ગુજરાત

gujarat

Water shortage in Rajkot : રાજકોટના જળાશયોમાં આગામી બે ત્રણ મહિના સુધી ચાલે તેટલું જ પાણી

By

Published : Jan 27, 2022, 7:12 PM IST

રાજકોટમાં ઊનાળામાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઇ શકે છે. આજી ડેમમાં માર્ચ અને ન્યારી ડેમમાં જૂન મહિના સુધી ચાલે તેટલું જ (Water shortage in Rajkot) પાણી છે. તંત્ર દ્વારા શું પગલાં લેવાઈ રહ્યાં છે જાણો.

Water shortage in Rajkot :  રાજકોટના જળાશયોમાં આગામી બે ત્રણ મહિના સુધી ચાલે તેટલું જ પાણી
Water shortage in Rajkot : રાજકોટના જળાશયોમાં આગામી બે ત્રણ મહિના સુધી ચાલે તેટલું જ પાણી

રાજકોટઃ સૌરાષ્ટ્ર કચ્છમાં દર વર્ષે ઉનાળો આવે તે દરમિયાન પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. ત્યારે આ વર્ષે રાજકોટમાં ઉનાળા પહેલા જ પાણીની સમસ્યા સર્જાય તેવી ભીતિ (Water shortage in Rajkot)દેખાઈ રહી છે. હાલમાં રાજકોટના આજી ડેમમાં (Rajkot Ajidem water ) આગામી માર્ચ અને ન્યારી ડેમમાં (Rajkot Nyari Dam water) આગામી જૂન મહિના સુધી ચાલે તેટલું જ પાણી છે. જેને લઈને મનપા કમિશનર (Rajkot Commissioner Amit Arora ) દ્વારા રાજ્ય સરકાર પાસે નર્મદાના નીરની માગણી કરવામાં આવી છે.

રાજકોટના જળાશયોમાં પાણીની સ્થિતિ અંગે મનપા વોટર્સ વકર્સના એન્જીનિયરે જણાવ્યું હતું

સૌની યોજનામાં પાણીની માગણી

રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત આરોરાએ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. જેમાં સૌની યોજના મારફતે રાજકોટના આજીડેમમાં 1050MCFT નર્મદાના નીરની માગણી કરવામાં આવી છે. જ્યારે હાલમાં શહેરમાં દૈનિક 20 મિનિટ પાણી આપવામાં આવે છે. જે આગામી દિવસોમાં આજી અને ન્યારીડેમમાં પૂર્ણ (Water shortage in Rajkot) થઈ જશે. જ્યારે આગામી દિવસોમાં પણ રાજકોટમાં દરરોજ 20 મિનિટ પાણી મળી રહે તે માટે નર્મદાના નીરની માગણી કરાઇ છે. જો કે રાજ્ય સરકાર દ્વારા આ પત્રનો હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

આ પણ વાંચોઃ રાજકોટમાં પાણી ચોરો પર મનપાની તવાઈ, 15 ગેરકાયદેસર કનેક્શન ઝડપ્યા

દૈનિક 365 MLD પાણીની જરૂરિયાત

રાજકોટના જળાશયોમાં પાણીની સ્થિતિ અંગે મનપા વોટર્સ વકર્સના એન્જીનિયર ચેતન મોરીએ આ અંગે જણાવ્યું હતું કે શહેરમાં દૈનિક 365 MLD પાણીની જરૂરિયાત છે. જેમાં આજી ડેમમાંથી રોજ 130 MLD, ન્યારી ડેમમાંથી 70 MLD અને ભાદર ડેમમાંથી 40 MLD પાણી ઉપાડવામાં આવે છે. ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા નર્મદા પાઇપલાઇન દ્વારા રાજકોટને દૈનિક 125 MLD નર્મદાનું પાણી આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ આ વખતે રાજકોટ વાસીઓને ઉનાળામાં પાણીની સમસ્યા નહીં સર્જાય

આગામી દિવસોમાં જળાશયોમાં પાણી ખૂટશે

હાલ આજી ડેમમાં 550 MCFT જળજથ્થો ઉપલબ્ધ છે. દૈનિક ઉપાડ મુજબ આજી ડેમ 31 માર્ચ સુધી સાથ આપે તેમ છે. જ્યારે ન્યારી ડેમમાં 1015 MCFT પાણી ઉપલબ્ધ છે. જે આગામી જૂન સુધી ચાલે તેટલું છે. જેના કારણે આગામી દિવસોમાં રાજકોટવાસીઓ પાણીની જરૂરીયાત સંતોષવા માટે વધુ પાણી માગવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં દર વર્ષે શિયાળા અથવા ઉનાળાની શરુઆતમાં વિવિધ જળાશયોમાં પાણી ખૂટી જાય છે એ હરહંમેશની જેમ પાણીની સમસ્યા (Water shortage in Rajkot) સર્જાય છે.

ABOUT THE AUTHOR

...view details