ETV Bharat / city

Rahul Gandhi એ Gujarat Congress પ્રમુખ સહિતના મુદ્દાઓને લઇ પ્રદેશ નેતાઓ સાથે કર્યો વિચાર વિમર્શ

author img

By

Published : Oct 22, 2021, 6:49 PM IST

Rahul Gandhi એ Gujarat Congress પ્રમુખ સહિતના મુદ્દાઓને લઇ પ્રદેશ નેતાઓ સાથે કર્યો વિચાર વિમર્શ
Rahul Gandhi એ Gujarat Congress પ્રમુખ સહિતના મુદ્દાઓને લઇ પ્રદેશ નેતાઓ સાથે કર્યો વિચાર વિમર્શ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) પક્ષના ગુજરાત પ્રદેશ એકમના (Gujarat Congress) નવા પ્રમુખની પસંદગી, રાજ્યમાં પાર્ટી અને સંગઠનની સ્થિતિ તથા વિધાનસભા ચૂંટણીઓને સંદર્ભે પક્ષના નેતાઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. પ્રદેશ નેતાઓએ આગામી સમયમાં રાહુલ ગાંધીને ગુજરાત આવવા નિમંત્રણ પાઠવ્યું છે.

  • દિલ્હીમાં મળી રાહુલ ગાંધી સાથે પ્રદેશ કોંગ્રેસની મહત્ત્વપૂર્ણ બેઠક
  • ગુજરાત પ્રદેશ પ્રમુખ નિમણૂકનો મુદ્દો હોટ ટોપિક
  • બેત્રણ દિવસમાં નામની જાહેરાત થવાની અપેક્ષા

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) શુક્રવારે પાર્ટીના ગુજરાત એકમના (Gujarat Congress) નવા અધ્યક્ષની પસંદગી, રાજ્યમાં પક્ષ અને સંગઠનની સ્થિતિ અને આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે રાજ્ય સાથે સંકળાયેલા પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરી હતી

કોણ કોણ હાજર રહ્યાં

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આગામી થોડા દિવસોમાં પ્રદેશ કોંગ્રેસ (Gujarat Congress) સમિતિના નવા પ્રમુખની નિમણૂક થઈ શકે છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથેની બેઠકમાં કોંગ્રેસના મહામંત્રી કે.સી. વેણુગોપાલ, ગુજરાત પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિદાયમાન પ્રમુખ અમિત ચાવડા, રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલ, વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ (Hardik Patel ) સહિત 25 નેતાઓ હાજર રહ્યાં હતાં.

આવનારા દિવસોમાં પ્રમુખની નિમણૂક

બેઠકમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના (Gujarat Congress) વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે, બેઠકમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક, ચૂંટણીની તૈયારીઓ અને ગુજરાતમાં પક્ષના સંગઠનની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમને આશા છે કે આવનારા થોડા દિવસોમાં જ નવા PCC પ્રમુખની નિમણૂક કરવામાં આવશે.

પ્રદેશ નેતાઓએ આગામી સમયમાં રાહુલ ગાંધીને ગુજરાત આવવા નિમંત્રણ પાઠવ્યું છે

એક નામ પર સહમત થવાનો પ્રયાસ

Gujarat Congress ના નવા PCC પ્રમુખ માટે કોઈ નામ પર સંમત થવાના પ્રયાસ વિશે પૂછવામાં આવતાં જણાવાયું હતું કે "કોઈ ચોક્કસ નામ પર ચર્ચા કરવામાં આવી નથી. આ નિર્ણય શીર્ષ નેતૃત્વએ લેવાનો છે.' કોંગ્રેસ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, હાલ રાજ્ય કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ માટે શક્તિસિંહ ગોહિલ, Hardik Patel અને અન્ય કેટલાક નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

અમિત ચાવડા અને પરેશ ધાનાી પહેલાં જ છોડી ચૂક્યાં છે જવાબદારી

અમિત ચાવડાએ (Amit Chavda ) આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય બાદ પ્રદેશ પ્રમુખ અને પરેશ ધાનાણીએ (Paresh Dhanani) વિધાનસભા વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું હતું. ગુજરાતમાં આગામી વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વ અને હાઈકમાન્ડ વચ્ચેની બેઠક કલાકો સુધી ચાલી

આપને જણાવીએ કે રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે ગુજરાત કોંગ્રેસના નેતાઓની મહત્વની બેઠક લગભગ 3:30 કલાક સુધી ચાલ્યા બાદ પૂરી થઈ હતી. તમામ નેતાઓ એકમત થતાં નિર્ણય હાઈકમાન્ડ પર છોડી દીધો છે. ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)ના નવા પ્રમુખ અને વિપક્ષના નેતાને લઈ છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલી રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણી (Assembly elections)ને હવે એક વર્ષ જેટલો સમય બાકી છે. થોડા દિવસ પહેલાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા (Raghu Sharma, In-Charge of Congress)એ ગુજરાત આવીને પ્રદેશની રાજનીતિનો તાગ મેળવ્યો હતો. છેલ્લા કેટલાય વર્ષોથી લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી (Assembly by-elections)માં કોંગ્રેસનો દેખાવ ખૂબ નબળો છે તે જોતા કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાત કોંગ્રેસમાં મજબૂત નેતૃત્વને લઈને સતત મનોમંથન કરી રહ્યું છે.

ચર્ચા દરમિયાનના મુદ્દા અને શક્યતાઓ

આ દરમિયાન પ્રમુખ પદ માટે ત્રણ નામો સામે આવ્યાં હતાં જેમાંં ભરતસિંહ સોલંકી પ્રથમ સ્થાને, શક્તિસિંહ ગોહિલ બીજાસ્થાને, જગદીશ ઠાકોર ત્રીજાસ્થાને ચર્ચામાં હતાં, જોકે શક્તિસિંહ ગોહિલનુ નામ પ્રદેશ પ્રમુખ તરીકે લગભગ નક્કી છે એવું સૂત્રોનું માનવું છે પરંતુ તેમણે આ માટે ઇનકાર કરી દીધો હોવાનું પણ જાણવા મળ્યું છે. એવી પણ માહિતી છે કે હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ નહીં બને અને તે કેમ્પઇનિંગ કમિટીના ચેરમેન બની શકે છે. આ બધી બાબતોમાં 2-3 દિવસમાં નિર્ણય આવી શકે છે. આની સાથે બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસનું આવનારું માળખું કેવું હશે અને કેવું હોવું જોઈએ એ બાબતે ગુજરાતના નેતાઓના મંતવ્યો લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતમાં કોંગ્રેસની હાલની સ્થિતિ અને રાજકીય શક્યતાઓ વિશે ચર્ચા પણ થઇ હતી. ગુજરાતમાં કયા પ્રકારના બદલાવ કરી શકાય અને પરિણામલક્ષી કામગીરી બાબતે મંતવ્યો મેળવવા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, જગદીશ ઠાકોર, નરેશ રાવલ અને શૈલેષ પરમાર સહિતના નેતાઓ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે વિસ્તારથી ચર્ચા કરી હતી.

આ પણ વાંચોઃ શું UPમાં માઇનોરિટી પૉલિટ્કિસનો આવી ગયો છે અંત? જાણો સપા-કોંગ્રેસ કેમ નથી ઉઠાવી રહ્યા મુસલમાનોના પ્રશ્નો

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસ નેતાઓની બેઠક પૂરી: તમામ નેતાઓએ નિર્ણય હાઈકમાન્ડ પર છોડ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.