ગુજરાત

gujarat

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સુરતની મુલાકાતે, કહ્યું- વરિષ્ઠ નેતાઓને મનાવવા અમે તૈયાર છીએ

By

Published : Oct 28, 2021, 1:53 PM IST

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શુક્રવારે સુરતની કોર્ટમાં હાજરી આપશે. મોદી સમાજ પર વિવાદિત ટિપ્પણી મામલે તેઓ કોર્ટમાં હાજર થશે. તેવામાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા સુરતની મુલાકાતે છે. અહીં તેમણે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ તેમણે ETV Bharat સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કોંગ્રેસના મોટા નેતાઓ અત્યારે નારાજ છે. જોકે, તેમની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સુરતની મુલાકાતે, કહ્યું- વરિષ્ઠ નેતાઓને મનાવવા અમે તૈયાર છીએ
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સુરતની મુલાકાતે, કહ્યું- વરિષ્ઠ નેતાઓને મનાવવા અમે તૈયાર છીએ

  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારે સુરતની કોર્ટમાં હાજરી આપશે
  • મોદી સમાજ પર વિવાદિત ટિપ્પણી મામલે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થશે
  • ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા સુરતની મુલાકાતે
  • મોટા નેતાઓની નારાજગી દૂર કરવા પ્રયત્ન કરાશેઃ રઘુ શર્મા
  • ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન અને રાજ્યના પ્રમુખ માટે કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા

સુરત: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શુક્રવારે સુરતની કોર્ટમાં હાજરી આપશે. મોદી સમાજ પર વિવાદીત ટિપ્પણી મામલે શુક્રવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર થશે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા સુરતની મુલાકાતે છે. તેમણે અહીં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી ચર્ચાવિચારણા કરી હતી. તેમણે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન અને રાજ્યના પ્રમુખ માટે કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા હાથ ધરાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે મોટા નેતાઓ હાલ નારાજ છે, જે કોંગ્રેસની વિચારધારા માને છે. તેમની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

આ પણ વાંચો-2022 વિધાનસભામાં જીત મેળવવી જ મુખ્ય લક્ષ્યાંક: ગુજ. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા

સરકાર વિપક્ષનો અવાજ દબાવવાનું કામ કરે છેઃ રઘુ શર્મા

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ રાહુલ ગાંધી અંગે કહ્યું હતું કે, જો વિપક્ષ ટિકા-ટિપ્પણી નહીં કરે તો કોણ કરશે, વિપક્ષનો અવાજ દબાવવાનું કામ સરકાર કરી રહી છે. રાજ્યમાં હજી પણ કોંગ્રેસના નવા પ્રમુખની નિયુક્તિ નથી થઈ. ત્યારે આ અંગે તેમણે જણાવ્યું હતું કે, આજે પણ કોંગ્રેસ પ્રમુખ છે, જે કાર્યરત છે. આગામી દિવસોમાં ચર્ચાવિચારણા બાદ જ પ્રમુખની નિયુક્તિ થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 80 જેટલી બેઠકો કોંગ્રેસની આવી હતી, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું નહતું. તેની પાછળના કારણ અંગે અમે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીશું.

મોટા નેતાઓની નારાજગી દૂર કરવા પ્રયત્ન કરાશેઃ રઘુ શર્મા

આ પણ વાંચો-Rahul Gandhi એ Gujarat Congress પ્રમુખ સહિતના મુદ્દાઓને લઇ પ્રદેશ નેતાઓ સાથે કર્યો વિચાર વિમર્શ

વરિષ્ઠ નેતાઓને મનાવવા માટે અમે તૈયારઃ રઘુ શર્મા

ગુજરાતમાં કોંગ્રેસનું ચિંતન શિબિરનું આયોજન થશે. તે રઘુ શર્માએ જણાવ્યું હતું કે, કયા સ્થળે ચિંતન શિબિરનું આયોજન થશે તે માટે અમે વિચારણા કરી રહ્યા છે. કયા દિવસે હશે તે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નક્કી કરશે. કોંગ્રેસના કે અનેક વરિષ્ઠ નેતાઓ પાર્ટીથી નારાજ છે. આ અંગે રઘુ શર્માએ જણાવ્યું હતું કે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મનાવવા માટે અમે તૈયાર છે. પાર્ટીની મૂળ વિચારધારા સાથે સંકળાયેલા નેતાઓને અમે ચોક્કસથી મનાવીશું.

ABOUT THE AUTHOR

...view details