ETV Bharat / city

ભારે વરસાદના કારણે રાજકોટના છાપરા નજીક કાર તણાઈ, જૂઓ વીડિયો

author img

By

Published : Sep 13, 2021, 2:05 PM IST

Updated : Sep 13, 2021, 5:53 PM IST

રાજકોટમાં કાલથી શરૂ થએલ મેઘરાજા આજ સુધી યથાવત રહેતા અનેક વિસ્તારોમાં પણી ભરાયા હતા. જ્યારે અમુક વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતુ. ભારે વરસાદના કારણે રાજકોટ વહીવટી તંત્ર હરકતંમાં આવ્યું હતુ.

ભારે વરસાદના કારણે રાજકોટના છાપરા નજીક કાર તણાઈ, જૂઓ વીડિયો
ભારે વરસાદના કારણે રાજકોટના છાપરા નજીક કાર તણાઈ, જૂઓ વીડિયો

  • રાજકોટમાં ભારે વરસાદ
  • રાજકોટમા રસ્તાઓ બેટમાં ફેરવાયા
  • રાજકોટ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું

રાજકોટ: શહેરમાં ગઇકાલે રાત્રેથી શરૂ થયેલા વરસાદે અત્યાર સુધી યથાવત રહ્યો છે, ત્યારે રાજકોટમાં ગઇકાલેથી અત્યાર સુધીમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે શહેરમાં 10 ઇંચ જેટલો વરસાદ પડતા અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા હતા. જ્યારે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ શહેરીજનોને ઘરની બહાર કામ સિવાય નીકળવું નહિની પણ અપીલ કરી છે. રાજકોટમાં ભારે વરસાદ આવતા મહાનગરપાલિકાના અધિકારીઓ પણ કન્ટ્રોલ રૂમમાં પહોંચી ગયા હતા અને પળે પળે નજર રાખી રહ્યા છે.

ભારે વરસાદના કારણે રાજકોટના છાપરા નજીક કાર તણાઈ, જૂઓ વીડિયો

આ પણ વાંચો: કચ્છમાં વરસાદે કરી રાતપાળી, રાપરમાં 4 ઇંચ વરસાદ વરસતા ખેતરમાં પાણી ભરાયાં

છાપરા ગામ નજીક કાર તણાઈ

રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ આવતા ડેમો અને ચેક ડેમો ઓવરફ્લો થયા હતા. જ્યારે રાજકોટના છાપરા નજીક એક કાર તણાઈ હતી. આ કારમાં રાજકોટના ઉદ્યોગપતિ સહિત 2 લોકો સવાર હતા. જ્યારે ઘટનામાં એકનો બચાવ થયો છે. જ્યારે હજુ પણ એકની શોધ શોધખોળ શરૂ છે. જેની શોધખોળ માટે એનડીઆરએફની પણ મદદ લેવાઈ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ગઇકાલથી જ ભારે વરસાદ આવતા રાજકોટ વહીવટીતંત્ર દ્વારા શહેરની અને જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

Last Updated :Sep 13, 2021, 5:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.