ગુજરાત

gujarat

વીર શહીદ જવાનોના પરિવારોને કારગિલ વિજય દિને અપાશે સન્માનિત સહાય, ત્રિરંગા યાત્રા પણ નિકળશે

By

Published : Jul 23, 2022, 8:09 PM IST

સુરતમાં જય જવાન નાગરિક સમિતિ(Jai Jawan Citizens Committee) તરફથી વીર જવાનોના પરિવારોને રૂપિયા 22 લાખ આપવામાં આવશે. વીર જવાનોને કારગીલ વિજય દિવસે(Kargil Victory Day ) વીર જવાનોને ભાવાંજલિ અને પરિવારોનું ઠેરઠેર સ્વાગત સન્માન થશે. 26મી જુલાઈ કારગિલ વિજય દિને સરથાણાથી સૌરાષ્ટ્ર ભવન સુધી ત્રિરંગા યાત્રા નીકળશે.

વીર શહીદ જવાનોના પરિવારોને કારગિલ વિજય દિને અપાશે સન્માનિત સહાય,  ત્રિરંગા યાત્રા પણ નિકળશે
વીર શહીદ જવાનોના પરિવારોને કારગિલ વિજય દિને અપાશે સન્માનિત સહાય, ત્રિરંગા યાત્રા પણ નિકળશે

સુરત: જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી સમર્પણ ગૌરવ સમારોહમાં 11 વીર જવાનોના પરિવારોને સન્માન સાથે રૂપિયા 22 લાખ અર્પણ થશે. કારગીલ વિજય દિવસે દિવસના વિવિધ કાર્યક્રમોમાં વીર જવાનોને ભાવાંજલિ અને પરિવારોનું ઠેરઠેર સ્વાગત સન્માન થશે. જય જવાન નાગરિક સમિતિ(Jai Jawan Citizens Committee ) સુરત તરફથી 1999થી છેલ્લા 22 વર્ષથી નિયમિત વીર જવાનોના પરિવારોને સન્માન સાથે મદદ કરવાનું કાર્ય નિરંતર થાય છે. 26મી જુલાઈ કારગિલ વિજય દિન(Kargil Victory Day ) સવારે 8:30 કલાકે પુષ્પાંજલિ 9:30થી સરથાણાથી સૌરાષ્ટ્ર ભવન(Sarthana to Saurashtra Bhawan) સુધી ત્રિરંગા યાત્રા નીકળશે.

જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી સમર્પણ ગૌરવ સમારોહમાં 11 વીર જવાનોના પરિવારોને સન્માન સાથે રૂપિયા 22 લાખ અર્પણ થશેજય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી સમર્પણ ગૌરવ સમારોહમાં 11 વીર જવાનોના પરિવારોને સન્માન સાથે રૂપિયા 22 લાખ અર્પણ થશે

આ પણ વાંચો:Kargil Vijay Diwas 2021: શહીદ વીર દિનેશ વાઘેલાએ સતત બે કલાક સુધી દુશ્મનો પર ગોળીઓ વરસાવી હતી

રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ તરફથી ત્રિરંગા યાત્રાનુ આયોજન - જેમાં જવાનોના પરિવારોનું ઠેરઠેર અભિવાદન થશે. સૌરાષ્ટ્ર ભવન ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરત તરફથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું(Mega Blood Donation Camp) આયોજન કરી વીર જવાનોને ભાવાંજલિ અપાશે. આ વર્ષે વિશેષ વીર જવાનોને ભાવાંજલિ આપવા અને 28 ચિત્રકારો ચિત્રો દોરશે. જેની જે આવક થશે તે જવાનોના પરિવારો માટે આપવામાં આવનાર છે. રાત્રે યોજાનાર પદ્મશ્રી સવજી ધોળકિયા અને મુખ્ય મહેમાન રાજ્યના પોલીસ વડા IG(State police chief IG) સુભાષ ત્રિવેદીની ઉપસ્થિતિમાં 11 વીર શહીદોના પરિવારોને અભિવાદન સાથે કુલ 22 લાખ રૂપિયાથી વધુ સહાય અર્પણ કરવામાં આવનાર છે.

સુરત બોલાવવામાં આવ્યા છે - દર વર્ષે કારગીલ વિજય દિને વીર જવાનોના પરિવારોને સન્માન સાથે સહાય અર્પણ કરવામાં આવે છે. આ વર્ષે કુલ 22 પરિવારોને સહાય આપવા નક્કી કર્યું હતું. તેમાંથી 11 પરિવારોને તેમના વતન ઘેર રૂબરૂ મુલાકાત લઈ સન્માન અને 11 લાખની સહાય અર્પણ કરવામાં આવી છે. 11 પરિવારોને કારગીલ વિજય દિવસે સુરત બોલાવવામાં આવ્યા છે. તેમને કુલ 22 લાખ સહાય અર્પણ થશે. તે સાથે આ વર્ષે આપવાનો કુલ 35 લાખ સહાય અર્પણ કરવાનો નિર્ધાર છે. તે માટે રાષ્ટ્રપ્રેમી જનતા તરફથી દાનનો પ્રવાહ શરૂ થયો છે. બાળકો , શાળાઓ તથા વ્યક્તિગત અને કંપનીઓ તરફથી સ્વયમભૂ દાન આપ્યું શરૂ થયો છે. કાર્યક્રમ પૂરો થશે તે પહેલા 35 લાખથી વધુ રકમ એકત્ર થઈ જવાનો અંદાજ છે. કાર્યક્રમનો મુખ્ય આશય લોકોમાં રાષ્ટ્ર ચેતના પ્રગટાવવાનો છે.

હાર્દિક ધાનાણી આજે 81 આર્મડ કોરમાં સિપાઈ - કારગીલ વિજય દિવસની ગૌરવભેર ઉજવણી માટે શહેરની 7 શાળાઓમાં 7 શહીદ જવાનોના પરિવારોનું અભિવાદન થશે. પ્રેસિડેન્સી સ્કૂલ, રામકૃષ્ણ વિદ્યાભવન, એલ.પી.ડી. વિદ્યાલય, ન.પ્રા. શાળા ક્રમાંક 16 નાના વરાછા, શારદા વિદ્યાલય સનગ્રેસ વિદ્યાલય, ઉધના અને ઇન્નરવ્હીલ ક્લબ ઓફ સુરતમાં બાળકો અને બહેનોની ઉપસ્થિતિમાં શહીદોને ભાવાંજલી તથા પરિવારને સન્માન અને સહાય અર્પણ કરવામાં આવશે. સુરતના કર્નલ દેવલ સુભાષ દીક્ષીત હાલ નાગાલેન્ડ સરહદે ફરજ ઉપર છે. તેમના માતાનું અને સુરતનો યુવાન હાર્દિક ધાનાણી આજે 81 આર્મડ કોરમાં સિપાઈ છે. તેના માતા પિતાનું પણ અભિવાદન કરવામાં આવશે. લેહમાં 81 આર્મડ કોરના મેજર નિતેષ તહલરામાણીના માતા પિતા મૂળ બિહાર પરંતુ છેલ્લા 25 વર્ષથી સુરતમાં રહે છે. તેઓ પણ હાજર રહેનાર છે.

આ પણ વાંચો:26 જુલાઈ 2008 : એ ગોઝારો દિવસ, જ્યારે સતત 70 મિનીટ સુધી અમદાવાદ બોમ્બ ધડાકાઓના અવાજથી ગૂંજતુ રહ્યું

ગામડાની આ દીકરી પહેલા BSFમાં કમાન્ડો બની - 1999ના કારગીલ યુદ્ધના હીરો અને મહાવીર ચક્રથી સન્માનિત કોબ્રા કમાન્ડો દીગેન્દ્રકુમાર યાદવ કાર્યક્રમમાં ખાસ અતિથી છે. તેમણે કારગીલ યુદ્ધમાં બહાદુરીપૂર્વક લડીને પાકિસ્તાનના 37 સૈનિકોનો ખાતમો બોલાવી તાત્કાલિક હાલમાં કબજો મેળવી તિરંગો લહેરાવ્યો હતો. તેની વીરતા ભરી ગાથા કારગીલ વિજય દિને સાંભળવા મળશે. સૌરાષ્ટ્રના ઉના પાસેના ફાડચર ગામના(Phadchar village near Una) ખેડૂતની દીકરી નયના ધાનાણી BSFમાં જવાન તરીકે શામેલ થઇ હતી. ગામડાની આ દીકરી પહેલા BSF માં કમાન્ડો બની અને તાજેતરમાં તે નેશનલ સિક્યુરીટી ગાર્ડ એટલે કે NSG કમાન્ડો બની મહિલા તરીકે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે તેમનું વિશેષ સન્માન કરવામાં આવનાર છે.

ABOUT THE AUTHOR

...view details