ગુજરાત

gujarat

Pregnant women murdered in Surat: રેલવે ટ્રેક વચ્ચે ગર્ભવતી મહિલાનો હત્યા કરાયેલી મૃતદેહ મળી આવી

By

Published : Mar 22, 2022, 8:48 PM IST

સુરતના ઉધના રેલ્વે યાર્ડ પાસે(Near Udhana Railway Yard Surat) આવેલા 7 અને 8ના ટ્રેક વચ્ચે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતક મહિલા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું અને તેની હત્યા કરીને મૃતદેહ અહી ફેકી દેવામાં આવ્યો હોવાનું અનુમાન છે. એટલું જ નહી મૃતદેહને અહી સંતાડવાની કોશિશ કરાઈ હતી.

Pregnant women murdered in Surat: રેલવે ટ્રેક વચ્ચે ગર્ભવતી મહિલાની હત્યા કરાયેલી મૃતદેહ મળી આવી
Pregnant women murdered in Surat: રેલવે ટ્રેક વચ્ચે ગર્ભવતી મહિલાની હત્યા કરાયેલી મૃતદેહ મળી આવી

સુરત: સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ઉધના રેલવે યાર્ડમાં 7 અને 8 ના ટ્રેક વચ્ચે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના(Surat police team) સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં મહિલા ગર્ભવતી અને તેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાની આંશકા છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો:Woman Murdered in Surat : મહિલા જે વ્યક્તિ સાથે લીવ ઇનમાં રહેતી હતી તે જ વ્યક્તિએ ગળું કાપી હત્યા કરી

મૃતક મહિલા ગર્ભવતી હતી -સુરતના ઉધના રેલવે યાર્ડ પાસે આવેલા 7 અને 8ના ટ્રેક વચ્ચે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતક મહિલા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું અને તેની હત્યા કરીને મૃતદેહ અહી ફેકી દેવામાં આવી હોવાનું અનુમાન છે. આ બનાવના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. આ મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:બનાસકાંઠાના અમીરગઢમાંથી મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

ગળું દબાવી હત્યા કરાઈ -પોલીસે જણાવ્યું હતું કે ઉધના રેલવે યાર્ડમાં 7 અને 8ના ટ્રક વચ્ચે એક ગર્ભવતી મહિલાની મૃતદેહ મળ્યો હતો. મહિલાની ઉમર આશરે 30 થી 35 વર્ષ હોવાનું અનુમાન છે. પ્રાથમિક પહેરવેશ ઉપરથી મહિલા ઓડીશા વાસી(woman is from Odisha) હોવાનું લાગી રહ્યું છે. તેનું ગળું દબાવી હત્યા(Strangled to death) કરાઈ છે અને ત્યારબાદ મૃતદેહને અહી સંતાડવાની કોશિશ કરાઈ હતી. આ મામલે હત્યાનો અને પુરાવાના નાશનો ગુનો નોંધી તપાસ શરુ કરવામાં આવી છે. 7 થી 8 કલાક પહેલા તેની હત્યા કરાઈ હોવાની આંશકા લાગી રહી છે.

ABOUT THE AUTHOR

...view details