કોરોના દર્દીઓના નિવારણ માટે હેલ્પલાઇન નંબર શરુ કરાયો, જાણો કયા પ્રકારની માહિતી થશે પ્રાપ્ત

By

Published : Jan 11, 2022, 10:02 PM IST

thumbnail

અમદાવાદ: કોરોના વાયરસના કેસો(Cases of corona virus) દેશમાં ફરી વખત વધી રહ્યા છે, તે સાથે રાજયમાં પણ કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે કોરોનાના દર્દીઓને યોગ્ય માર્ગદર્શન(Proper guidance to corona patients) મળે અને ઝડપથી સ્વસ્થ થાય તે હેતુથી ભાજપા ગુજરાત પ્રદેશ મેડિકલ સેલ દ્વારા રાજયના તમામ જિલ્લા/મહાનગરોમાં મેડિકલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. મેડિકલ સેલના સંયોજક ડો. ધર્મેન્દ્ર ગજ્જરના જણાવ્યા અનુસાર, દરેક જિલ્લામાં 50થી 60 જેટલા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની ટીમ બનાવવામાં આવી છે. ડોકટરોની ટીમ દ્વારા કોવિડને લગતા તમામ પ્રશ્નોનું નિવારણ ફોન પરથી આપવામાં આવે તેવી વ્યવસ્થા સાથે જરૂરી મદદ કરવાના આશય ટાસ્ક ફોર્સનો છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મેડિકલ સેલ દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો, આ અંગે મીડિયાના માધ્યમથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કમલમ ખાતે કોરોના ટાસ્ક ફોર્સ માટેનું કોલ સેન્ટર અને કંટ્રોલ રૂમનો પ્રારંભ કરીને ડોકટર સેલ હેલ્પલાઈન નંબર 9408216170 જાહેર(Doctor Cell Helpline No. 9408216170) કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.