ETV Bharat / city

Innovated Unique Glasses: આ ચશ્મા પહેર્યા બાદ ડ્રાઈવિંગ કરતી વખતે નહીં આવે ઉંઘ, જાણો કારણ...

author img

By

Published : Feb 3, 2022, 10:17 AM IST

Updated : Feb 3, 2022, 4:01 PM IST

સુરતમાં ચોકબજાર વિસ્તારમાં રહેતા અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ એક અનોખા જ ચશ્મા (Surat Student Innovation) બનાવ્યા છે. આ ચશ્માની વિશેષતા એ છે કે, કારચાલક કાર ચલાવતી વખતે સુઈ જાય તો (Surat Student make glasses for avoiding Car Accident) તરત બઝર વાગશે. આ ચશ્મામાં અન્ય શું વિશેષતા છે જાણો.

Innovated Unique Glasses
Innovated Unique Glasses

સુરતઃ શહેરના ચોક બજાર વિસ્તારમાં રહેતા અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સુફિયાન મોહમ્મદે (Surat Chowk Bazar student Sufian Mohammad) અનોખા જ ચશ્મા (Surat Student make glasses for avoiding Car Accident) બનાવ્યા છે. આ ચશ્મા કારચાલકો માટે છે. આ ચશ્માની મદદથી કારના અકસ્માત અટકાવી (Surat Student Innovation) શકાશે.

કારચાલકો માટે મદદરૂપ થશે આ ચશ્મા

આ પણ વાંચોઃ અરે વાહ..! પાકમાંથી નીંદણને દૂર કરવા કર્ણાટકના ખેડૂતનો દેશી પ્રયોગ, જુઓ વીડિયો મજા આવશે...

ચશ્માની વિશેષતા

આ ચશ્માની વિશેષતા એ છે કે, કારચાલક ડ્રાઈવિંગ દરમિયાન સુઈ જાય તો તરત જ ચશ્મામાં બઝર વાગશે અને વાઈબ્રેટ થશે. આનાથી કારચાલક તરત જ એક્ટિવ થઈ જશે અને અકસ્માતથી બચી શકશે. દેશભરમાં સૌથી વધુ મૃત્યુ અકસ્માતમાં થાય છે. કેટલીક વાર ડ્રાઈવરને ઝોંકુ આવતા પણ અકસ્માત (Surat Student make glasses for avoiding Car Accident) સર્જાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી સુરતના આ વિદ્યાર્થીએ આ ચશ્મા બનાવ્યા (Surat Student Innovation) છે.

કારચાલકો માટે મદદરૂપ થશે આ ચશ્મા
કારચાલકો માટે મદદરૂપ થશે આ ચશ્મા

આ પણ વાંચોઃ Surat Students Innovation: વિદ્યાર્થીઓએ ઈલેક્ટ્રિક વાહન માટે એવું ચાર્જર બનાવ્યું, જે માત્ર 30 મિનીટમાં 80 ટકા બેટરી કરશે ચાર્જ

કારચાલકો માટે મદદરૂપ થશે આ ચશ્મા

આપને જણાવી દઈએ કે, સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતો સુફિયાન મોહમ્મદ (Surat Chowk Bazar student Sufian Mohammad) શહેરની ઈગ્નોર ઉર્દૂ હાઈસ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીએ એક અનોખો ચશ્માં બનાવ્યા છે, જેનાથી કારચાલક ડ્રાઈવિંગ દરમિયાન જો સુઈ જાય તો તરત ચશ્મામાં લગાવવામાં આવેલું એલાર્મ વાગશે અને વાઈબ્રેટ થાય છે. તેના કારણે કારચાલક તરત એક્ટિવ થઈ જાય છે અને અકસ્માત થતા અટકી (Surat Student make glasses for avoiding Car Accident) જાય.

ત્રણ મહિનાની મહેનત પછી ચશ્મા તૈયાર થયા
ત્રણ મહિનાની મહેનત પછી ચશ્મા તૈયાર થયા

ચશ્મા બનાવતા કેટલો સમય લાગ્યો?

આ ચશ્માં બનાવતા આ વિદ્યાર્થીને ત્રણ મહિનાનો સમય (Surat Student make glasses for avoiding Car Accident) લાગ્યો છે. એટલે માની શકીએ છીએ કે, ડ્રાઈવર ગાડી ચલાવતા આંખ બંધ થતાની સાથે જ એલાર્મ વાગે છે. તો આ વિદ્યાર્થીની સફળતાને (Surat Student Innovation) લઇને તેમના વિસ્તાર અને પરિવારના લોકો ગર્વ અનુભવી રહ્યા છે.

ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સુફિયાન મોહમ્મદે અનોખા જ ચશ્મા બનાવ્યા
ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સુફિયાન મોહમ્મદે અનોખા જ ચશ્મા બનાવ્યા

સુફિયાનના પિતાએ આપ્યું માર્ગદર્શન

ચશ્મા બનાવનારા વિદ્યાર્થી સુફિયાન મોહમ્મદે (Surat Chowk Bazar student Sufian Mohammad) જણાવ્યું હતું કે, કાર અકસ્માત અંગે મારા પિતાએ મને જાણ કરી હતી. કેટલીક વાર ડ્રાઈવરને ઝોંકુ આવતા પણ અકસ્માત થાય છે. આ વાતો સાંભળીને મેં આ ચશ્મા બનાવવાનું શરૂ કર્યું હતું. મારા પિતાના માર્ગદર્શન હેઠળ આ ચશ્મા બનાવ્યા (Surat Student make glasses for avoiding Car Accident) છે.

ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સુફિયાન મોહમ્મદે અનોખા જ ચશ્મા બનાવ્યા
ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સુફિયાન મોહમ્મદે અનોખા જ ચશ્મા બનાવ્યા

ઝોંકુ આવશે તો બઝર વાગશે એની સાથે વાઈબ્રેટ પણ થશે

વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ચશ્માંમાં ત્રણ સર્કિટ છે અને એલાર્મ છે. જ્યારે ડ્રાઈવરની આંખ 5 સેકન્ડથી વધુ બંધ હશે. ત્યારે આ બઝર વાગશે. આની અંદર 2 સિસ્ટમ છે. એક તો બઝર એક્ટિવ તો થશે જ એની સાથે વાઈબ્રેટ પણ થશે. કારણ કે, બઝર એક્ટિવ થાય જ છે, પણ વાઈબ્રેટથી કારચાલક વધારે એક્ટિવ થઈ જશે એમ આપણે જે ચશ્માં પહેરીએ છીએ. તેના આગળ જ સેન્સર લગાવવામાં આવ્યું છે.

Last Updated : Feb 3, 2022, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.