ગુજરાત

gujarat

Amarnath Yatra 2022: સુરત સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવા લોકોની લાંબી લાઇનો લાગી

By

Published : Apr 1, 2022, 3:29 PM IST

અમરનાથ યાત્રા (Amarnath Yatra 2022) માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લોકોની લાંબી લાઇન લાગી હતી. સિવિલ હોસ્પિટલ દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ લઈને યોગ્ય ડોક્યુમેન્ટ માટે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા જેથી લોકોને મુશ્કેલી ન પડે.

સુરત સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવા લોકોની લાંબી લાઇનો લાગી
સુરત સિવિલ હોસ્પિટલમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવા લોકોની લાંબી લાઇનો લાગી

સુરત: કોરોના (Corona In India) હોવાના કારણે ગત 2 વર્ષથી અમરનાથ યાત્રા(Amarnath Yatra 2022) બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે ફરીથી 30 જૂનથી આ યાત્રા શરૂ કરવામાં આવી છે. જેના માટે ફિટનેસ સર્ટિફિકેટ (fitness certificate for amarnath yatra) લેવા સુરત સિવિલ હોસ્પિટલમાં યાત્રાએ જનારા લોકોની લાંબી લાઈન લાગી છે. વહેલી સવારથી જ ફિટનેસ સર્ટિફિકેટ (amarnath yatra fitness certificate surat) માટે લોકોની લાંબી લાઈન લાગી હતી.

વહેલી સવારથી જ ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંબી લાઇનો લાગી.

સિવિલ હોસ્પિટલ દ્વારા લોકોને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રખાયું- ભારત સરકાર દ્વારા કોરોનાના કારણે 2 વર્ષથી અમરનાથ યાત્રા ઉપર પ્રતિબંધ (Ban on Amarnath Yatra) મૂકવામાં આવ્યો હતો, પરંતુ હવે કોરોનાના કેસ નહિવત દેખાતા ફરી 30 જૂનથી અમરનાથ યાત્રા કરી શકાશે. આ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ લેવા સુરત સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ લોકોની લાંબી લાઈન લાગી છે. તે ઉપરાંત સિવિલ હોસ્પિટલ દ્વારા પણ ફિટનેસ સર્ટિફિકેટ લઈને યોગ્ય ડોક્યુમેન્ટ માટે પણ પોસ્ટર લગાવ્યા છે. જેથી લોકોની હાલાકીનો સામનો કરવો ન પડે.

આ પણ વાંચો:કોરોનાના કારણે અમરનાથ યાત્રા રદ્દ, શ્રદ્ધાળુઓ ઓનલાઇન કરી શકશે દર્શન

અમરનાથ યાત્રા કોરોનાના કારણે નહોતી થઈ શકી- શિવ સેવક આગેવાન જગધીશ મેયરે જણાવ્યું કે, અમે વર્ષોથી સિવિલ હોસ્પિટલ (Surat Civil Hospital)માં અમરનાથ યાત્રા જવા માટે લોકોની સેવા કરીએ છીએ. પરંતુ છેલ્લા 2 વર્ષથી અમરનાથ યાત્રા કોરોના કારણે બંધ રાખવામાં આવી હતી. આ પહેલા 370ની કલમ હટાવી ત્યારે પણ યાત્રા બંધ કરવામાં આવી હતી. છેલ્લી 3 જે યાત્રા બંધ કરવામાં આવી હતી તેને લઈને ભાવિક ભક્તોને ખૂબ જ નિરાશા હતી.

આ પણ વાંચો:અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો, સુરક્ષાકર્મીઓને કરાયા એલર્ટ

સવારના 7 વાગ્યાથી ફિટનેસ સર્ટિફિકેટ લાઇનો લાગી- તેમણે જણાવ્યું કે, હવે ફરી પાછી અમરનાથ યાત્રાની ખૂબ જ જોશ અને ઉત્સાહથી 30 જૂનથી શરૂઆત થઈ રહી છે. જેને લઇને સવારના 7 વાગ્યાથી લોકો ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે ઊભા છે. અને એમાં પોતાની યાત્રાને લગતા જે કોઈ ડોક્યુમેન્ટ (documents required for amarnath yatra)જોઈતા હોય તે તમામ ડોક્યુમેન્ટ લઈને ઊભા છે. એટલે કહી શકાય છે કે, ભાવિક ભક્તો ખૂબ જ ઉત્સાહ સાથે આ વખતે અમરનાથ યાત્રા કરશે.

ABOUT THE AUTHOR

...view details