્લાન્ટ સંપૂર્ણ પણે સોલારથી ચાલે છે. એટલે કે, તેને વિજળીની જરૂર નથી. વળી RO સિસ્ટમમાં ઘણા મિનરલ હોતા નથી અને લાંબા ગાળે આરોગ્ય માટે લાભકારી પણ નથી. જોકે, આ સોલાર પ્લાન્ટમાંથી (Pure drinking water in a village in Rajasthan) જે પણ પાણી મળશે તે મિનરલયુક્ત હશે. તેમાં રહેલી કોપરની ગુણવત્તા આરોગ્ય માટે સારી છે અને તે પાણીજન્ય રોગોથી પણ બચાવી શકે છે.

રાજસ્થાન સરકારે યુવાનોનો કર્યો સંપર્ક - આ અંગે ચિંતન શાહે જણાવ્યું હતું કે, બાડમેર જિલ્લામાં RO સિસ્ટમથી પાણી શુદ્ધિકરણ (Water purification in Barmer) કરવામાં આવે છે. પરંતુ જે શુદ્ધ પાણી નથી આવું 50 ટકા પાણીને નિકાળ કરવામાં આવતું હોય છે, જે પર્યાવરણલક્ષી નથી. ત્યાંની સરકારે અમારો સંપર્ક કર્યો છે અને અમે ટૂંક સમયમાં ત્યાં પોતાની સિસ્ટમના માધ્યમથી પાણી શુદ્ધિકરણ કરીશું. આથી ત્યાં 700 ગામના લોકોને (Pure drinking water in a village in Rajasthan) તેનો લાભ મળશે.

ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પણ ખૂબ જ પ્રભાવિત -સાથે તેઓએ જણાવ્યું હતું કે, તેમના પ્રોજેક્ટને લઈ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (Gujarat Pollution Control Board) પણ ખૂબ જ પ્રભાવિત છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ વોટર જેટ ઉદ્યોગો આવેલા છે, જેમાં મોટા ભાગે પાણીનો વપરાશ થતો હોય છેય ત્યાં તેમની આ ટેક્નિકથી તેઓ પોતાનો ઉદ્યોગ ચલાવી શકશે. તેના કારણે વીજળીની બચત પણ થશે અને વેસ્ટ પાણીનું શુદ્ધિકરણ કરી તેઓ ફરીથી વાપરી શકશે.

આ ડિવાઈસ કેવી રીતે કામ કરે છે? -સૂર્યના કિરણોને વોકલ પર કેન્દ્રિત કરી કોન્સન્ટ્રેટર નામના ડિવાઈસમાં એટલે કે, રિસિવરમાં ખારું પાણી લેવામાં આવે છે, જે સોલારથી ચાલે છે. તેમાં ખારા પાણીનું મીઠું અને અન્ય પાર્ટ રિસીવરમાં રહી જાઈ છે અને માત્ર સ્ટીમ આગળ વધે છે. સ્ટીમને હિટ એક્સચેન્જર નામના ડીવાઇઝથી પ્રવાહી સ્વરૂપમાં લાવવામાં આવે છે. ત્યારબાદ પ્રોસેસ થયેલું પાણી પીવાલાયક બને છે. આ સોલાર થર્મલ ડી સેલીટાઇઝેશન પ્લાન્ટની (Solar thermal de salitization plant) મદદથી દરિયાકાંઠાના કોઈપણ વિસ્તારમાં રહેતા લોકોને મળતા ખારા પાણીને રૂપાંતરિત કરી મીઠું પાણી આપી શકાય છે. આ પાણી દરેક પ્રકારના મિનરલયુક્ત છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગુણવત્તામાં ખરું ઉતર્યું છે.

ABOUT THE AUTHOR

...view details