ગુજરાત

gujarat

વપરાયેલી વસ્તુઓમાંથી શેડો આર્ટ થકી 10 કલાક અને 30 રૂપિયાના ખર્ચે તૈયાર કર્યા ગણેશજી

By

Published : Sep 13, 2021, 2:25 PM IST

ગણેશ ઉત્સવ પર ગણેશભક્તો પોતપોતાની રીતે ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે. અનેક પ્રતિમાઓ આકર્ષણનો કેન્દ્ર હોય છે, સુરતના એક આર્ટિસ્ટ દ્વારા ખાસ ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે. ડિમ્પલ જરીવાલાએ વપરાયેલી વેસ્ટ વસ્તુઓમાંથી શેડો આર્ટ થકી શ્રી ગણેશજીની પ્રતિમા બનાવી છે.

gamesh
વપરાયેલી વસ્તુઓમાંથી શેડો આર્ટ થકી 10 કલાક અને 30 રૂપિયાના ખર્ચે તૈયાર કર્યા ગણેશજી

  • ડિમ્પલ જરીવાલાએ વપરાયેલી વેસ્ટ વસ્તુઓમાંથી શેડો આર્ટ થકી શ્રી ગણેશજીની પ્રતિમા બનાવી
  • વપરાયેલ વસ્તુઓ ગોઠવ્યા પછી લાઈટનો શેડો કરીએ તો ત્યારે બેકગ્રાઉન્ડમાં ગણપતિની મૂર્તિ દેખાય છે
  • ફક્ત 30 રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે


સુરત : ગણેશ ઉત્સવ પર ગણેશભક્તો પોતપોતાની રીતે ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે. અનેક પ્રતિમાઓ આકર્ષણનો કેન્દ્ર હોય છે, સુરતના એક આર્ટિસ્ટ દ્વારા ખાસ ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે. ડિમ્પલ જરીવાલાએ વપરાયેલી વેસ્ટ વસ્તુઓમાંથી શેડો આર્ટ થકી શ્રી ગણેશજીની પ્રતિમા બનાવી છે.અગત્યની વાત એ છે કે ગણેશજીની છવિ બનાવવા માટે તેમને માત્ર 10 કલાક જ લાગ્યું છે અને ફક્ત 30 રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.

ઘરની જ વસ્તુમાંથી બનાવ્યા ગણેશ

ગણેશ ઉત્સવ પર અનેક સુશોભિત ગણેશજીની પ્રતિમા વચ્ચે સુરતના આર્ટિસ્ટ ડિમ્પલ જરીવાલાએ વપરાયેલી વેસ્ટ વસ્તુમાંથી શેડો શ્રી ગણેશજીની પ્રતિમા બનાવી છે જેમાં વપરાયેલ ખાલી તેલની બોટલ, ક્યુબ સાઇકલના તાર, થરમોકોલ, નોટબુકના પુઠા, પ્લાસ્ટિક, કાર્ડબોર્ડ, રંગોળી કરવાની રીંગ, ગ્લુગ ગન, લાઈટ, પેપર, લાકડાની સ્ટીક, કલરની નાની બોટલ, પ્રિન્ટર રોલ,પેપર કલીપ, મોબાઈલ બોક્સ, યાર્ન કોર્ન, શેમ્પુ બોટલ કેપ, લખોટી આવી મળી કુલ 19 જેટલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ થીમ 10 કલાકમાં ફક્ત 30 રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. આ તમામ વસ્તુઓ સેટ કર્યા બાદ જ્યારે આ વસ્તુઓ પર લાઇટ પડે છે ત્યારે શેડો મા ગણપતિ બાપા નજર આવે છે.

વપરાયેલી વસ્તુઓમાંથી શેડો આર્ટ થકી 10 કલાક અને 30 રૂપિયાના ખર્ચે તૈયાર કર્યા ગણેશજી

આ પણ વાંચો :નવા સીએમ ભુપેન્દ્ર પટેલ 2.20 કલાકે શપથ લેશે, નવા પ્રધાનોની બુધવારે શપથવિધિ થશે

બેકગ્રાઉન્ડમાં ગણપતિની મૂર્તિ દેખાય

ભૂતકાળમાં આ મંડપના આર્ટિસ્ટ ડિમ્પલ જરીવાલાએ ન્યૂઝપેપરના ઘરે પાણીની પ્લાસ્ટિક બોટલ ના ગણેશ બોલપેન ના ગણેશ કાર્ડ બોર્ડ માંથી પણ ગણેશ બનાવ્યા છે આ અંગે ડિમ્પલ જરીવાલાએ જણાવ્યું હતું કે," ઇકો ફ્રેન્ડલી ગણપતિ છે જે વસ્તુઓના અમે ઉપયોગ કરતા નથી તેનાથી આ ગણપતિ બનાવ્યા છે જે વસ્તુ અમે ફેંકી દેતા હોઈએ છીએ કે ભંગારમાં આપી દેતા હોઈએ છીએ એ વસ્તુઓનો ઉપયોગ કરીને અમે દર વર્ષે કંઈક નવું બનાવવાનો વિચાર કરીએ છીએ. જે વસ્તુઓનો ઉપયોગમાં નથી લેતા તે વસ્તુઓને પ્રકારે ગોઠવણી કરી છે કે એ ગોઠવા પછી લાઈટ નો શેડો મારીએ છીએ તો ત્યારે બેકગ્રાઉન્ડમાં ગણપતિની મૂર્તિ દેખાય છે".

આ પણ વાંચો :ભારે વરસાદના કારણે રાજકોટના છાપરા નજીક કાર તણાઈ, જૂઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details