ગુજરાત

gujarat

દિવાળીમાં બહારગામ ફરીને આવનારા સુરતના લોકોએ ફરજિયાત RT-PCR ટેસ્ટ કરાવો પડશે :Surat Corporation

By

Published : Oct 27, 2021, 2:55 PM IST

દિવાળીમાં બહારગામ ફરીને આવનારા સુરતના લોકોએ ફરજિયાત RT-PCR ટેસ્ટ કરાવો પડશે :Surat Corporation
દિવાળીમાં બહારગામ ફરીને આવનારા સુરતના લોકોએ ફરજિયાત RT-PCR ટેસ્ટ કરાવો પડશે :Surat Corporation

દિવાળીના તહેવાર દરમિયાન બહારગામ ફરવા ગયેલા વ્યક્તિઓએ સુરત શહેરમાં પ્રવેશ કરવા પુર્વે છેલ્લા 72 કલાકનો RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. અન્ય રાજય, શહેરમાં કોરોનાના કેસ વધુ હોઇ સુરત શહેરમાં સંક્રમણ ન ફેલાય તે માટે ટેસ્ટ કરાવવાની અપીલ મનપા ( Surat Corporation ) દ્વારા કરવામાં આવી છે. જે લોકોએ કોરોના વેક્સીનના બે ડોઝ લીધા હોય તેમને RTPCR કરાવવાની જરૂર રહેશે નહીં.

  • સુરતમાં કોરોના કેસો ફરી વધવા લાગ્યાં છે
  • દિવાળીના તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનો બહારગામ ફરવા જાય છે
  • વેક્સીનનો બે ડોઝ લીધા હોય તેમને RTPCR કરાવવાની જરૂર રહેશે નહીં

સુરત : કોરોનાની સંભવિત લહેરને પહોચી વળવા માટેના તમામ આયોજન મનપા ( Surat Corporation ) દ્વારા કરવામાં આવી રહ્યાં છે, કોરીનાની બીજી લહેરમાં સંખ્યાબંધ કેસ નોધાતા શહેરમાં ભયાવહ સ્થિતિ સર્જાઇ હતી. વેક્સિનેશનની કામગીરી પર ભાર મુકવા સાથે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી હોય જેના પરિણામ કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં મનપાને સફળતા મળી છે. પરંતુ ગણેશ ઉત્સવ, નવરાત્રી અને ઈદ બાદ ફરી એક વખત કોરોનાના કેસો વધી રહ્યાં છે.

અન્ય રાજ્યોમાંથી આવતાં સંક્રમણ લઇને ન આવે તેની તકેદારી

બીજી બાજુ દિવાળીના તહેવાર દરમિયાન મોટી સંખ્યામાં શહેરીજનો પરિવાર સાથે બહારગામ ફરવા ઉપડી જાય છે, અન્ય રાજય, શહેરોમાં વધુ પડતા કોરોનાના કેસ નોધાતા હોય બહારગામ ફરવા જનાર વ્યક્તિને કારણે સુરત શહેરમાં સંક્રમણ ફેલાય નહીં તેની તકેદારી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. અન્ય રાજ્ય અને શહેરોમાં કોરોનાના કેસ વધુ હોવાથી સુરતમાં સંક્રમણ નહીં વકરે તે માટે બહારગામથી ફરીને આવનાર લોકોને RTPCR ટેસ્ટ કરાવવા મનપા ( Surat Corporation ) દ્વારા અનુરોધ કરાયો છે.

સુરત શહેરમાં સંક્રમણ ન ફેલાય તે માટે ટેસ્ટ કરાવવાની અપીલ

72 કલાકની અંદર RTPCR ટેસ્ટ કરાવે

Surat Corporation ના આરોગ્ય વિભાગના અધિકારી ડૉ પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે, દસ દિવસથી વધુ પર જનારા લોકોને અપીલ કરવામાં આવી છે કે પરત આવતા 72 કલાકની અંદર RTPCR ટેસ્ટ કરાવે. જે લોકોએ કોરોના વેક્સીનના બે ડોઝ લીધા છે તેઓને આ ફરજિયાત નથી. આરોગ્ય વિભાગની ટીમ એરપોર્ટ, ટોલ નાકા અને રેલવે સ્ટેશન પર રહેશે.

આ પણ વાંચોઃ સી.આર. પાટીલ વિરુદ્ધ ભાજપના પૂર્વ કૉર્પોરેટરે ખોલ્યો મોરચો, આપી દીધી મસમોટી શિખામણ

આ પણ વાંચોઃ રાજ્યમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 30 પોઝિટિવ કેસ

ABOUT THE AUTHOR

...view details