ETV Bharat / city

ગૃહ વિભાગની સ્પષ્ટતાઃ પોલીસને 7મા પગાર પંચ મુજબ જ પગાર મળે છે, સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવનારા સામે થશે કાર્યવાહી

author img

By

Published : Oct 26, 2021, 11:28 AM IST

ગુજરાત રાજ્યમાં અત્યારે એસ.ટી.વિભાગ (ST Department) બાદ હવે ગુજરાત પોલીસના કર્મચારીઓએ પણ સોશિયલ મીડિયામાં આંદોલન શરૂ કર્યું છે. ત્યારે 25 ઓક્ટોબરે અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ ગુજરાત વિધાનસભાના પગથિયાં પર બેસીને ગ્રેડ પે બાબતે વિરોધ કર્યો હતો. બીજી તરફ ગૃહ વિભાગે પોલીસને ચૂકવવામાં આવતા પગાર અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, પોલીસને 7મા પગાર પંચ પ્રમાણે પગાર ચૂકવાવમાં આવે છે. અને જો હવે સોશિયલ મીડિયામાં કોઈ અભિયાન ચલાવવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગૃહ વિભાગની સ્પષ્ટતાઃ પોલીસને 7મા પગાર પંચ મુજબ જ પગાર મળે છે, સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવનારા સામે થશે કાર્યવાહી
ગૃહ વિભાગની સ્પષ્ટતાઃ પોલીસને 7મા પગાર પંચ મુજબ જ પગાર મળે છે, સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવનારા સામે થશે કાર્યવાહી

  • રાજ્યમાં પોલીસ ગ્રેડ પે બાબતે બબાલ
  • રાજ્યના ગૃહ વિભાગે કરી સ્પષ્ટતા
  • 7મા પગારપંચ પ્રમાણે ચૂકવાય છે પગાર
  • પોલીસકર્મીઓને આપવામાં આવે છે 90 દિવસની રજા

ગાંધીનગરઃ રાજ્યમાં હવે પોલીસ કર્મચારીઓએ સોશિયલ મીડિયામાં ગ્રેડ પે વધારવા માટે કેમ્પેઈન શરૂ કર્યું છે. ત્યારે હવે ગૃહ વિભાગ આનાથી નારાજ થઈ આ કેમ્પેઈન સામે લાલ આંખ કરી છે. હાલમાં જ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ પણ ગુજરાત વિધાનસભાના પગથિયાં પર ગ્રેડ પે બાબતે વિરોધ કર્યો હતો. ત્યારબાદ સેક્ટર-7 પોલીસે તેની અટકાયત કીર હતી. સમગ્ર ગુજરાતમાં આ પડકાર પડતા રાજ્યના ગૃહ વિભાગે પોલીસના પગાર બાબતે ખાસ સ્પષ્ટતા કરી હતી, જેમાં વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના પોલીસ કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ પગાર આપવામાં આવે છે.

આ પણ વાંચો- રાજ્યમાં કોન્સ્ટેબલ-ASIના ગ્રેડ પે વધારવાની માગ સાથે સોશિયલ મીડિયામાં ચાલતા અભિયાન અંગે ગૃહ રાજ્યપ્રધાને આપ્યું નિવેદન

કેવી રીતે છે પગાર નું માળખું?

રાજ્યના ગૃહ વિભાગે સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબ પગાર ચૂકવવામાં આવે છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલને 18,000થી 56,900, હેડ કોન્સ્ટેબલને 21,700થી 69,100 તથા મદદનીશ પોલીસ ઈન્સ્પેક્ટર 25,500થી 81,100ના પગાર ધોરણ હાલમાં લાગે છે. આ પગારધોરણ કેન્દ્ર સરકારના સાતમા પગાર પંચની ગાઈડલાઇન્સ પ્રમાણે જ આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના પોલીસ દળના કોન્સ્ટેબલ અને જાહેર રજાના દિવસે લેવામાં આવતી ફરજો માટે રજા પગાર પણ ચૂકવવામાં આવે છે. જ્યારે વર્ષમાં શનિૃ-રવિ અને જાહેર રજાઓ ગણીને આશરે 90 જેટલી રજાઓ પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો- હાર્દિક પંડ્યાએ પોલીસના ગ્રેડ પે વધારવા કર્યા ધરણા, LCB એ કરી અટકાયત

પોલીસકર્મીને ઘર આંગણે નોકરી મળે છે

ગૃહ વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ કોન્સ્ટેબલના કર્મચારીઓને જ્યાં ફરજ બજાવતા હોય તેની નજીકમાં રહેણાક માટે ઉત્તમ કક્ષાના મકાનની સુવિધા પણ આપવામાં આવે છે. રાજ્ય પોલીસ દળના મકાનો અંગેનો દેશના અન્ય રાજ્યો કરતાં ઘણો સારો છે. જ્યારે હજી પણ વધુમાં વધુ મકાન બનાવવાની પ્રક્રિયા ગતિમાન છે. રાજ્યના ગૃહ વિભાગે વધુમાં ઉમેર્યું હતું કે, આમ, પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યો માટે અનેક પ્રકારની વેલફેર પ્રવૃત્તિઓ પણ ચલાવવામાં આવતી હોવાની વાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સોશિયલ મીડિયામાં વિરોધ કરનારા સામે પગલાં લેવાશે

રાજ્યના ગૃહ વિભાગે પણ સ્પષ્ટતા કરી હતી કે, પોલીસ દળના કોઈ પણ કર્મચારી અને કોઈ પણ પ્રશ્ન કે મુશ્કેલી હોય તો તેની રજૂઆત યોગ્ય રીતે કરી શકે તે માટે પોલીસ દળમાં પોલીસ દરબાર અને શહેર જિલ્લા રાજ્ય સ્તરે ફરિયાદ નિવારણ સમિતિ જેવી જોગવાઈ પણ કરવામાં આવી છે. જ્યારે આ પ્રકારની વ્યવસ્થાથી કોઈ પણ પોલીસ અધિકારી પોતાની રજૂઆત રાજ્ય પોલીસ વડા સુધી તથા વરિષ્ઠ અધિકારી સુધી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરી શકે છે. જ્યારે ગ્રેડ પે બાબતે અનેક પોલીસ કર્મચારીઓ સોશિયલ મીડિયામાં આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે અન્ય પોલીસ કર્મચારીઓને પણ ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આવી પ્રવૃત્તિ કરનારા લોકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવી કોઈ પ્રવૃત્તિમાં કોઈ પોલીસ કર્મચારી સામેલ હોવાનું જણાશે અથવા તો સોશિયલ મીડિયા ઉપર આ સંદર્ભે કોઈ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકતા હોવાનું જણાશે તો તેમના વિરુદ્ધ પણ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.