ગુજરાત

gujarat

Students Corona Positive in Surat: સુરતની શાળા-કોલેજોમાં 65 વિદ્યાર્થી પોઝિટિવ, 846 વિદ્યાર્થીઓનો કરાયો કોરોના ટેસ્ટ

By

Published : Jan 12, 2022, 8:22 AM IST

સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેવામાં શહેરની શાળા-કોલેજોમાં 65 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત (Students Corona Positive in Surat) થયા હતા. અહીં 846 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં (Corona testing of students in Surat) આવ્યું હતું, જેમાંથી વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. આને જોતા તમામ શાળાઓને બંધ (School colleges closed in Surat) કરવામાં આવી છે.

Students Corona Positive in Surat: સુરતની શાળા-કોલેજોમાં 65 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, 846 વિદ્યાર્થીઓનો કરાયો કોરોના ટેસ્ટ
Students Corona Positive in Surat: સુરતની શાળા-કોલેજોમાં 65 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ, 846 વિદ્યાર્થીઓનો કરાયો કોરોના ટેસ્ટ

સુરતઃ શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં આવેલી શાળા-કોલેજોમાં છેલ્લા 24 કલાકમાં 65 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (Students Corona Positive in Surat) આવ્યા હતા. શાળા કોલેજોમાં કુલ 846 લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં (Corona testing of students in Surat) આવ્યું હતું, જેમાંથી આ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એક તરફ સુરતમાં કોરોનાના કેસ (Corona case in Surat) વધી રહ્યા છે. તેવામાં આટલા બધા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ચિંતા વધી છે.

આ પણ વાંચો-Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 121 કેસો નોંધાયા, 90 દર્દીઓ સ્વસ્થ થયા

શાળા-કોલેજોમાં કોરોનાના રાફડો ફાટ્યો

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે થોડા દિવસ અગાઉ જ જાહેરાત કરી હતી કે, ધોરણ 1થી 9 સુધીના ઓફલાઈન વર્ગ બંધ કરવામાં આવ્યા છે. તે હવેથી ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે. તેમ છતાં ધોરણ 10થી 12ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. શહેરની નાલંદા શાળામાં 3 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. તે શાળાને પણ બંધ કરવામાં આવી છે. તો કોલેજોમાં જેતે વિભાગનો વિદ્યાર્થી પોઝિટિવ આવતા તે વિભાગ બંધ (School colleges closed in Surat) કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો-Gujarat Cabinet Meeting : આજે કેબિનેટ બેઠક, સંક્રમણ અને નવી ગાઈડલાઇન્સ બાબતે થશે નિર્ણય

શહેરની અન્ય 12 જેટલી શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ

શહેરના અલગ-અલગ ઝોનમાં આવેલી શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ (School colleges closed in Surat) આવ્યા છે અને નાલંદા શાળામાં 3 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત અન્ય 12 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા (Students Corona Positive in Surat) છે. આ સિવાય શહેરની ઝાડફિયા, રાયન, લેન્સર આર્મી, સરસ્વતી વિદ્યાલય, સંસ્કાર ભારતી, કનકપૂર, હિલ્સ હાઈસ સ્કૂલ, રિલાયન્સ, સ્વામિનારાયણ, પી.આર. ખાટીવાલા, મહેશ્વરી, એસ.ડી. જૈન, ડી.પી.એસ, રાયન ઈન્ટર નેશનલ, જે. એચ. અંબાણી આ તમામ શાળાઓ તથા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, SVNIT, પી.ટી.સાઈન્સ કૉલેજ, ડી.આર.બી. કૉલેજમાં કુલ 65 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (Students Corona Positive in Surat) આવ્યા છે.

શહેરમાં સૌથી વધુ આઠવા ઝોન અને રાંદેર ઝોનમાં કેસ

સુરતમાં કોરોનાએ હાહાકાર (Corona case in Surat) મચવ્યો છે. દિવસેને દિવસે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 1988 જેટલા કેસ નોંધાયા હતા. તેમાં સૌથી વધુ કેસ શહેરના અઠવા ઝોન વિસ્તારમાં કુલ 609 નોંધાયા હતા. ત્યારે રાંદેર ઝોન વિસ્તારમાં કુલ 594 કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ સેન્ટ્રલ ઝોનમાં 122 જેટલા કેસ સામે આવ્યા હતા. તો શહેરમાં નવા કેસમાં ત્રણ-ત્રણ વ્યક્તિઓ જેઓ યુ.એસ.થી પ્રવાસ કરીને આવ્યા હતા. તેમને પણ હોમ આઈસોલેટ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details