ગુજરાત

gujarat

ઇન્ટરનેશનલ ફ્લાઇટનાં અભાવનાં કારણે દિવાળી વેકેશનમાં ડોમેસ્ટિક ટુરીઝમ સ્થળને થશે ફાયદો

By

Published : Oct 26, 2021, 3:21 PM IST

કોરોનાનાં કારણે છેલ્લા બે વર્ષથી લોકો ફરવા માટે નીકળ્યા નથી પરંતુ આ વખતે દિવાળી વેકેશનમાં સ્થિતિ જુદી જ જોવા મળી રહી છે. 100 કરોડ વેક્સિનેશન અને કોરોના ની સ્થિતિ હાલ કાબુમાં આવતાં લોકો ફરવા જવા માટે બુકિંગ કરાવી રહ્યા છે. હાલ ઇન્ટરનેશનલમાં માત્ર દુબઈ શરૂ હોવાના કારણે લોકો ડોમેસ્ટિક ટુરીઝમ સ્થળ પર જવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ટુરીઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આ વખતે 50 થી 100 ટકા ગ્રોથ જોવા મળી રહ્યો છે.

ઇન્ટરનેશનલ ફ્લાઇટનાં અભાવનાં કારણે દિવાળી વેકેશનમાં ડોમેસ્ટિક ટુરીઝમ સ્થળને થશે ફાયદો
ઇન્ટરનેશનલ ફ્લાઇટનાં અભાવનાં કારણે દિવાળી વેકેશનમાં ડોમેસ્ટિક ટુરીઝમ સ્થળને થશે ફાયદો

  • કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા લોકો ફરવા માટે બુકિંગ કરાવી રહ્યા છે
  • ફ્લાઇટ સહિત હોટલની કિંમતમાં 200 ટકાનો વધારો જોવા મળ્યો
  • લોકો ડોમેસ્ટિક ટુરીઝમ સ્થળ પર જવાનું પસંદ કરી રહ્યા છે

સુરત : ટુરીઝમ ઉદ્યોગ સાથે સંકળાયેલા સુરતના કુલદીપ સોનીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય એક જ ફ્લાઇટ હોવાના કારણે લોકો ડોમેસ્ટિક ટુરીઝમ સ્થળ તરફ વળ્યા છે. આ વખતે 50 થી 100 ટકા ગ્રોથ ઉદ્યોગમાં જોવા મળી રહ્યો છે. સુરતના લોકો ગોવાને કાશ્મીર જવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ દિવાળી વેકેશનમાં તમામ ડેસ્ટિનેશન મોંઘા થયા છે જેથી ગોવા જવા માટેની ફ્લાઈટની ટિકિટ 20,000 સુધી પહોંચી ગઈ છે. એટલું જ નહીં ગોવામાં હોટેલના રૂમ નાં ભાવમાં પણ 200 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ કાશ્મીરની વાત કરવામાં આવે તો ત્યાં 3 સ્ટાર થી લઇ 5 ફાઇસટાર સુધીના હોટલો ફુલ થઇ ગયા છે.

ઇન્ટરનેશનલ ફ્લાઇટનાં અભાવનાં કારણે દિવાળી વેકેશનમાં ડોમેસ્ટિક ટુરીઝમ સ્થળને થશે ફાયદો

ફ્લાઇટ સહિત હોટલની કિંમતમાં 200 ટકાનો વધારો

આંતરરાષ્ટ્રીય ફલાઇટ ઓછી હોવાના કારણે તેનો સીધો લાભ આ વખતે દેશના અન્ય ટુરીઝમ સ્થળને થવા જઈ રહ્યો છે. ટુરીઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓછી થતાં લોકો ડોમેસ્ટિક પ્રવાસન સ્થળને પસંદ કરી રહ્યા છે. જેમાં ખાસ ગોવા, કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિતના પ્રદેશો સામેલ છે. દુબઈ ની વાત કરવામાં આવે તો એક વ્યક્તિ દીઠ જે પેકેજ 40 થી 50 હજાર રૂપિયા હતું તે આ વખતે માત્ર ટિકિટ અને વિઝામાં ખર્ચાઈ રહ્યા છે. જેના કારણે આ વખતે દિવાળી પર લોકોની પહેલી પસંદ દેશના પ્રવાસન સ્થળ છે. આ જ કારણ છે કે કાશ્મીર ગોવા જેવા સ્થળમાં બુકિંગ ફૂલ થઇ ગયા છે અને ફ્લાઇટ સહિત હોટલની કિંમતમાં 200 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : ગૃહ વિભાગની સ્પષ્ટતાઃ પોલીસને 7મા પગાર પંચ મુજબ જ પગાર મળે છે, સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવનારા સામે થશે કાર્યવાહી

આ પણ વાંચો : ગ્રેડ પે વધારવાની માગ સાથે પોલીસ પરિવારોના ગાંધીનગરમાં ધરણાં, કહ્યું- નોકરીના પગાર ફિક્સ કરો

ABOUT THE AUTHOR

...view details