ETV Bharat / bharat

શ્રાવણ મહિનાની પૂનમે અમરનાથ યાત્રાની સમાપન પૂજા કરવામાં આવી

author img

By

Published : Aug 23, 2021, 7:54 AM IST

Updated : Aug 23, 2021, 12:20 PM IST

જમ્મુ-કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રા આ વર્ષે સાંકેતિક રીતે આયોજીત કરવામાં આવી છે અને રવિવારે મંત્રોચ્ચાર અને જયઘોષની વચ્ચે સમાપન પૂજા પૂરી થઈ ગઈ.

amrnath
શ્રાવણ મહિનાની પૂનમે અમનાથ યાત્રાની સમાપન પૂજા કરવામાં આવી

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રા આ વર્ષે સાંકેતિક રીતે આયોજીત કરવામાં આવી હતી અને સમાપન પૂજા સાથે સમાપ્ત થઈ ગઈ. પ્રવક્તાએ જણાવ્યું કે, " અમરનાથ શ્રાઈન બોર્ડના મુખ્ય અધિકારી નિતિશ્વર કુમારે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, સૌહાર્દ, ઉન્નતિ અને સમૃદ્ધી માટે પ્રાથના કરી. બોર્ડે છડી મુબારકને પવિત્ર ગુફા સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ છડીના સંરક્ષક મહંત દિપેન્દ્ર ગિરિએ દશનામી અખાડાના સંતો સમેત અન્યની સાથે શોભા યાત્રાનુ નેતૃત્વ કર્યું અને શ્રાવણ પૂર્ણિમા પર યાત્રાને સમાપ્ત કરી હતી.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં ફસાયેલા ઝારખંડનો બબલુ વતન પરત ફર્યો, આંખોમાં જોવા મળ્યા ખુશીના આંસુ

આરતીનું જીંવત પ્રસારણ

મહામારીના કારણે આ વાર્ષિક યાત્રા રદ્દ કરવામાં આવી હતી પણ દક્ષિણ કાશ્મીરમાં આવેલી પવિત્ર ગુફામાં બધા ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કર્યુ હતું. શ્રધ્ધાલુઓ માટે સવાર અને સાંજની આરતીનુ જીંવત પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Last Updated : Aug 23, 2021, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.